ટોક્યો ઓલમ્પિક્સથી ભારતની પીવી સિંધુએ વધાર્યું ગૌરવ, મેડલથી બસ એક જીત દૂર

મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે સતત બીજી ઓલિમ્પિકમાં અંતિમ-4માં સ્થાન બનાવ્યું છે. સિંધુએ જાપાનની અકાને યામાગુચીને સીધી ગેમમાં 21-13, 22-20થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પીવી સિંધુએ 2016 રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જો તે હજી એક મેચ જીતે તો તેનું મેડલ કન્ફર્મ થઈ જશે. જો આમ થશે તો બેડમિંટનમાં બે મેડલ જીતનાર ભારતની પ્રથમ ખેલાડી બનશે.

image soucre

મેચનો પહેલો અંક યજમાન ખેલાડી અકાને યામાગુચીને ગયો હતો. આ પછી સ્કોર 2-2ની બરાબરી પર હતો. ત્યારબાદ યામાગુચીએ 4-2ની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ સ્કોર યામાગુચીની તરફેણમાં 5-3, 6-4, 6-5 પર થયો હતો. સિંધુને પ્રથમ વખતમાં 7-6ની લીડ મળી હતી. આ પછી તેણે યામાગુચીને એક પણ તક આપી ન હતી. આ પછી સિંધુ 8-6, 8-7, 9-7, 10-7, 11-7થી આગળ હતી. ત્યારબાદ 17-11, 18-11, 18-12, 18-13, 19-13, 20-13ની લીડ સિંધુની તરફેણમાં રહી હતી. અંતે સિંધુએ 23 મિનિટમાં આ ગેમ 21-13થી જીતી લીધી હતી.

image socure

પીવી સિંધુએ બીજી ગેમમાં સારી શરૂઆત કરી હતી. એક તબક્કે તે 10-5 અને 15-11ની લીડ સાથે જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ આ પછી અકાને યામાગુચીએ વાપસી કરી 15-15ના સ્કોરને બરાબરી કરી દીધો હતો. આ પછી સ્કોર 18-18 પર બરાબરી પર હતો. ત્યારબાદ યામાગુચી 20-18ની લીડ મેળવીને રમત જીતવાની નજીક હતી. પરંતુ આ પછી ભારતીય ખેલાડી પીવી સિંધુએ સળંગ 4 પોઈન્ટ મેળવ્યા અને મેચ જીતીને ગેમ 22-20થી જીતી લીધી હતી. આ ગેમ 33 મિનિટ સુધી ચાલી હતી. જ્યારે આખી મેચ 56 મિનિટ સુધી ચાલી હતી.

પીવી સિંધુ 31 જુલાઈ અને શનિવારે સેમીફાઈનલમાં તાઈ જૂ યિંગ અથવા રત્નાચોક ઈંતાનોન સામે ટકરાશે. આ ઇવેન્ટની ચોથી ક્વાર્ટર ફાઇનલ તાઇવાનની તાઈ જૂ અને થાઇલેન્ડની ઈંતાનોન વચ્ચે યોજાવાની છે. આ મેચ જીતનાર ખેલાડી જ પીવી સિંધુ સાથે ટકરાશે. મહિલા સિંગલ્સના બીજા સેમિફાઇનલમાં ચીનના બે ખેલાડીઓ ચેન યુફેઈ અને હી બિંગઝાઓ વચ્ચે મેચ થશે. હી બિંગજાઓએ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ચેન યુફેઈએ કોરિયાના એન સે યંગને હરાવ્યો છે.

image soucre

ઓલિમ્પિકમાં વ્યક્તિગત રમતોની વાત કરીએ તો માત્ર સુશીલ કુમારે ભારતીય ખેલાડી તરીકે બે મેડલ જીતી શક્યો છે. રેસલર સુશીલે 2008 બેઇજિંગ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પછી તેણે 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. 1900માં ભારત તરફથી એથલેટિક્સમાં નોર્મન પ્રિચાર્ડે બે સિલ્વર મેડલ જીત્યા હતા. જો કે તે મૂળ તો બ્રિટનના હતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong