સ્ટફ્ડ ટોમેટોઝ – ભરેલા શાક જેવો જ ટેસ્ટ છે ટ્રાય કરો

સ્ટફ્ડ ટોમેટોઝ

ભરેલા શાક એટલે આપણા ગુજરાતીઓના ફેવરિટ, અમુક લોકોના રસોડેતો રોજ અલગ અલગ સ્ટાઇલનું એક ભરેલું શાક તો બનેજ, તમે લોકો પણ અલગ અલગ જાતના ભરેલા શાક બનાવતાજ હશો પણ શું ટમેટાનું ભરેલું શાક બનાવો છો? આજ હું તમને તે જ શીખવવાની છું તો રાહ કોની જોવાની ચાલો બનાવીએ,

અહિં મે છ વ્યક્તિ માટેની સામગ્રી લીધી છે.

સામગ્રી:

• ૬/૭ કડક વિદેશી ટમેટા,
• ૪ બાફેલા બટેટા,
• ૪ ડુંગરી,
• ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ,
• થોડીક ઝીણી સમારેલી કોથમીર,
• લાલ મરચું,
• મીઠું,
• હળદર,
• ગરમ મસાલો,
• રાઇ-જીરુ,
• હિંગ,
• તેલ,
• ગાર્નિશીંગ માટે થોડું પનીર અથવા ચીઝ,

રીત:

૧ ટમેટા આખા રાખીને વચ્ચેનો પલ્પ અલગ બાઉલમાં કાઢી લેવો.

૨ બધા ટમેટા સ્ટફીંગ ભરી શકીએ તેમ રેડી કરી લેવા.

 

૩ એક મિક્ષર ઝારમાં બધા ટમેટાનો પલ્પ અને ડુંગરી લઇ તેની ગ્રેવી કરી લેવી.

૪ બાફેલ‍ા બટેટાનો માવો કરીને તેમા આદુ-લસણની પેસ્ટ,થોડુંક મીઠું,મરચું,ગરમ મસાલો અને કોથમીર નાખીને મસાલો તૈયાર કરવો.

૫ બધા ટમેટા મસાલાથી સ્ટફ કરી લેવા. થોડોક મસાલો અલગ રાખવો.

૬ એક કડાઇમાં રાઇ-જીરુ અને હિંગનો વઘાર કરીને રેડી કરેલી ગ્રેવી એડ કરવી.

 

૭ ગ્રેવી થોડી ઉકળે એટલે મીઠું,મરચું,હળદર અને ગરમ મસાલો એડ કરવા.

૮ બધા મસાલા મિક્ષ થાય એટલે તેમા સ્ટફીંગનો વધેલો મસાલો એડ કરીને મિક્ષ કરવો.

૯ લાસ્ટમા સ્ટફ કરેલા ટમેટા એડ કરીને ઢાંકીને દસેક મિનિટ ચડવા દેવા.

લ્યો તૈયાર છે આપણા સ્ટફ્ડ ટોમેટોઝ ઉપરથી કોથમીર અને છીણેલા પનીર અથવા ચીઝથી ગાર્નિશ કરીને રોટલી પરોઠા અથવા નાન સાથે ગરમા ગરમ પીરસો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી