25.06.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

25-6-2019

મેષ

સ્વયં-સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે-તમને તમારી જાત માટે સારૂં લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે.તમારે તમારી જાત પર કાબૂ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરાયો જ ઊભા કરશે. આજે તમારૂં પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગવર્વને આવવા ન દેતા-તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

લકી સંખ્યા: 2

વૃષભ

ખૂલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી. પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટૅન્શનમાં ઓર વધારો થશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. વ્યાપાર અને આનંદ-પ્રમોદને ભેગાં કરશો નહીં. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

લકી સંખ્યા: 1

મિથુન

ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે. કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશાં સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે. આ બાબત તમને નર્વસ કરી મુકશે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. કલ્પનાઓ કે તરંગ-તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો-તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો- એનાથી તમને સારું લાગશે. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ એ નસીબવંત છો. તમારા હાથ નીચે કામ કરતા લોકો અથવા સહ-કર્મચારીઓ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પમ અઆજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો.

લકી સંખ્યા: 8

કર્ક

દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલત્વી રહેવાની શક્યતા. રૉમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે. વ્યાવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટવક્તા અને લાગણીશીલ બનતા નહીં-તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

લકી સંખ્યા: 3

સિંહ

તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ.

લકી સંખ્યા: 1

કન્યા

તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારૂં નાનકડું પગલું તેમનો ઉત્સાહ વધારશે. કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે, તો કૃતઘ્નતા તેને ઝાંખી પાડે છે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે.

લકી સંખ્યા: 8

તુલા

તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

લકી સંખ્યા: 2

વૃશ્ચિક

તમારી જાતને એક હદ કરતાં વધુ થકવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો મિત્રો દ્વ્રારા તમે મહત્વના સંપર્કો બનાવશો. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા-ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

લકી સંખ્યા: 4

ધનુ

અનયોની ટીકા કરવામાં તમારો સમય વેડફશો નહીં, કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે તમે તમારા પરિવારમાં શાંતિદૂતનું કામ કરશો. પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે. આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો.

લકી સંખ્યા: 1

મકર

બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. મિત્રો સાથે સાંજ મોજ-મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યાવસાયિક બાબતોમાં મદદ કરશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઈઝ આપશે.

લકી સંખ્યા: 1

કુંભ

તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા હો-તો ઝડપથી નિર્ણય લો-કેમ કે ગ્રહો તમારી તરફેણમાં છે-તમે જે કરવા માગો છો તે કરતા ગભરાતા નહીં. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમને તમારી જીવનસંગિની સાથે વીતાવવા માટે પૂરતો સંમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

લકી સંખ્યા: 7

મીન

તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભુલાવવામાં મદદરૂપ થાય છે.

લકી સંખ્યા: 5

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

જૂન 25, 2019 – ઑગસ્ટ 22, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

કાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.

ઑગસ્ટ 22, 2019 – ઑક્ટોબર 12, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.

ઑક્ટોબર 12, 2019 – નવેમ્બર 03, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળદાયી છે. માનસિક તાણ અને દબાણને કારણે આ સમયગાળામાં તમારે સહન કરવાનું આવશે. તમારી વ્યાવસાયિક ભાગીદારીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે આ સમયગાળો સારો નથી. મુસાફરી ફળદાયી નહીં નીવડે. જોખમ લેવાની વૃત્તિ પર સંપૂર્ણપણે અંકુશ રાખવું. તમારા નિકટજન અથવા પ્રિયપાત્ર સાથે તમારી તકરાર થઈ શકે છે, આથી આ પ્રકારની પરિસ્થિતિને ટાળવી. પ્રેમ તથા રોમાન્સ માટે આ સારો સમય નથી. પ્રેમ સંબંધ તથા અન્ય સંબંધોમાં તમારે બહુ સાવચેત રહેવું કેમ કે તેનાથી અપમાન થવાની તથા પ્રતિષ્ઠાને નુકસાન થવાની શક્યતા છે.

નવેમ્બર 03, 2019 – જાન્યુઆરી 02, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.

જાન્યુઆરી 02, 2020 – જાન્યુઆરી 21, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

જાન્યુઆરી 21, 2020 – ફેબ્રુઆરી 20, 2020

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 10 માં છે .

અતિ સફળ અને યથાર્થ સમયગાળો તમારી રાહ જઈ રહ્યો છે. વધારાની આવક માટે રચનાત્મક અભિગમ અને તકો જોવાય છે. તમારા ઉપરીઓ અને સુપરવાઈઝર્સ સાથે તમારી સારાસારી રહેશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. વ્યાપારનો વ્યાપ અને તમારી શાખ બંને વધતા દેખાય છે. એકંદરે આ તબક્કો સફળતા માટેનો છે.

ફેબ્રુઆરી 20, 2020 – માર્ચ 12, 2020

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

માર્ચ 12, 2020 – મે 06, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

તમે નવા ક્ષેત્રમાં કામ કરશો તો તે નુકસાનકારક સાબિત થશે, કેમ કે તેમાં ખર્ચ સાતત્યપણે વધશે, જે સીધા લાભમાં નહીં પરિણમે અથવા તેમં લાંબા ગાળે કશું જ પ્રાપ્ત નહીં થાય. શત્રુઓ તરફથી તકલીફ થશે અને કોર્ટ-કચેરીથી પરેશાન થશો. તમારા વર્તમાન કામને જાળવી રાખી શકશો તથા તમારા દૃષ્ટિકોણમાં સ્થિર અને લો-પ્રોફાઈલ રહી શકશો. મધ્યમ તથા લાંબા ગાળાની યોજના શરૂ કરો. આંખને લગતી સમસ્યા થશે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ સાથેની તમારી મિત્રતા સુમેળભરી નહીં હોય. ઝડપથી નાણાં બનાવવાની યોજનાઓમાં રોકાણ કરતા પૂર્વે પૂરેપૂરી તકેદારી લેજો. તમારા ગર્લ-બોયફ્રેન્ડને સમસ્યા થઈ શકે છે.

મે 06, 2020 – જૂન 24, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 6 માં છે .

આ તમારી માટે ખાસ ઉચિત સમય નથી. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરશે. તમારે બિનફાયદાકારક કામો સાથે સંકળાવું પડશે. આચાનક આર્થિક નુકસાનની શક્યતા છે. જોખમ લેવાની વૃત્તિ પર અંકુશ રાખવો કેમ કે આ તમારી માટે સારો સમય નથી. નાની બાબતોમાં મિત્રો તથા સંબંધીઓ સાથે તકરારની શક્યતા છે. કોઈ મોટા નિર્ણયો ન લેતા, આવું કરવાથી મુશ્કેલીમાં મુકાવાની શક્યતા છે. આ ઉપરાંત તમારે નિરર્થક કામમાં સામેલ થવું પડશે. મહિલાઓ માટે આ સમયગાળામાં માસિકસ્રાવને લગતી સમસ્યાઓ, મરડો તથા આંખની સમસ્યાની શક્યતા છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ