“ટોમેટો સ્પ્રિંગ ઓનિયન પુલાવ” – હવે આજે શીખો આ નવીન વેરાયટીનો પુલાવ..

“ટોમેટો સ્પ્રિંગ ઓનિયન પુલાવ”

સામગ્રી:

૧ બાઉલ રાંધેલ ભાત,
૨-૩ બાફેલા ટમેટા,
૧ ચમચી જીરું,
૧ સુકું લાલ મરચું,
૧ કપ લીલી ડુંગળી,
૧ ચમચી પુલાવ મસાલો,
૨ ચમચી ધાણાજીરું,
૧/૨ ચમચી લાલ મરચું,
૧/૨ ચમચી હળદર,
ચપટી હિંગ,
૧ ચમચી બટર+તેલ,
મીઠું,

રીત:

– સૌ પ્રથમ ટમેટાને અને સુકા લાલ મરચાને પીસી પેસ્ટ બનાવી.
– હવે એક પેન લઇ તેમાં તેલ, બટર ઉમેરી જીરું ઉમેરવું.
– પછી તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરી હલાવી તેમાં લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજીરું અને પુલાવ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરવું.
– હવે તેમાં લીલી ડુંગળી ઉમેરી હલાવવું.
– – પછી રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્ષ કરી થોડીવાર કુક કરવું.
– લીલી ડુંગળી વડે ગાર્નીશ કરી સર્વ કરવું.
– તો તૈયાર છે ટોમેટો સ્પ્રિંગ ઓનીઓન પુલાવ.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડીયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી