01.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧/૬/૨૦૨૦ આજનું રાશિ ભવિષ્ય

૧. મેષ રાશિનું ભવિષ્ય

વિદ્યાર્થીવર્ગ :- વિદ્યાર્થી મિત્રો આજે આપ સૌ પોતાનો અભ્યાસ ને વિહંગાલોકન(વિચારીને) કરે આગળના અભ્યાસમાં મૂલ્યાંકન કરશો.

સ્ત્રીવર્ગ :- આજે આપના જીવનમાં તે મારી મનગમતા પાત્ર સાથે સમય આનંદમાં વ્યતીત થાય. પ્રેમીઓ માટે અનુકુળ સમય.

નોકરિયાત વર્ગ : નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં રજા હોવાથી આરામ, સાથે પોતાના કાર્યનો આગળનું નિર્દેશન વિચારી શકો છો.

લગ્ન ઈચ્છુક :લગ્ન ઈચ્છુક માટે આજે મુલાકાત તેમજ વેવિશાળ- લગ્ન માટે આગળ વાત ચાલી શકે છે.

રૂપિયાની લેવડદેવડ :-રૂપિયાનીન લેવડદેવડમાં મિલકતમાં સારા સમાચાર મળે. રોકાણ કરી શકો.

પરિવાર નું વાતાવરણ:-પરિવારમાં વાતાવરણ સારું રહે. દૂરના મિત્રોને મળવાનું થાય‌

મુસાફરી યોગ:- વિદેશગમન માટે ચર્ચા વિચારણા થઇ શકે.

ગુલાબી રંગ અને અંક ૪ આપના માટે શુભ છે.

૨. વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- વિદ્યાર્થીઓ અને આગળના અભ્યાસમાં આયોજન સારી રીતે કરી શકો.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં એક રાગીતામળે અને ફરવા જવાનું આયોજન થઇ શકે અને ગમતા પાત્ર સાથે મિલન-મુલાકાત થાય. સાંભળીને બોલચાલ કરવી.

નોકરિયાત વર્ગ:- આપના માટે આજે અચાનક વિશેષ જવાબદારી આવી શકે છે. ધંધાર્થી માટે ટ્રાવેલ્સ ના ધંધા માટે સારા આવકના ચાન્સ મળે છે

લગ્ન ઈચ્છુક:- લગ્ન ઈચ્છુક માટે રાહ જોવાનો સમય છે.

આર્થિક આવક:- આર્થિક આવક મધ્યમ રહેશે શેર સટ્ટામાં રોકાણ સંભાળીને કરવું.

પારિવારિક વાતાવરણ : વાતાવરણમાં બોલચાલ વાતચીતમાં ધ્યાન રાખવું હિતાવહ છે.

મુસાફરી યોગ:- આપ આજે મનગમતા સ્થળે ફરવા જઈ શકો છો. સફેદ રંગ અને અંક ૭ આપના માટે શુભ રહે છે.

૩. મિથુન રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:- આપણે ભણવામાં સારી આવડત મેળવી શકો છો. વધારે પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં સમાધાન યુક્ત વલણ રાખવું.

નોકરિયાત વર્ગ:- નોકરિયાત તેમજ ધંધાર્થી વર્ગે આર્થિક ખર્ચ માં ધ્યાન આપવું ફાયદાકારક રહેશે.

લગ્ન ઈચ્છુક:- મનગમતા પાત્ર સાથે ફરવા જવાના યોગ બની શકે છે.

આર્થિક આવક:-આર્થિક વર્ગના લોકોએ આર્થિક વ્યવહાર સંભાળીને કરવા ઉછીના આપેલાં નાણાં જલ્દી પરત ન થાય.

પારિવારિક વાતાવરણ:- પરિવારના સહુ સભ્યો અથવા મહેમાન આપને ત્યાં પધારવા ના યોગ બની શકે છે.

મુસાફરી યોગ:- મુસાફરી આપને માટે કષ્ટદાયક બની શકે છે. પોપટી રંગ અને અંક ૮ આપના માટે શુભ છે.

૪. કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- વિદ્યાર્થી મિત્રોએ ફરવામાં ધ્યાન રાખવું. ખોટી મુસાફરી તમારા આરોગ્ય માટે નુકસાનકારક થઇ શકે છે.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં જતું રાખવાની ભાવના સાથે આગળ વધવું.

નોકરિયાત વર્ગ:- તમે કાર્ય બોજ હેઠળ દબાઇ શકો છો તેવી સંભાવના છે. ધંધાર્થીઓએ ધ્યાન રાખીને કામ કરવાનું રહેશે

લગ્ન ઈચ્છુક અને પ્રેમી-પ્રેમિકા:- રંગીન મિજાજના વ્યક્તિઓએ બને ત્યાં સુધી ટાળવું.લગ્ન ઈચ્છુક માટે રાહ જોવાનો સમય છે.

આર્થિક આવક :-આવક સારી મળે તેવી સંભાવના છે.

પારિવારિક વાતાવરણ:- એકંદરે ઘણું સારું રહી શકે છે. પરિવારના સભ્યો તમારી પાસે અપેક્ષા રાખશે.

મુસાફરી યોગ:- આપને આજે મુસાફરીનો યોગ નથી.

લાલ રંગ અને અંક-2 આપના માટે શુભ છે.

૫. સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- વિદ્યાર્થીઓએ ફરવા કરતા અભ્યાસમાં ધ્યાન આપવું વધુ હિતાવહ છે. મિત્રોથી સંભાળવું.

સ્ત્રીવર્ગ:- બહેનોએ દાંપત્યજીવનમાં મનમોટાવ ટાળવો.

નોકરિયાત વર્ગ:- આપને પ્રગતિ અથવા બઢતી ના સમાચાર મળી શકે છે. ધંધાર્થીને આર્થિક ઉપાર્જન મળી શકે છે.

લગ્ન ઈચ્છુક:- વ્યક્તિઓએ પોતાના કાર્યક્ષેત્રમાં વિચાર કરી આગળ વધવું. મન ગમતા પાત્ર સાથે ફરવામાં ધ્યાન રાખવું.

આર્થિક આવક:- કાયદાકીય અને દલાલીના કાર્ય સાથે સંકળાયેલા લોકોને સારી આવક મળી શકે તેવા યોગ છે.

પારિવારિક:- પારિવારિક મત-મતાંતર વધી શકે છે‌ સંભાળીને ચાલવું હિતાવહ છે.

મુસાફરી યોગ:- મોટો મુસાફરી યોગ બનતો નથી.

ભૂરો રંગ અને અંક ૩ આપ માટે શુભ રહેશે.

૬. કન્યા રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:- વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવું. અભ્યાસમાં થોડી તકલીફ આવી શકે છે.

સ્ત્રીવર્ગ :-બહેનોએ પોતાના સંતાન પર વિશેષ ધ્યાન આપવું શુભ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી કરતી વખતે વ્યક્તિ એ સખત મહેનત કરવી પડે. ધંધાર્થીઓને થોડીક ગફલત નુકસાન આપી શકે.

લગ્ન ઈચ્છુક:- લગ્ન માટેની વાતચીત આવી શકે છે. યુવક-યુવતીઓએ પોતાના મિત્રો સાથે પ્રવાસ થઇ શકે છે.

આર્થિક આવક:- આર્થિક વ્યવહારો ભાગ્ય યોગે સારા રહી શકે છે.

પારિવારિક વાતાવરણ:- સુમેળભર્યું રહી શકે છે.

મુસાફરી યોગ:- કામ ધંધાર્થે અથવા નોકરી અર્થે મુસાફરી થઈ શકે છે.

લીલો રંગ અને અંક પાંચ આપના માટે શુભ છે.

૭. તુલા રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:- વિદ્યાર્થીઓ અભ્યાસમાં બેકાળજી ન રહેવું કરવામાં ધ્યાન ન આપો.

સ્ત્રીવર્ગ:- આજે રોમેન્ટિક મૂડમાં રહી શકે છે.

નોકરિયાત વર્ગ:- નોકરી અને ધંધાર્થી લોકોએ આર્થિક વ્યવહાર સારા રહી શકે છે. અને ભૂમિ અંગે કાર્ય સારા થઈ શકે છે.

લગ્ન ઈચ્છુક:-આ વ્યક્તિઓ આપના લગ્ન યોગ પ્રબળ બનતા હોય વાત બની શકે છે.

આર્થિક :- ભૂમિ સંબંધિત યોગ, મિત્ર પાસેથી નાણાં મળી શકે છે.

પારિવારિક વાતાવરણ:- આજે સુમેળભર્યું રહી શકે છે.

લાલ રંગ અને અંક ૩ આપના માટે શુભ રહે છે.

૮. વૃશ્ચિક રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:- વિદ્યાર્થીમિત્રો અભ્યાસમાં સખત મહેનત કરવી હિતાવહ રહે છે.

સ્ત્રીવર્ગ:- બહેનોએ દાંપત્યજીવનમાં રંગીન મિજાજ જાળવી શકે છે. પોતાની ગણતરીમાં ઉણપ રહી શકે છે. બોલવામાં ધ્યાન રાખવું.

નોકરિયાત વર્ગ:- આજે નોકરી કરતી વ્યક્તિઓએ સહકર્મચારી સાથે બહાર જવાના યોગ બની શકે છે તેમ જ મુસાફર યોગ બની શકે છે.

લગ્ન ઈચ્છુક:-આ વ્યક્તિઓએ પોતાના વિચારો વ્યક્ત કરી પાત્રની પસંદગી કરવી.

આર્થિક લેવડ દેવડ:- આજના મળતાં નાણાંથી આપને સંતોષ નહીં થાય.

પારિવારિક વાતાવરણ:-આજે થોડો મત-મતાંતર ભર્યું રહેવા ની સંભાવના છે.

મુસાફરી યોગ:- કામ ધંધાર્થે મુસાફર યોગ બની શકે છે.

સફેદ રંગ અને અંક-2 આપના માટે શુભ છે.

૯. ધન રાશી

વિદ્યાર્થીવર્ગ:- વિદ્યાર્થી સહિત બધા જ જાતક માનસિક અવઢવમાં રહી શકે છે.

પારિવારિક વાતાવરણ:-થોડું ખરાબ રહેશે તેમજ બોલવામાં ધ્યાન રાખવું.

સ્ત્રીવર્ગ:-બહેનોએ પોતાનું આત્મવિશ્વાસ જાળવી ને કાર્ય કરવું.

નોકરિયાત વર્ગ:- ઓફિસ નો કાર્યભાર વધારે સંભાળવો પડે છે વ્યવસાયમાં તકલીફ સાથે સારા યોગ બની શકે છે. આર્થિક ગણતરી પૂર્વક કાર્ય કરવું મિત્રો સાથે બહાર ફરવાનો યોગ બની શકે છે.

લગ્ન ઈચ્છુક:-આ જાતકોનું આજે મિલન થઇ શકે છે મન ગમતા પાત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

રંગ ગુલાબી અને અંક ૭ આપના માટે શુભ રહેશે.

૧૦. મકર રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:- વિદ્યાર્થી મિત્રોએ આળસમાં ન રહેવું આપની આવડત જ આપ આળસ ના રહી બગાડી શકો છો.

સ્ત્રીવર્ગ:- દાંપત્ય જીવનમાં સુમેળ ભર્યું વાતાવરણ અને યુવક-યુવતીઓ મન ગમતા પાત્ર સાથે ફરવા મશગૂલરહી શકે છે

નોકરિયાત વર્ગ:- નોકરી કરતી વ્યક્તિઓએ પોતાના સંતાનની કાળજી લેવી જરૂરી બની રહે છે. વ્યવસાયમાં સંતાન થકી ફાયદો રહી શકે છે.

લગ્ન ઈચ્છુક:-તમારે પોતાના પરિવારને સંમતિથી આગળ વધવું શુભ રહી શકે છે.

પૈસાની લેવડદેવડ:-આપ આર્થિક સંકડામણ અનુભવવી શકો છો. અન્યની અમાનત ખર્ચ ન થઈ જાય તે જોવું.

પારિવારિક વાતાવરણ :-એકંદરે સુમેળભર્યું અને સારું રહી શકે છે.

મુસાફરી યોગ:- આપે સંભાળીને મુસાફરી કરવી હિતાવહ છે.

પીળોરંગ અને અંક ૮ આપના માટે શુભ રહે છે.

૧૧. કુંભ રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:- તમારે અભ્યાસમાં બેકાળજી ન રહેવું. મધ્ય મિત્રોથી સાવચેત રહેવું.

સ્ત્રીવર્ગ:- બહેનોએ પોતાની તબિયત સંભાળવી.

નોકરિયાત વર્ગ:- ઉછીના અથવા લોન અંગેના સમાચાર મળી શકે છે.

લગ્ન ઈચ્છુક:-આ પાત્રોએ ધીરજથી આગળ વધવું શુભ રહે છે. તેમજ મનગમતા પાત્ર સાથે ફરવામાં મિત્રો નો સાથ મળી રહે છે.

પૈસાની લેવડદેવડ:- આર્થિક વ્યવહાર ચુકવણું વધારે હોઈ શકે છે્

પારિવારિક વાતાવરણ:- એકંદરે સુમેળભર્યું રહી શકે છે.

મુસાફરી યોગ:-મિલકત વાહન અંગે મુસાફરી થઈ શકે છે. ગુલાબી રંગ અને અંક ૭ આપના માટે શુભ રહે છે.

૧૨. મીન રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:- મિત્રો તમારી મિત્રોની ખરાબ સોબતથી દૂર રહેવું. અભ્યાસમાં ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- તબિયત માં કાળજી લેવી અને અનિદ્રા રહી શકે છે.

નોકરિયાત વર્ગ:- નોકરી કરતા વ્યક્તિઓએ પોતાના કાર્યક્ષેત્રની જરૂર કરતાં વધારે દોડધામ વધી જાય.

લગ્ન ઈચ્છુક :-વ્યક્તિઓ ની વાતચીત આગળ ચાલી શકે છે. યુવક-યુવતીઓએ પોતાના મિત્રો સાથે સંભાળીને ચાલવું શુભ રહી શકે છે.

પૈસાની લેવડદેવડ:- કર્જ ના નાણાં મળી શકે છે.

પારિવારિક વાતાવરણ:- થોડું ઉષ્માભર્યું રહી શકે છે.

મુસાફરી યોગ:- આર્થિક સંલગ્ન મુસાફરી રહી શકે છે.

લીલો રંગ અને અંક-૯ આપના માટે શુભ રહે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ