અંગ્રેજો પણ દિવાના હતા ભારતના સુંદર શહેરના, જેને તેઓ ભારતનું સ્કોટલેન્ડ કહેતા તમે મુલાકાત લીધી?…

જો તમને હરવા-ફરવાનો શોખ છે અને પહાડોની હરિયાળીની સાથે જળપ્રપાત, સરોવર , નદીઓ, તળાવ તમને આકર્ષિત કરે છે, તો તમારે ભારતનું સ્કોટલેન્ડ કહેવાતા આ શહેરમાં જરૂર ફરવુ જોઈએ. હકીકતમાં તેને ઈસ્ટ સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. ગોવા, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ જવાની ટુર તો બધા જ પ્લાન કરે છે, પરંતુ જો તમે પૂર્વોત્તર રાજ્યમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે એકવાર મેઘાલય જરૂર જવું જોઈએ. આ રાજ્ય પૂર્વોત્તરના નક્શામાં એટલું પ્રસિદ્ધ છે કે, અંગ્રેજો પણ તેની સફર માટે નીકળતા હતા. ભારતની ગરમી સહન ન કરી શકનારા અંગ્રેજો હંમેશા ઉનાળામા ભારતના હિલ સ્ટેશનો પર જઈને વસતા હતા. જેમા મેઘાલય રાજ્ય પણ આવતું. મેઘાલયનું શિલાંગ શહેર અંગ્રેજોનું ફેવરિટ શહેરોમાંનું એક હતું. જો તમે આ ઉનાળામાં ટુર કરવા માંગો છો, તો મેઘાલયને તમારા લિસ્ટમાં જરૂર સામેલ કરો.મેઘાલયની રાજધાની શિલાંગ એક બહુ જ સુંદર સ્થળ છે. તેને પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. તે એટલું સુંદર છે કે તમારે એકવાર તો અહી જરૂર ફરવું જોઈએ. આ સ્થળ ફરવાના શોખીનો માટે સ્વર્ગથી કંઈ ઓછું નથી.શિલાંગની પાસે અનેક ઝરણાં આવેલા છે, જે ઊંચાઈ પર સ્થિત છે. અહીં હાથી ઝરણું બહુ જ પ્રસિદ્ધ છે. અહીંથી શિલાંગ શહેર અને આસપાસના ગામોમાં મનોરમ દ્રશ્ય દેખાય છે.

શિલાંગથી 56 કિલોમટર દૂર ચેરાપુંજી આવેલું છે. તે દુનિયાનુ સૌથી વધુ વરસાદ પડતું સ્થાન છે. તે એટલું સુંદર છે કે અહીંના રોમાંચક નજારા તમે જિંદગીભર નહિ ભૂલી શકો.અહીંના સુંદર સરોવર અને પ્રાકૃતિક દ્રષ્ય તમારુ મન મોહી લેશે. અહીંનું ઉમિયામ સરોવર તો બહુ જ આકર્ષક છે.

અહીં એક નહિ, અનેક જળપ્રપાત છે. શિલાંગ શહેરથી અંદાજે 8 કિલોમીટર દૂર એલિફન્ટ ફોલ આવેલો છે, જે બહુ જ ચર્ચિત ટુરિસ્ટ સ્પોટ છે. આ સરોવરનું સ્થાનિક નામ ધ કશૈદ લાઈ પાતેંગ ખોહસ્યુ છે.

શિલાંગને ઈસ્ટનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. અહીંની વાસ્તુકલા અને ખાણીપીણીમાં બ્રિટિશ કલ્ચરની ઝલક નજરે આવે છે. શિલાંગમાં એક નહિ, અનેક પર્યટન સ્થળો છે. વિશેષ રીતે પાર્ક, વોટર ફોલ અહીં જોવાલાયક છે.

શિલાંગ પીક શિલાંગની સૌથી ઊંચી ચોટી છે. જે મુખ્ય શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર એક પહાડી પર સ્થિત છે. અહીંથી તમે વાદળોની આડશમાંથી નીતે ફેલાયેલા શિલાંગ શહેરનું મનોરમ દ્રશ્ય જોઈ શકો છો. મેઘાલય વાદળોની નગરી છે, અહીં ચારેતરફ વાદળોની ચાદર છવાયેલી રહે છે. તેથી તમને અહીં દરેક પળે નવા નવા નજારા જોવા મળે છે, જેને તમે કેમેરામાં કેદ કરતા થાકી જશો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી