હોટલ સ્ટાઇલ ટામેટાનું સૂપ – ઘણા પ્રયત્ન કરવા છતાં પણ બહાર જેવું સૂપ નથી બનતું અપનાવો આ રેસિપી…

આજે આપણે ટામેટાનું હોટલ સ્ટાઇલ સૂપ બનાવીશું.આ સૂપ નાના મોટા દરેક ને પસંદ આવશે. અને એકદમ ઈઝી રેસીપી છે.તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી (પરફેક્ટ માપ માટે એકવાર વિડિઓ જરૂર જુઓ)

  • ડુંગળી
  • ટામેટા
  • લસણ
  • ગાજર
  • મરી પાવડર
  • મીઠું
  • જીરું
  • બટર
  • બ્રેડ
  • મલાઈ

રીત-

1- સૌથી પહેલાં કડાઈ લઈશું. તેમાં એક ચમચી જેટલું બટર નાખીશું. હવે બટર ગરમ થઇ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખી શું. હવે તેમા એક મિડીયમ સાઈઝ ની ડુંગળી કટ કરીને નાખીશું.

2- હવે ૪ કળી લસણ એડ કરીશું. જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય. તેની જગ્યાએ તમે ગાજર અને બટાકા ના ટુકડા કરી.અને સાંતળી લેવાનું. તેનો ટેસ્ટ પણ સારો લાગશે. અને તમારું સૂપ એકદમ ઘટ્ટ થશે.

3- હવે આપણી ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. હવે તેમાં ૧ નાનો ટુકડો ગાજર નાખીશું. હવે ત્રણ મોટી સાઈઝના ટામેટા લઈશું. હવે તેને રફલી ચોપ કરી ને ઉમેરી દઈશું.

4- આપણે સૂપ બનાવવા માટે ટામેટા લાલ જ પસંદ કરવાના. જેથી કલર નાખવાની જરૂર ના પડે. ટામેટા થોડા માવાવાળા અને લાલ જ પસંદ કરવાના. જેથી સૂપ નો કલર સરસ આવશે.હવે તેને હલાવી લઈશું.

5- હવે ટામેટા જલ્દી ચડી જાય તેના માટે થોડું મીઠું નાખીશું. મીઠું નાખવાથી ટામેટા જલ્દી કુક થઈ જશે. હવે તેમાં એક ગ્લાસ પાણી નાખીશું.હવે પાચ થી સાત મીનીટ ઢાંકીને રહેવા દઇશું.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ટામેટા સોફ્ટ થઈ જવા આવ્યા છે.હવે તેને થોડું મેસ કરી લઈશું. આવી રીતે મેસ કરવાથી છાલ અને માવો તે સરસ ઓગળી જશે. આપણે ગાજર નાખ્યા છે તે પણ સરસ ઓગળી જશે.

7- હવે ગેસ બંધ કરી દઈશું. હવે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું તો તેના બીયા અને બધું પીસાય જશે. તો તેનો ટેસ્ટ સારો નહીં લાગે. હવે આપણે પહેલા તેને ગાળી લઈશું.

8- હવે તેને ચમચીથી દબાવી દબાવીને ગાળી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો સુપ એકદમ સરસ બનવાનો છે.હવે આપણે ગરમ કરવા મુકીશું. હવે તેમાં એક નાની ચમચી મરી પાવડર નાખી શું.

9- હવે આપણો સૂપ ઉકળવા લાગ્યો છે. આ સ્ટેજ પર મીઠું અને ખટાસ ને ટેસ્ટ કરી લેવાનું.જેથી કંઇક ઓછું લાગે તો નાખી શકો છો. જો ખટાસ લાગે તો અડધી ચમચી ખાંડ ઉમેરી દેવાની. હવે એક ચમચી આરા નો લોટ લઈશું. તેને પાણીમાં ઓગળી લેવાનો છે.

10- હવે ઉકળતા સૂપમાં એડ કરતા જવાનું છે અને હલાવતા જવાનું છે. જેથી આપણો સૂપ એકદમ ઘટ્ટ થશે.અને તેનો કલર પણ સારો આવશે. હવે આપણો સૂપ તૈયાર થઈ ગયો છે. હવે ખાવા માટેની બ્રેડ રોસ્ટ કરીશું.

11- હવે એક પેન પર એક ચમચી બટર મુકીશું. તેને ધીમા તાપે ફ્રાય કરી લઈશું. તેને ફેરવી ફેરવીને કડક કરી લેવાના છે. આવી જ રીતે શેકી ને બ્રેડ અંદર નાખીને ખાશો તો એકદમ ટેસ્ટી લાગે છે. હવે આપણે ગાર્નીશિંગ માટે મલાઈ એડ કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને હેલ્દી ઘરે જ બનાવેલું ટામેટા નુ સુપ પીવામાં એકદમ ટેસ્ટી છે શરીર માટે પણ સરસ છે તો તમે પણ આ રીતે ઘરે બનાવજો તમારા બાળકોને પીવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.