ટોટલ ધમાલ : પાકીસ્તાનમાં રીલીઝ નહિ થાય આ ફિલ્મ, અજયે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આપી માહિતી…

અભિનેતા અજય દેવગને ટવીટ કરીને આ વાતને સમર્થન આપ્યું છે કે પુલવામા થયેલ આતંકી હુમલા પછી હવે તેમની ફિલ્મ “ટોટલ ધમાલ” પાકિસ્તાનમાં રીલીઝ થશે નહિ. ટવીટ કરીને અજય વધુ જણાવે છે કે “હમણાંની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને “ટોટલ ધમાલ” ફિલ્મની ટીમે નિર્ણય લીધો છે કે આ ફિલ્મ અમે પાકિસ્તાનમાં રીલીઝ કરીશું નહિ.”

આ વાતની જાણકારી અજયે ગઈકાલે ટવીટ કરીને આપી હતી. આ નિર્ણય તેઓએ પુલવામામાં થયેલા આતંકી હુમલાને લીધે કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફના ૪૨થી વધુ જવાનો શહીદ થઇ ગયા હતા.

અભિનેતા રીતેશ દેશમુખે પણ ટવીટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

આની પહેલા પુલવામા થયેલ આતંકી હુમલા પર અજય દેવગને ટવીટ કરીને પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો.

પુલવામા હુમલાની પણ ૨૦૧૬માં ઉરીમાં થયેલ હુમલાની જેમ બંને દેશોની વચ્ચે સાંસ્કૃતિક સંબંધો પર અસર પડી રહી છે. ભારતમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝએ રવિવારે કહ્યું હતું કે ફિલ્મ નિર્માતાઓને હુમલા પછી પાકિસ્તાનમાં પોતાની ફિલ્મો રીલીઝ કરવાની પરવાનગી આપવામાં આવશે નહિ.

ધમાલ ફિલ્મ ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ “ટોટલ ધમાલ” માં માધુરી દીક્ષિત, અનિલ કપૂર, બોમન ઈરાની, અજય દેવગણ, અર્શદ વારસી વગેરે જેવા કલાકારો છે. આ ફિલ્મ ગઈકાલે રીલીઝ થઇ ગઈ છે.