બજાર જેવો ટોમેટો સોસ ઘરે જ બનાવો….આખું વેકેશન સેન્ડવીચ, પીઝા જેવી ચટપટી વાનગીમાં ઉપયોગી થશે……

ટમેટો સોસ

હેલો મિત્રો આજે હું લઇ ને આવી ચુ એક એવી રેચીપી જે દરેક ના ઘર માં હોય જ છે. ટમેટો સોસ જેને આપણે પકોડા હોય ક કચોરી બધા જ જોડે ખુબ જ સરસ લાગે છે. તેમજ ક્યારેય કઈ નવું બનાવ્યું હોય અને ચટણી બનાવવાનો સમય ના હોય તો પણ આ સોસ બધા જ જોડે ખુબ જ સરસ લાગે છે.

તેમજ આ સોસ ને ખુબ જ લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે.

આ સોસ માં બહાર મળતા સોસ ની જેમ વિનેગર જેવું કઈ પણ ઉમેરવામાં આવ્યું નથી એટલે સ્વાસ્થ્ય માટે. કોઈ પણ હાનીકારક વસ્તુ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

આ સોસ ને એક બરની માં ભરી ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે.

સામગ્રી:

  • ૫૦૦ ગ્રામ ટમેટા,
  • ૨ ચમચી ખાંડ,
  • ૧/૨ ચમચી નમક,
  • ૧/૨ ચમચી ગરમ મસાલો,
  • ૧/૨ સુંઠ નો પાઉડર,
  • ચપટી સંચર.

રીત:

સૌપ્રથમ ટમેટો સોસ બનાવવા માટે આપણે લઈશું. ટમેટા. સોસ માટે આખા પાકેલા ટામેટા નો જ ઉપયોગ કરીશું. ત્યાર બાદ લઈશું ખાંડ. જે ટમેટા ની ખટાસ ને બેલેન્સ કરશે. ત્યાર બાદ સોસ ને વધારે સ્વાદીસ્ટ બનાવવા માટે લઈશું મસાલાઓ જેમાં નમક, સંચર, ગરમ મસાલો અને સુંઠ નો પાઉડર.ત્યાર બાદ આપણે ટામેટા ને બાફવા માટે. આપણે ટામેટા ના ટુકડા કરી લઈશું. ટામેટા ને નાના નાના ૪ થી ૬ કટકા થાય એમ કરી લેવા. જેથી તે ખુબ જ જલ્દીથી થઈ જશે.ત્યાર બાદ એક પેન ગરમ કરી ટમેટા ને ધીમી આંચ ઉપર થોડો સમય સુધી પાકવા દેવું.ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેને કુકર માં કે કોઈ પેન માં ઢાંકણ ઢાકી ટામેટા બફાઈ જાય ત્યાં સુધી તેને થવાદો. પાણી જેટલું વધારે ઉમેર્યું હશે

ટામેટા બફાઈ ગયા તેમ જોવું હોય તો તેની છાલ ટામેટા થી અલગ થઈ જાય એટલે સમજી લેવું કે ટામેટા બફાઈ ગયા. ત્યાર બાદ ટમેટા ની છાલ કાઢી તેને ક્રસ કરી શકાય છે.હવે બ્લેન્ડર વડે ટામેટા ને ક્રસ કરી લઈશું. છાલ ના કાઢી હોય તો પણ ક્રસ કરવામાં ચાલે.ત્યાર બાદ આપણી પાસે એક ખુબ જ સરસ ક્રસ કરેલા ટામેટા તૈયાર થઇ જશે.હવે તેને મોટી ગરણી વડે ગારી લઈશું. જેથી તેમાં કઈ પણ ટામેટા ની છાલ કે બીજ ના રહે.હવે એક પેન ગરમ કરી તેમાં ટામેટા ને ગાળી લીધા બાદ તેને એકદમ ઉકળવા દેવું. જેથી તે ઘટ્ટ થઇ જાય અને તેમાં રહેલું પાણી બળી જાય. ઉકળી ગયા બાદ તેમાં મસાલા ઉમેરીશું. નમક, ગરમ મસાલો, સુંઠ નો પાઉડર, સંચર અને ખાંડ.બધા જ મસાલાઓ મિક્ષ થઈ જાય અને ખાંડ પણ ઓગળી જાય એટલે આપણો સોસ તૈયાર થઇ જશે. ત્યાર બાદ તે ઠંડો થઈજાય એટલે તેને બોટલ માં ભરી સ્ટોર કરી શકાય છે.

નોંધ:

ટમેટો સોસ ને પ્રોપર ઉકળવા દેવો જેથી તે બગડશે નહિ.

ટમેટા ખાટા-મીઠા હોય અને ખાંડ ની જરૂર ના લાગે તો ના ઉમેરવા.

ટમેટા વધારે ખાટા હોય તો ખાંડ વધારે પ્રમાણ માં ઉમેરી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી