કરાવો આ હેર કટ, અને દેખાવો બધા કરતા એકદમ સ્માર્ટ

જાણો શું છે 2020નો હેરકટ ટ્રેન્ડ – વાળ કપાવતા પહેલાં વાંચી લેજો આ લેખ નહીં તો જમાનાથી પાછળ રહી જશો, દીપીકા-અનુષ્કા-કરીના 2020માં દેખાઈ રહી છે શોર્ટ હેરમાં જાણો તમારે કેવા હેરકટની જરૂર છે

થોડા સમય પહેલાં દીપિકાએ પોતાના શોર્ટ હેરની કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર કરી હતી અને તેના આ લૂકને તેના ફેન્સે ખુબ પસંદ કર્યું છે. ત્યાર બાદ અનુષ્કા શર્મા પણ શોર્ટ હેરમાં જોવામાં આવી હતી અને તેણી પણ તેમાં ઘણી આકર્ષક લાગી રહી છે. આ એક્ટ્રેસીસને તો તેમના ચહેરા પ્રમાણે શોર્ટ હેર ઘણા સારા લાગી રહ્યા છે પણ આ લેખમાં તમે એ જાણો કે તમારા ચહેરા તમારા વાળના ટેક્સચર અને તમારી લાઇફસ્ટાઇલ પ્રમાણે તમારા પર કેવા હેરકટ સારા લાગશે.

બેંગ્સ હેરકટ

image source

બેંગ્સ હેરકટ 2020માં ફરી ટ્રેન્ડમાં છે. આ હેરકટમાં તમારી કપાળ ઉપરના વાળ શોર્ટ રાખવામાં આવે છે અથવા તો એક શોર્ટ ફ્લીક્સ કટ કરી આપવામાં આવે છે. પહેલાના સમયમાં તેને સાધનાકટ હેર કટ કહેવામાં આવતા હતા પણ હવે તે હેરકટમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. આ હેરકટ તમારા ચહેરાને સોફ્ટ બનાવે છે અને સાથે સાથે આકર્ષક પણ બનાવે છે. આ બેંગ્સ હેરકટમાં ઘણી બધી વેરાયટી છે જેમ કે બેબી બેંગ્સ, શોર્ટ બેંગ્સ, કર્ટેઇન બેંગ્સ વિગેરે વિગેરે. તમે તમારા ચહેરા પર સારા લાગે તેવા બેંગ્સ કરાવી શકો છો અથવા તો તમારા હેરસ્ટાઇલિસ્ટ પર જ તે કામ છોડી શકો છો.

પિક્સિ કટ

image source

2020માં શોર્ટ હેરનો જ ટ્રેન્ડ રહેવાનો છે. જો તમે પણ તમારા વાળ શોર્ટ કરાવવા માગતા હોવ તો તમે પિક્સિ કટ હેર કટ કરાવી શકો છે. આ વાળ શોર્ટ પણ હોઈ શકે છે અને નોર્મલ લેન્થવાળા પણ હોઈ શકે છે. આ હેરકટમાં મૂવમેન્ટ ઓછી હોય છે માટે જ તેને એક આઇડલ કટ પણ કહેવાય છે. જો તમે તેમાં શોર્ટ હેર રાખવાનું પસંદ કરશો તો તે તમને ફ્રેશ લૂક આપશે અને મોડર્ન પણ દેખાડશે. આ હેરકટમાં તમે તમારા વાળ છુટ્ટા પણ રાખી શકો છો અને તેના પર જેલ લગાવીને તમે તેને સેટ પણ કરી શકો છો.

એકસરખી લેન્થવાળા હેર કટ – વન લેન્થ હેરકટ

image source

વન લેન્થ હેર કટ એટલે જેમાં બધા જ વાળ સમાન લેન્થના જ કટ કરવામા આવ્યા હોય. તેમાં ન તો કોઈ સ્ટેપ હોય કે ન તો કોઈ લેયર હોય કે ન તો કોઈ યુ શેપ હોય કે ન તો કોઈ વી શેપ હોય. આ હેરકટમાં તમારે વાળને મેઇન્ટેઇન કરવાની જરૂર નથી પડતી. તમે તેને સારી રીતે બાંધી પણ શકો છો અને ખુલ્લા પણ રાખી શકો છો. જો તમારા વાળનું ટેક્સ્ચર સારું હોય તો આ હેરકટ તમને એક એલિગન્ટ લૂક આપે છે.

મિડિયમ લેન્થ હેરકટ

image source

જે લોકો વધારે લાંબા વાળ નથી મેનેજ કરી શકતાં અને જેમને વધારે ટૂંકાવાળ પસંદ નથી તેમના માટે આ હેરકટ એક સારું ઓપ્શન છે. આ હેરકટ તમારામાં એક અલગ જ રોનક લાવે છે. અને તેની ખાસ વાત એ છે કે તેને મેનેજ તેમજ મેન્ટેઇન કરવા ઘણા સરળ છે. તેને તમે ખુલ્લા પણ રાખી શકો છો અને ટૂંકા પણ રાખી શકો છો. જો તમે મિડિયમ લેન્થ રાખવા માગતા હોવ તો તમે તેને બ્લન્ટ કટ કરાવી શકો છો તે તમારા પર સુંદર લાગશે. જો કે તમે તેમાં લેયર પણ એડ કરી શકો છો.

મોડર્ન શેગ હેરકટ

image source

આ હેર કટ તમને એકકૂલ લૂક આપે છે. આ હેરકટમાં વાળને છેડેથી ચોપ કરીને તેને પીંછા જેવા બનાવવામાં આવે છે ખાસ કરીને તમારા કપાળ આગળ. જે તેને ઘણું બધું ટેક્સ્ચર અને લેયર્સ આપે છે. આ હેરકટ દરેક હેર લેન્થ તેમજ દરેક હેર ટેક્સચરમાં કામ કરે છે. તમે આ હેરકટમાં બેંગ્સ પણ ઉમેરી શકો છો. આ હેરકટમાં તમે એકદમ ટ્રેન્ડી લાગો છો.

જૉલાઇન બોબ્ડ હેરકટ

image source

આ હેરકટ એવરગ્રીન છે. આ હેરકટ તમને હજારો લોકોમાંથી અલગ પાડે છે. 60ના દાયકાથી આ હેરકટ ટ્રેન્ડમાં છે અને આજે પણ સ્ત્રીઓ તેવા હેરકટમાં એક અલગ જ આકર્ષણ ઉભું કરે છે. આ સ્ટાઇલમાં તમારા વાળની લેન્થ તમારી જૉ લાઇન એટલે કે તમારી હડપચી સુધીની જ હોય છે. આ હેરકટ તમને એકદમ ક્લીન લૂક આપશે. આ સ્ટાઇલ તમારી ડોકને ઉઠાવ આપશે અને તમારી હડપચની એક આકાર પણ આપશે. જો કે આ કટ કરાવતી વખતે તમારે તેમાં લેયર તો બીલકુલ ન રાખવા તે તમારા દેખાવને બદલી નાખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ