ટોપ ટેન અજેય અમોઘ ભારતીય દીવ્યાસ્ત્રો – Salute To Indian Army…ફોટો અચૂક જો જો…

વિશ્વનાં સર્વશ્રેષ્ઠ યુદ્ધગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાનો એક બહુ જાણીતો શ્લોક છે: અહિંસા પરમો ધર્મ: ધર્મ હિંસા તથીવ ચ. (અહિંસાની સાથે સાથે ધર્મની રક્ષા માટે કરાતી હિંસા પણ પરમ ધર્મ છે.)

ગુરુગોવિંદસિંહ કૃષ્ણાવતારમાં કહે છે: “દસમ કથા ભાગૌત કી ભાખા કરી બનાઈ.. અવર બાસના નાહિ પ્રભુ ધરમ જુદ્ધ કે ચાઈ..”

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કર્મનો સિદ્ધાંત કહ્યો, “યુદ્ધ એ જ કલ્યાણ છે”

1. આઈએનએસ વિક્રમાદિત્ય :

“વિક્રમાદિત્ય” એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે “સૂર્ય સમાન તેજસ્વી” સમુદ્રમાં દુશ્મનો માટે સૌથી મોટો ખતરો ઇઝ્રેલ ની બરાક મિસાઈલ થી સુસજ્જ. વિક્રમાદિત્ય 45300 ટન વજન, 284 મીટર લંબાઈ, અને 60 મીટર ઊંચાઈ ધરાવતું યુદ્ધ જહાજ છે. તમે તેની 22 માળ નાં એક મકાન સાથે કરી શકો જેની લંબાઈ ત્રણ ફૂટબોલ મેદાનો ની બરાબર છે. તેના પર મીગ 29-K યુદ્ધ વિમાન, કામોવ-31, કામોવ-28, સી-કિંગ,એડવાન્સ લાઈટ હેલીકોપ્ટર ધ્રુવ અને ચેતક હેલીકોપ્ટર સહીત ત્રીસ જેટલા વિમાનો અને એન્ટી મિસાઈલ સીસ્ટમ હમેશા તૈનાત રહેશે. જેના પરિણામસ્વરૂપે તેની આસપાસ 1000 કિમીનાં પરિઘમાં દુશ્મનનાં યુદ્ધ વિમાનો અને યુદ્ધજહાજો ફરકી પણ નહિ શકે. વિક્રમાદિત્ય પર એક સમયે 1600 નૌસૈનિકો તૈનાત રહેશે. શું છે બરાક મિસાઈલ-1? આઈએનએસ વિક્રમાદિત્યની સૌથી મોટી તાકાત તેમાં લાગેલી ઈઝરાએલ નિર્મિત બરાક મિસાઈલ છે. આ મિસાઈલ 9 કિમીનાં પરિઘમાં આપણા દુશ્મનની પ્રત્યેક મિસાઈલનાં છોતરા ઉડાડી દેવાની ક્ષમતા ધરાવે છે.

2. ભારતીય નૌસેના પોત ચક્ર (આઈએનએસ ચક્ર) :

ઇન્ડિયન નેવલ શીપ ચક્ર એક પરમાણુ રીએક્ટર વડે ચાલતી હન્ટર કીલર સબમરીન(પનડૂબ્બી) છે. ભારતીય સબમરીન બેડાની અન્ય સબમરીનોને પોતાની બેટરી ચાર્જ કરવા ચોવીસેક કલાકમાં પાણીની સપાટી પર આવવું ફરજીયાત છે, આઈ એન એસ ચક્ર પાણીની અંદર ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે. 600 મીટરની ઊંડાઈ સુધી ડૂબકી મારવાની ક્ષમતા અને પાણી મધ્યે 30 નોટીકલ માઈલ/કલાકની ટોપ સ્પીડ જે આપણી બીજી ડીઝલ પાવર્ડ સબમરીનો કરતાં ડબલ છે. ચક્રનાં ક્લાસ પ્રમાણે જ તેનો રોલ દુશ્મન શીપ અને સબમરીનોને હન્ટ (શિકાર) અને કિલ (વિનાશ) કરવાનો છે. ભારત ઉપરાંત પરમાણુ સબમરીન ધરાવતાં બીજા દેશો છે – અમેરિકા, રશીયા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને ચીન.

3. સુખોઈ યુદ્ધ વિમાન (SU-30 MK I ) :

SU-30 MK I અથવા ‘ફ્લેન્કર-એચ’ એક ટ્વીન જેટ મલ્ટી-રોલ ઐર સુપીરીઓરીટી ફાઈટર જેટ છે. આ યુદ્ધ વિમાનને રશીયા ની સુખોઈ કંપનીએ વિકસાવ્યું અને હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ (HAL) નાં લાયસન્સ નીચે તેનું નિર્માણ થયું છે. વિશ્વનાં સોથી વધુ પાવરફુલ, એડવાન્સ અને શ્રેષ્ઠ યુદ્ધ વિમાનોમાંનું એક સુખોઈ યુદ્ધ દાવપેચમાં પાવરધું, ભારતીય હવામાન માટે સુયોગ્ય, ભારતીય, ફ્રેંચ અને ઈઝરાએલની વિમાની ટેકનોલોજી થી સુસજ્જ, યુદ્ધ જહાજ છે.

4. પૃથ્વી એર ડીફેન્સ (પી.એ.ડી.) અને એડવાન્સ એર ડીફેન્સ (એ.એ.ડી.) બેલીસ્ટીક મિસાઈલ ડીફેન્સ :

ભારતીય બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ કાર્યક્રમ નો મૂળ હેતુ બેલાસ્ટિક મિસાઈલ હુમલા સામે ભારતનું રક્ષણ કરવા નો છે. આ સિસ્ટમ પડોશી દેશ પાકિસ્તાનનાં બેલાસ્ટિક મિસાઈલ હુમલાનાં ખતરા સામે રક્ષણ કાજે, વિકસિત કરવામાં આવી છે.

પૃથ્વી એર ડીફેન્સ અથવા પી.એ.ડી. એક એન્ટી બેલિસ્ટિક મિસાઈલ છે જેની રચના ભારત તરફ આવતી બેલિસ્ટિક મિસાઈલોને પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશતાં પૂર્વેજ આંતરીને તેનો નાશ કરવા માટે કરાઈ છે. તેની ક્ષમતા 300 -2000 કિમી ક્લાસની બેલેસ્ટિક મિસાઈલને માક-5 ની ઝડપે આંતરવાની છે. સરળ શબ્દોમાં તેની મારક ક્ષમતા અવાજ કરતાં પાંચ ગણી ઝડપે દુશ્મન મિસાઈલને આંતરી તેનો વિનાશ કરે છે.
એડવાન્સ એર ડીફેન્સ અથવા એ.એ.ડી. એન્ટી બેલેસ્ટિક મિસાઈલની રચના આપણા પર હુમલો કરતી બેલેસ્ટિક મિસાઈલોને પૃથ્વીનાં વાતાવરણની અંદર આંતરી અને તેનો નાશ કરવા હેતુ કરવામાં આવી છે. તેની તેની મારક ક્ષમતા 15-150 કિમી ક્લાસની બેલેસ્ટિક મિસાઈલને માક-5 – અવાજ કરતાં પાંચ ગણી ઝડપે આંતરવાની છે.

5. અગ્નિ 5 :

અગ્નિ મિસાઇલોની શ્રેણીમાં અગ્નિ 5 ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા વિકસાવવામાં આવી છે. અગ્નિ 5 ભારતની સર્વપ્રથમ આંતરખંડીય મિસાઈલ છે. મિસાઈલની ચોક્કસ રેંજ બાબતે ગુપ્તતા જાળવવામાં આવી છે તેમ છતાં, તે 5,500 – 5,800 ની રેન્જમાં હોવાનું કહેવાય છે. અગ્નિ 5 સૌથી અદ્યતન સેટેલાઈટ માર્ગદર્શન સિસ્ટમ ધરાવે છે અને પરમાણુ શસ્ત્રોનું વહન કરી શકે છે.
ખાનગી વાત: તે અકલ્પનીય એવી મેક 24 ની ઝડપે પ્રવાસ કરે છે, એટલેકે અવાજની ગતિ કરતાં 24 ગણી ઝડપ.

6. બ્રહ્મોસ હાયપરસોનિક ક્રુઝ મિસાઈલ :

ત્રણ શબ્દોમાં બ્રહ્મોસ ભયંકર, જીવલેણ અને સર્વશ્રેષ્ઠ છે. વર્તમાન સમયમાં માનવજાતે વિકસાવેલી વિશ્વ ની સૌથી ઝડપી ક્રુઝ મિસાઈલ – ઝડપ મેક૩, અવાજની ગતિ કરતાં ૩ ગણી ઝડપ. તે વિશ્વની સૌથી અદ્યતન સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ હોવાની સાથે અત્યંત સચોટ અને ખૂબ જ જીવલેણ છે. બ્રાહ્મોસને જહાજ અને જમીન પરથી લોન્ચ કરી શકાય છે. તેની સબમરીન લોન્ચ આવૃત્તિ હાલમાં પરીક્ષણ તબક્કામાં છે.

7. MI-35 હિન્દ E / અકબર ::

MI-35 હિન્દ E વિવિધલક્ષી પ્રહારક હેલીકોપ્ટર છે, જે પ્રમાણમાં ઓછા સૈનિકો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ચોક્કસપણે હિન્દ E આપણા ઈતિહાસનું સૌથી સફળતમ હેલિકોપ્ટર છે, અને છેલ્લા ચાર દશકોમાં અનેક યુદ્ધોમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે.

8. પીનાકા :

પીનાકા ડીઆરડીઓ દ્વારા વિકસિત મલ્ટી બેરલ રોકેટ લોન્ચર છે. પીનાકા સીસ્ટમ માં માર્ક-I ની રેંજ 40 કિમી અને માર્ક-II માટે 65 કિ.મી. મહત્તમ મારક ક્ષમતા છે, 44 સેકન્ડમાં તે એક સાથે 12 હાઈ એક્સપ્લોઝીવ રોકેટ વરસાવી 3.9 કિમી નો લક્ષ્ય વિસ્તાર સંપૂર્ણતઃ નિષ્ક્રિય કરી શકે છે. પીનાકાનો દુશ્મન પ્રવૃત્તિઓ બેઅસર કરવા માટે કારગિલ યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

9. ટી -90 ભીષ્મ :

ટી -90 ભીષ્મ એક રશિયન બનાવટની ત્રીજી પેઢીની મુખ્ય યુદ્ધ ટેન્ક છે. તે 125 એમએમ 2A46 સ્મુથબોર મુખ્ય નાળચું, 1A45T અગ્નિશમન સિસ્ટમ, એક ઉચ્ચ કક્ષાના એન્જિન, અને થર્મલ ઇમેજિંગ વડે સજ્જ છે. આ બખ્તરગાડીનાં મુખ્ય રક્ષણાત્મક પગલાંમાં સ્ટીલ મિશ્રણ, સંયુક્ત બખ્તર, ધુમાડાનાં નિકાલની ખાસ વ્યવસ્થા, કોન્ટાકટ-5 વિસ્ફોટક પ્રતિક્રિયાશીલ બખ્તર, લેસર વોર્નીંગ રિસીવર, નાકીડકા છદ્માવરણ અને શ્તોરા ઇન્ફ્રારેડ ATGM જામિંગ સિસ્ટમ નો સમાવેશ થાય છે.

10. EL/W – 2090 :

EL/W-2090 એરબોર્ન EL / ડબલ્યુ-2090 એક એરબોર્ન અરલી વોર્નીંગ સિસ્ટમ છે. તે વિશ્વમાં સૌથી અદ્યતન AEW એન્ડ સી (એરબોર્ન અર્લી વોર્નિંગ ઍન્ડ કંટ્રોલ) સિસ્ટમ છે. EL / ડબલ્યુ-2090નો પ્રાથમિક ઉદ્દેશ, વાયુ યુદ્ધ ક્ષેત્રે શ્રેષ્ઠતા પૂરી પાડવા, સર્વેલન્સ હાથ ધરવા અને દુશ્મન વિશે છુપી માહિતી પાડવાનો છે. તેમાં એક સક્રિય ઇલેક્ટ્રોનિક સ્કેન એરે છે જે રેન્ડમ ફ્રીક્વન્સીઝનાં સમૂહ પર કાર્ય કરે છે આ કારણોસર દુશ્મન માટે તેને ટ્રેક કરવું કે તેના સિગ્નલ જામ કરવા મુશ્કેલ છે.
ગુરુગોવિંદ લખે છે.

“ચુંકાર અજ હમા હિલતે દર ગુજશત, હલાલે અસ્ત બુરદન બ સમશીર એ દસ્ત.”

અર્થાત જયારે સત્ય અને ન્યાયની રક્ષા માટેના અન્ય સર્વ સાધન વિફળ થઇ જાય તો તલવારને ધારણ કરવી સર્વથા ઉચિત છે.

જય હિન્દ, જય હિન્દ કી સેના.

લેખક : Petty Officer Manan Bhatt, Indian Navy, Veteran

આપ સૌ આ પોસ્ટ ને ઇન્ડીયન આર્મી ના માન માં અચૂક શેર કરજો !!!

ટીપ્પણી