છત્તીસગઢના આ સ્થળો પર જશો, તો પરત ફરવાનું મન નહિ થાય

હંમેશા નક્સલી હિંસાને પગલે સમાચારમાં રહેતું છત્તીસગઢ કુદરતી રીતે બહુ જ સમૃદ્ધ રાજ્ય છે. આ રાજ્યને ભગવાને બહુ જ ફુરસતથી બનાવ્યું છે. જો તમે અહીં ફરવાનું પ્લાન કરી રહ્યા છો, તો આજે ત્યાંના કેટલાક શાનદાર ટુરિસ્ટ્સ પ્લેસ વિશે પણ જાણી લો.

ચિત્રકુટ ધોધજગદલપુર જિલ્લામાં ચિત્રકુટ એક શાનદાર ટુરિસ્ટ સ્થળ છે. અહીં સ્થિત ચિત્રકુટ ધોધને ઈન્ડિયાના નાયગ્રા ફોલ્સના રૂપમાં માનવામાં આવે છે. હકીકતમાં તે ઘોડાની નાળના આકારનું છે, અને તેની ઊંચાઈ 100 ફીટ છે. આ ઝરણાંના દરેક ખૂણા પર સુંદર પક્ષીઓ બેસેલા હોય છે. જે તેની સુંદરતા વધારે છે. વરસાદના મોસમમાં અહીંનું વાતાવરણ વધુ રમણીય બની જાય છે. છત્તીસગઢ જાઓ, તો આ સ્થળ પર ગયા વગર ક્યારેય પરત ન આવશો.

કાંકેરતે છત્તીસગઢમાં દેશનું સૌથી જૂના શહેરોમાંનુ એક કહેવાય છે. માનવામાં આવે છે કે, તે અંદાજે એક હજારથી પણ વધુ પુરાનુ છે. ઘનઘોર જંગલની વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય, આદિવાસી સંસ્કૃતિની ઝલક અને પહાડોની ગોદમાં આ પુરાતન શહેર વસેલુ છે. જ્યાં જંગલ, પાણી અને આદિવાસીઓનો અદભૂત સંગમ જોવા મળે છે. અહીંના કાંકેર પરિવારમાં હજી પણ શાહી પરિવાર રહે છે, આ મહેલ જોવા જેવો છે.

ભોમરામ દેવતેને તમે છત્તીસગઢનું ખજુરાહો કહી શકો છો. આ મંદિરની સ્થાપત્ય કલા અને તેના પર કરવામાં આવેલી કામુક મુદ્રાઓ ખજુરાહોની યાદ અપાવે છે. નગર શૈલીમાં બનાવવામાં આવેલું આ મંદિર અદભૂત છે. શિવલિંગ વાસ્તુકલાનું સુંદર નમૂનો તમને અહીં જ જોવા મળશે.

મૈનપટઆ બહુ જ રસપ્રદ જગ્યા છે. જો તમે હિમાચલ પ્રદેશ ગયા છો, તો વિશ્વાસ કરો કે આ જગ્યામાં તમને હિમાચલ પ્રદેશની ઝાંખી જોવા મળશે. અહીં તમે તિબ્બતી શરણાર્થીઓ પણ જોવા મળશે. હકીકતમાં આ સ્થળને છત્તીસગઢનું નાનુ તિબ્બત પણ કહેવામાં આવે છે. અહીંની સુંદર પહાડીઓ અને ઘોર જંગલ તમારું મન મોહી લેશે. વરસાદમાં અહીં આવવું એક યાદગાર અનુભવ બની રહેશે.

છત્તીસગઢમાં એક નહિ, અનેક એવી જગ્યાઓ છે, જે સાંસ્કૃતિક, પૌરાણિક અને ઐતિહાસિક દ્રષ્ટિથી જોવાલાયક છે. આ ઉપરાંત અહી રાષ્ટ્રીય ઉદ્યાન પણ જોવા જેવું છે. અહીંનું ઈન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન અહીંનું એકમાત્ર વાઘ અભ્યારણ્ય છે. તમને અહીં લગભગ દરેક પ્રકારના વન્ય જીવો જોવા મળશે. અહીં રાજ્યમાં ત્રણ અને રાષ્ટ્રીય ઉદ્યાન અને 11 વન્યજીવી અભ્યારણ્ય છે. અહીં વિશેષ રીતે કાંકેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન અને અચાનકુમાર અભ્યારણ્ય છત્તીસગઢ ટુરિસ્ટ માટે સૌથી શાનદાર જગ્યાઓ છે. હાલ ભારત સરકાર પણ છત્તીસગઢ ટુરિઝમનો વિકાસ કરી રહી છે. નક્સલી વિસ્તાર હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તો કેવી લાગી મિત્રો આ માહિતી તમને? કોમેન્ટમાં જરૂરથી જણાવો અને દરરોજ આવી અનેક અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી