તમે પહેરો છો કાચબાવાળી વીંટી તો આટલું જાણી લેવું જોઈએ…

આજકાલ યુવક-યુવતીઓમાં કાચબાની પ્રતિકૃતિ અંકિત કરેલી વીંટી પહેરવાનો ક્રેઝ વધ્યો છે. તમે પણ અનેક લોકોના હાથમાં આ પ્રકારની વીંટી જોઈ હશે. સોના, ચાંદી તેમજ અન્ય ધાતુની આ પ્રકારની વીંટી માતા-પિતા પોતે પણ પહેરતાં હોય છે અને બાળકોને પણ પહેરાવતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ વીંટી પહેરવાથી શું લાભ થાય છે ? નથી જાણતાં તો આજે જાણી લો કે આ વીંટી પહેરવાથી કેવા કેવા લાભ થાય છે.

ફેંગશૂઈ અનુસાર કાચબો સુખ-સમૃદ્ધિ અને ગુડલકનું પ્રતીક છે. કાચબાને લોકો ઘરમાં રાખતા પણ હોય છે. ત્યારે તેની વીંટી પહેરવાથી પણ ચોક્કસ પ્રકારના લાભ થતા હોય છે.

– કાચબાની વીંટી પહેરવાથી મનમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધે છે.

– કાચબો લક્ષ્મીજીનું પ્રતીક પણ હોવાની પણ માન્યતા છે. માનવામાં આવે છે કે કાચબાની વીંટી પહેરવાથી ધન-સમૃદ્ધિ વધે છે.

– કાચબો ધીરજ અને શાંતિનું પણ પ્રતીક છે. કાચબાની વીંટી પહેરવાથી માણસનું મન શાંત થાય છે અને ધૈર્ય પણ વધે છે.

–  કાચબાની વીંટી માત્ર ચાંદીની ધાતુમાં બનાવીને પહેરવી જોઈ તેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

– આ વીંટી જમણા હાથમાં જ પહેરવી જોઈએ.

– આ વીંટી એવી રીતે પહેરવી જોઈએ કે જેમાં કાચબાનું મુખ બહારની તરફ રહે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી