શિયાળામાં ચલાવો આ હીટર, નહિં આવે વિજળીનુ બિલ અને નહિં લાગે ઠંડી

શિયાળાની ઋતુ શરૂ થતાં કડકડતી ઠંડીમાં શરીરને ધ્રુજાવવા લાગે છે.

image source

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. ઠંડીમાં પણ અલગ અલગ પ્રકાર જોવા મળી રહ્યા છે.

જેમ કે ગુલાબી ઠંડી, કડકડતી ઠંડી, હાડ થીજાવતી ઠંડી વગેરે.

image source

ઠંડીથી બચવા આપણે પૂરતા પ્રયાસ કરતા જ હોઈએ છીએ. જેમ કે ગરમ કપડા પહેરવા, ખાસ કરીને રાત્રિનાં સમયે ખુલ્લી જગ્યાએ હરવા-ફરવાનું ઓછું કરવું, ગરમ પ્રકૃત્તિ વાળો આહાર ખાવો તેમજ પીવો વગેરે..તેમ છતાં જો ઠંડીનું પ્રમાણ વધારે હોય તો આપણી અગ્નિનો સહારો લઈએ છીએ.

દેશી ભાષામાં જેને ભાઠૂં કહીએ તે પણ ઠંડી ગાયબ કરવાનો દેશી અને કારગર ઉપાય છે. જો આ આર્ટીકલ કોઈ નવી પેઢી વાંચી રહી છે અને તેમને ખબર ન હોય કે ભાઠૂં એટલે શું?

image source

તો અમે તેમને જણાવી દઈએ કે ભાઠૂં એટલે ઘર આંગણામાં સુકાયેલા લાકડા ગોઠવીને સળગાવેલી આગ જેના દ્વારા હાથ તાપી અને તે હાથ વડે શરીરને તાપી ઠંડી ભગાવવાની રીત એટલે ભાઠૂં.

પરંતુ જેમને ભાઠૂં સળગાવવાનો કે તેનાથી શરીરને તાપવાનો કોઈ અનુભવ અનુભવ જ નથી તેઓ ઠંડીથી બચવા ઈલેક્ટ્રીક રૂમ હીટરનો ઉપયોગ કરે છે.

રૂમ હીટર આ સિવાય પાણી ગરમ કરવા માટે પણ હીટરનો ઉપયોગ છૂટથી થાય છે. જો કે હીટરના કારણે ઈલેક્ટ્રીક શોક લાગવાથી મૃત્યુ થવાના અનેક કિસ્સાઓ આપણી વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ.

તમને જાણીને નવાઈ લાગશે પણ ભારતના સૌથી ઠંડા પ્રદેશ એટલે કે જમ્મુ કાશ્મીરના લોકો પોતાને ઠંડીથી બચાવવા માટે ઈલેક્ટ્રીક હીટરના બદલે એક અલગ જ અને પરંપરાગત સાધનનો ઉપયોગ કરે છે. આ સાધનનુ નામ છે “કાનગર”.

image source

જમ્મુ-કાશ્મીરમાં જ્યારે બરફ વર્ષા શરૂ થાય છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને આ કાનગર ઠંડીથી બચાવવા ઘણો ઉપયોગી થાય છે. કાનગર અસલમાં માટીથી બનેલી એક નાની અને અડધી મટકી જેવું સાધન છે. તેને ઉપરથી વાંસ જેવા પાતળા લાકડાંથી મઢી સુશોભિત પણ કરવામાં આવે છે.

આ કાનગરમાં લાકડાના ટુકડાઓના કોલસા બનાવી સળગાવવામાં આવે છે. માત્ર અઢીસો ગ્રામ કેટલા દેશી લાકડાના કોલસાથી પણ આ દેશી હીટર એટલે કે કાનગર સંતોષકારક કામ આપે છે.

image source

એટલું જ નહીં જમ્મુ કાશ્મીરની સ્થાનિક બજારમાં આની કિંમત પણ સાવ સસ્તી છે. 70 રૂપિયાથી શરૂ થતી કાનગરની અનેક પ્રકારની વેરાયટીઓ બજારમાં મળે છે જેની કિંમત વધારીને 1500 સુધી પણ હોઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ