કાચી કેરી,ગુંદા, ગાજર,ખારેક આ બધા અથાણાં તો સૌ કોઈ બનાવતા જ હશે, હવે બનાવો ટામેટાનું ટેસ્ટી અથાણું…..

ટોમેટો અથાણું(Tomato pickle)

કાચી કેરી,ગુંદા, ગાજર,ખારેક આ બધા અથાણાં તો સૌ કોઈ બનાવતા જ હશે પણ ટામેટા નું અથાણું કોઈક જ બનાવે તો આવો આજે શીખીએ ટામેટા નું અથાણું

ટામેટા માંથી આપણે સૂપ,શાક અથવા દાળ શાક બનાવીએ એમાં તો એડ કરતા જ હોઈ પણ અથાણું તમે ક્યારેય નહીં બનાવ્યું હોઈ તો હવે બનાવો.

સામગ્રી : 

 • 5 થી 6 નંગ લાલ ટામેટા,
 • 4 ટી સ્પૂન તેલ,
 • 1 ચમચી રાઈ ના કુરિયા,
 • 1 ચમચી મેથી ના કુરિયા,
 • 1 ચમચી લાલ મરચું પાવડર,
 • 1/2 ચમચી હળદર,
 • મીઠું સ્વાદ અનુસાર,
 • 1/2 ચમચી ગોળ,
 • 4 ચમચી આમલી નો પલ્પ.

વઘાર માટે

 • 3 ટી સ્પૂન તેલ,
 • 1 ચમચી રાય,
 • 2 સૂકા લાલ મરચું,
 • 2 થી 3 ચમચી લસણ સમારેલ.

બનાવાની રીત

સૌ પ્રથમ એક પેન માં 2 ટી સ્પૂન તેલ મુકો તેમાં ઝીણા સમારેલ ટામેટા ઉમેરો હલાવી 10 મિનિટ ઢાંકી રાખો.હવે હલાવી તેમાં આમલી નો પલ્પ ઉમેરી પછી10 મિનિટ ઢાંકી રાખો.હવે તેલ છૂટું પાડવા લાગશે એટલે મેથી ના કુરિયા,રાઇ ના કુરિયા,લાલ મરચું પાવડર,મીઠું અને હળદર ઉમેરી હલાવો.હવે વધારીયા માં 2 ટી સ્પૂન તેલ મૂકી તેમાં રાઈ,લસણ,લીમડો,લાલ સૂકા મરચાં નાખી વધાર બનાવેલી ટામેટા ની પેસ્ટ પર રેડી દો.હવે 2 થી 5 મિનિટ ગેસ પર રાખી. થેપલા કે પરાઠા સાથે સર્વ કરો.તો તૈયાર છે ટામેટા નું અથાણું

જો તમારા શરીરમાં લોહીની ઉપણ છે અને ચહેરો ફીક્કો પડી ગયો છે તો તમે શક્ય તેટલા વધુ ટામેટા ખાઓ. આનાથી તમારું લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઉઠશે. તેમાં લોહતત્વની માત્રા દૂધની સરખામણીએ બેગણી અને ઈંડાની તુલનાએ પાંચગણી હોય છે. વિટામિન એ, બી, સી સિવાય તેમાં પોટાશ તેમજ તાંબુ હોય છે. લોહતત્વની દ્રષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઉપણ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલુ બનાવે છે.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.