૨૭.૦૧.૧૯ – આજનું રાશિફળ, વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ…

મેષ

તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે.

લકી સંખ્યા: 4

 વૃષભ

ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમારૂં મોહિત કરનારો સ્વભાવ તથા ખુશનુમા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં તથા તથા સંપર્કો વધુ ગાઢ બનાવવામાં તમારી મદદ કરશે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 4

 મિથુન

વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. ઘરમાં કેટલીક સાફસફાઈ કરવાની તાકીદે જરૂર છે. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

લકી સંખ્યા: 2

 કર્ક

મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્‍યથિત થશો.પણ મગજ શાંત રાખવાની કોશિષ કરજો. આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.

લકી સંખ્યા: 5

 સિંહ

તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. આજે રૉમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

લકી સંખ્યા: 3

 કન્યા

બોલતા પહેલા બે વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

લકી સંખ્યા: 2

તુલા

તમારા લાંબા સમયની બીમારીના ઈલાજ માટે સ્મિત થૅરૅપીનો ઉપયોગ કરજો કેમ કે તે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે.

લકી સંખ્યા: 4

 વૃશ્ચિક

ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

લકી સંખ્યા: 6

 ધનુ

તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. લગ્ન બાદ, પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો.

લકી સંખ્યા: 3

મકર

વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારી સંતતિ માટે કશુંક ખાસ આયોજન કરો. એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ-સાધ્ય કરી શકો. તમારી ભાવિ પેઢી તમને હંમેશાં આ ભેટ માટે યાદ રાખશે. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વૅકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

લકી સંખ્યા: 3

 કુંભ

નાની-નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમને તમારા પરિવારની કેટલી પરવા છે તે તેમને સમજાય તે માટે તેમને શાબ્દિક તથા મૌન સંદેશ આપતા રહો. ખુશીને બમણી કરવા માટે તેમની સાથે ગુણવત્તાભર્યો સમય વિતાવો. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે.

લકી સંખ્યા: 1

મીન

આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી, ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં.

લકી સંખ્યા: 7

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

જાન્યુઆરી 27, 2019 – ફેબ્રુઆરી 17, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

મિત્રો, સંબંધીઓ અથવા સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં સાવચેતી રાખજો, તેમની સાથે વિવાદ કે ઝઘડો થવાની પ્રબળ શક્યતા છે. વ્યવસાય માટે આ સારો સમયગાળો નથી અને અચાનક આર્થિક નુકસાનની શક્યતાઓ જોવાય છે. ગુપ્ત પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. માનસિક તાણ તથા પરિતાપમાંથી પસાર થાવ એવી શક્યતા છે. આ સમયગાળામાં ઈજા થવાની શક્યતા છે, આથી વાહન ચલાવતી વખતે વધારે સંભાળવું.

ફેબ્રુઆરી 17, 2019 – એપ્રિલ 13, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .

નવા મૂડી રોકાણો તથા જોખમો સંપૂર્ણપણે ટાળવા. આ તબક્કા દરમિયાન મુશ્કેલીઓ તથા અંતરાયો આવી શકે છે. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હો તો, આ વર્ષ પ્રગતિકારક છે, પણ જો તમે સખત મહેનત કરશો અને લાંબા ગાળાનો તથા સંયમી અભિગમ રાખશો તો. સફળતાનો કોઈ શોર્ટકટ નહીં હોય. સારા પરિણામો માટે તમારે સ્થિર તથા મચી રહેવાનો ગુણધર્મ અપનાવવો પડશે. વર્ષ આગળ વધશે તેમ કાર્યસ્થળનું વાતાવરણ તાણભર્યું અને અનિયમિત થઈ શકે છે. નવા પ્રયાસો તથા વધારે પડતી પ્રવૃત્તિ આ સમયગાળામાં ટાળવી જોઈએ. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને આ સમયગાળમાં તમારા વચનો પૂરાં કરવાની પરવાનગી નહીં આપે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવું તથા તાવને કારણે થતી સમસ્યાઓની ખાસ્સી શક્યતા છે.

એપ્રિલ 13, 2019 – મે 31, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 12 માં છે .

પીડાઓ અને નિરાશા તો આવશે જ, અને તેનાથી તમે પરિસ્થિતિને હકારાત્મકતાથી લેતા તથા અને કોઈ પણ બાબતે અધવચ્ચે છોડી ન મૂકવાનું શીખશો. તમારા કાર્યસ્થળે તમારી વ્યસ્તતા સારી એવી રહેશે. અચાનક નુકસાનની શક્યતા નકારી શકાય નહીં. વિદેશમાંના સ્રોતથી ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં ખલેલ નિર્માણ કરી શકે છે. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી માટે આ સમય સારો નથી.

મે 31, 2019 – જુલાઈ 28, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

લાંબા ગાળાના નવા સંબંધો- મિત્રતા શરૂ કરવા માટે આ યોગ્ય સમય નથી. વ્યાવસાયિક કે વ્યક્તિગત જીવનમાં કેટલાંક મહત્વનાં મુદ્દા ઊભાં થશે જે બેચેની વધારશે. નિરાશાવાદી બનવા કરતાં આશાવાદી બનવું હંમેશાં સારૂં હોય છે. પ્રેમ અને લાગણીમાં સંકોચન જોવા મળશે જેને કારણે સંતોષનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. સંતાનનો જન્મ તમારા ઘરમાં આનંદ લાવશે. નવા સંબંધોની શુભ શરૂઆતની સામાન્ય કરતાં ઓછી શક્યતા છે, વિવાદો તથા મુદ્દા ઊભા થઈ શકે છે. પવન તથા શરદીને લગતી બીમારીની શક્યતા છે. આ સમયગાળાના છેલ્લા તબક્કામાં સારૂં માનસિક સંતુલન જોવા મળશે.

જુલાઈ 28, 2019 – સપ્ટેમ્બર 18, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.

સપ્ટેમ્બર 18, 2019 – ઑક્ટોબર 09, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

જો તમે નોકરી કરતા હશો તો, આ વર્ષ તમારી માટે ખૂબ જ આક્રમક રીતે શરૂ થશે. ગતિશીલતા તથા વિકાસ રહેશે. જો કે, કાર્યક્ષેત્રનું વાતાવરણ તાણયુક્ત રહેશે તથા ઉપરીઓ સાથે વિવાદો તથા તકરારો થશે. એકંદરે આ સમયગાળો ખાસ સારો નથી કેમ કે નિકટના સાથીદારો, મિત્રો અને પરિવારના સભ્યો તમારાથી અંતર રાખતા હોવાનું લાગશે. પરિવર્તનની બહુ આશા નથી તથા એની ભલામણ પણ કરવામાં આવતી નથી. અપશબ્દો બોલવાની તમારી આદત અને અભિગમને કારણે નિકટની કોઈ વ્યક્તિ કે પ્રિયપાત્ર સાથે સમસ્યા સર્જાઈ શકે છે. આથી, તમારા શબ્દો પર અંકુશ રાખવાની કોશિષ કરજો.

ઑક્ટોબર 09, 2019 – ડિસેમ્બર 09, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.

ડિસેમ્બર 09, 2019 – ડિસેમ્બર 27, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

ડિસેમ્બર 27, 2019 – જાન્યુઆરી 27, 2020

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 11 માં છે .

તમારી માટે આ આર્થિક સ્થિરતાનો ગાળો છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી આશાઓ તથા મહત્વાકાંક્ષાઓ પર કામ કરી શકો છો અને તેને યોગ્ય આકાર આપી શકો છો. પ્રેમ તથા રોમાન્સ માટે અનુકુળ સમય છે. તમે નવી મિત્રતા વિકસાવશો, જે ફળદાયી અને મદદરૂપ સાબિત થશે. વિદ્વાનો તરફથી તમે માન તથા સન્માન મેળવશો અને વિરૂદ્ધ જાતિની વ્યક્તિઓ વચ્ચે પણ તમે ખાસ્સા લોકપ્રિય થશો. લાંબા અંતરના પ્રવાસોની શક્યતા છે.