ટુથપેસ્ટ કરશે તમારા ખીલની સમસ્યાનું સમાધાન, પણ કઈ ટુથપેસ્ટ રહેશે સૌથી બેસ્ટ…

શું તમે જાણો છો કે ટુથપેસ્ટ એ ફ્જ્ત દાંત ચમકાવવાના જ કામમાં નથી આવતી પણ તેના બીજા ઘણા ફાયદા છે બીજા એવા કામ છે જેમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. ટુથપેસ્ટથી તમે તમારી સ્કીનમાં નિખાર લાવી શકો છો. તમારા ચહેરા પર રહેલ ડાઘ અને ધબ્બા પણ દૂર કરી શકો છો. આ બધી વાત તમે કોઈને કોઈ આર્ટીકલ કે વિડીયોમાં જોઈ હશે પણ કેવી ટુથપેસ્ટનો ઉપયોગ શેના માટે કરવો એ તમે જાણો છો? ક્યારેક કોઈ ખોટો ઉપાય તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે.

જો તમે ચહેરા પર ખીલથી પરેશાન હોવ તો ટુથપેસ્ટની મદદથી તમને આમાં રાહત મળશે. ટુથપેસ્ટ લગાવવાથી તમારા ચહેરા પર રહેલ ખીલ સુકાઈ જશે. જો તમે જલ્દીથી જલદી ખીલ મટાડવા માંગો છો તો ટુથપેસ્ટ લગાવો. આના માટે તમારે ટુથપેસ્ટને થોડી લેવાની અને ખીલ પર લગાવવાની રહેશે. ખીલ પર લગાવવા માટે હંમેશા વાઈટ ટુથપેસ્ટ જેવી કે કોલગેટનો ઉપયોગ કરવો.

તમને અમે આગળ જણાવ્યું કે ટુથપેસ્ટથી ફાયદા તો ઘણા છે પણ ક્યારે કેવી ટુથપેસ્ટ લગાવવી જોઈએ એ તમને ખબર હોવી જોઈએ. સ્કીન પર જયારે પણ તમે કોઈ કારણસર ટુથપેસ્ટ લગાવો તો હંમેશા આ વાત ધ્યાનમાં રાખજો. પેસ્ટ હંમેશા સફેદ જ લેવી. ખાસ કરીને જો તમે ઘરમાં જેલ વાળી ટુથપેસ્ટ વાપરો છો તો તે તમારે ક્યારેય ખીલ પર કે કોઈપણ ઘાવ પર લગાવી જોઈએ નહિ.

જેલ વાળી ટુથપેસ્ટ તમારા ચહેરા પરના ખીલ મટાડવાને બદલે વધારે નુકશાન પહોચાડી શકે છે. એટલે ભૂલથી પણ ચહેરા પર ક્યારેય ક્લોઝઅપ વાપરવી નહિ. આમાં જેલ હોય છે જે તમારા ચહેરાની ચામડીને નુકશાન પહોચાડી શકે છે. ચહેરાના ખીલ માટે સૌથી બેસ્ટ પેસ્ટ કોલગેટ જ છે. આમાં જેલ હોતી નથી એટલા માતા.

તમારા એવા મિત્રોને ટેગ જરૂર કરજો જેમને આનાથી મદદ મળી રહે.