જલ્સા કરોને જેંતીલાલ

28.08.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, ધન રાશિના જાતકો માટે ખાસ…

28-8-2019

મેષ

ખૂલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી. પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટૅન્શનમાં ઓર વધારો થશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.

લકી સંખ્યા: 9

વૃષભ

તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મુકી દે છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

લકી સંખ્યા: 8

મિથુન

સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

લકી સંખ્યા: 6

કર્ક

હાલની ઘટનાઓને કારણે તમારૂં મગજ ખલેલ પામ્‍યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે.

લકી સંખ્યા: 1

સિંહ

રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. મિત્રોનો સાથ રાહત આપશે. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે.

લકી સંખ્યા: 8

કન્યા

લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે, અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો.

લકી સંખ્યા: 7

તુલા

શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો – તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અ જરૂરી છે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

લકી સંખ્યા: 9

વૃશ્ચિક

તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો. બીમારી તરફથી તમારૂં ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈક કામમાં પરોવો કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે.

લકી સંખ્યા: 2

ધનુ

શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા-ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે.

લકી સંખ્યા: 8

મકર

યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં- કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

લકી સંખ્યા: 8

કુંભ

તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. મિત્રો તમારા અંગત જીવનમાં જરૂર કરતાં વધારે ચંચૂપાત કરશે. પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન શૅર કરશો. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

લકી સંખ્યા: 6

મીન

કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોંશિયારી વર્ષાવી છે-આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. કેટલાક લોકો તમારા મગજ પર સવાર થઈ શકે છે એમની બસ અવગણના જ કરો. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રૉમેન્ટિક સાંજ જોવાય છે. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબચની જરૂરૂ નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

લકી સંખ્યા: 3

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

ઑગસ્ટ 28, 2019 – ઑક્ટોબર 25, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 6 માં છે .

તમે ઉર્જાથી છલોછલ છો અને આ બાબત ચોક્કસ જ તમને પીઠબળ આપનારા લોકોને તમારા જીવનમાં આકર્ષશે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે. આર્થિક રીતે તમારી માટે આ સરસ સમય છે. તમારા વ્યક્તિત્વમાં તથા કાર્યક્ષેત્રે તથા મિત્રો અને પરિવારમાં સુમેળ જાળવવાના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. તમે તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાનું શીખી રહ્યા છો તથા તમારી અંગત જરૂરિયાતો તથા તમારી જાત સાથે તાદાત્મ્ય સાધવાના મોટા લાભ તમને મળશે. નોકરીમાં તમારૂં સ્તર જરૂર સુધરશે. તમારા સહ-કર્મચારીઓ તથા નીચે કામ કરતા લોકો પાસેથી સંપૂર્ણ સહકાર મેળવશો. આ સમયગાળામાં તમે જમીન અથવા મશીનરી ખરીદશો. તમારા સ્વાસ્થ્યની સંભાળ લેજો.

ઑક્ટોબર 25, 2019 – ડિસેમ્બર 15, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.

ડિસેમ્બર 15, 2019 – જાન્યુઆરી 06, 2020

કેતુ તમારા ભાવ સંખ્યા 6 માં છે .

આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. તમે ઉદાર બનશો અને લોકોને મદદ કરશો. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે, તેનાથી લાભ થવાની શક્યતા છે. જો તમે નોકરિયાત હો તો, નોકરીના સ્થળે તમારી પરિસ્થિતિમાં સુધારો થશે.

જાન્યુઆરી 06, 2020 – માર્ચ 06, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 2 માં છે .

કોઈ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તથા સટ્ટાકીય પ્રવૃત્તિમાં ભાગ્ય તમારા પક્ષે રહેશે. કારકિર્દીમાં સારી પ્રગતિની શક્યતા છે. આ સમયગાળો તમારી માટે શ્રેષ્ઠતમ પુરવાર થઈ શકે છે, શરત એટલી કે તમે એ માટે મહેનત કરવા તૈયાર હો. તમે કેટલીક મિલકત મેળવશો તથા સમજદારીભર્યું રોકાણ કરશો. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથે મળશે. પરિવારિક તરફથી મળતા સહકારમાં વધારો જોવા મળશે. સ્વાદિષ્ટ ભોજન માટેનો ટેસ્ટ વિકસાવશો. ઘરમાં સ્નેહ મિલનની શક્યતા છે.

માર્ચ 06, 2020 – માર્ચ 25, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

માર્ચ 25, 2020 – એપ્રિલ 24, 2020

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .

અનેક તકો તમારી સામે આવશે પણ તે બધી જ વ્યર્થ જશે, તમે તેનો ફાયદો ઉપાડી નહીં શકો. તમારા અથવા તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, આથી તેમની તથા તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. આ સમય તમારી માટે મિશ્ર ફળદાયી છે. લોકો સાથે અથવા તમારા સહકર્મચારીઓ સાથે તકરાર થઈ શકે છે. શરદી તથા તાવ જેવી બીમારીઓનો ભોગ બનશો. કોઈ દેખીતા કારણ વિના તણાવ રહેશે.

એપ્રિલ 24, 2020 – મે 15, 2020

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

મે 15, 2020 – જુલાઈ 09, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળો સ્થાન પરિવર્તન તથા નોકરીમાં બદલાવનું સૂચન કરે છે. માનસિક અસ્વસ્થતાથી પીડાશો. તમારી માનસિક શાંતિ હણાઈ જશે. પરિવારના સભ્યોનો અભિગમ સદંતર અલગ રહેશે. મોટું રોકાણ ન કરતા કેમ કે બધું જ તમારી ધારણા મુજબ પાર પડે તેવી શક્યતાઓ ઓછી છે. તમારા મિત્રો અને સાથીદારો તેમના વચનો પાળશે નહીં. તમારા દુરાચારી મિત્રોથી સાવચેત રહેજો, કેમ કે તેમના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની દરકાર લેજો , કેમ કે તેમની તબિયતમાં બગાડો થઈ શકે છે. આથી, અત્યારથી કોઈ મુસાફરીની યોજના બનાવતા નહીં. શારીરિક વ્યાધિઓની પણ શક્યતા છે.

જુલાઈ 09, 2020 – ઑગસ્ટ 27, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 5 માં છે .

તમારા વ્યક્તિત્વમાં, કાર્યસ્થળે, મિત્રો અને પરિવારમાં સંવાદિતા કઈ રીતે જાળવવી તેના નવા માર્ગ વિશે તમે શીખી રહ્યા છો. તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાની રીતો શીખીને તથા તમારી જાત સાથે તથા તમારી અંગત જરૂરિયાત સાથે એકનિષ્ઠ રહીને તમે સારૂં એવું વળતર મેળવશો. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. તમારા સારા પ્રયત્નોને અત્યાર સુધી જે લોકો નજરઅંદાજ કરી રહ્યા હોવાનું તમે વિચારી રહ્યા છો, એ જ લોકો તમારા સોથી સબળ ટેકેદાર તરીકે સામે આવશો. પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની શક્યતા છે. આ સમયગાળો તમારા સંતાનો માટે સમૃદ્ધિ, ખુશી અને સફળતા લાવશે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version