24.08.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, મીન રાશિના જાતકો માટે ખાસ…

24-8-2019

મેષ

તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. બાળકના અભ્યાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ ક્ષણે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પણ આ બધું ક્ષણિક છે અને સમય સાથે દૂર થઈ જશે. પ્રેમ એ ઈન્દ્રિઓની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઈન્દ્રિઓ પ્રેમના અતિઆનંદની અનુભૂતિ કરશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે, તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.

લકી સંખ્યા: 8

વૃષભ

હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. સોશિયલ મિડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્ચવિક્તાઓ તમારી સામે આવશે.

લકી સંખ્યા: 8

મિથુન

સારા જીવન માટે તમારૂં સ્વાસ્થ્ય અને સમગ્રતઃ વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આંખો બધું જ કહે છે, અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો.

લકી સંખ્યા: 6

કર્ક

કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું. કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નીખારે છે બલ્કે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. મિત્રો દ્વ્રારા તમે મહત્વના સંપર્કો બનાવશો. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો.

લકી સંખ્યા: 9

સિંહ

વાહન ચલાવતી વખતે તકેદારી રાખો. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી-ખાલી લાગશે. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

લકી સંખ્યા: 8

કન્યા

તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે. યાદ રાખો બૂરાઈનો વહેલો મોડો અંત થાય જ છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. નાના ભાઈ કે બહેન તમારી મદદ માગી શકે છે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 6

તુલા

તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો.

લકી સંખ્યા: 8

વૃશ્ચિક

અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે, અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે.

લકી સંખ્યા: 1

ધનુ

આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવામાં બાળકો તમને મદદ કરશે. તેમની નવરાશના સમયમાં તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરો. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

લકી સંખ્યા: 7

મકર

જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે.

લકી સંખ્યા: 7

કુંભ

તમારો મૂડ બદલવા માટે કોઈક સામજિક મેળાવડામાં હાજરી આપો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે. આ બાબત તમને મદહોશ બનાવી દેશે.

લકી સંખ્યા: 5

મીન

મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમારૂં લગ્નજીવન સુંદર વળાંક લેશે.

લકી સંખ્યા: 3

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

ઑગસ્ટ 24, 2019 – સપ્ટેમ્બર 23, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 11 માં છે .

તમારી માટે આ આર્થિક સ્થિરતાનો ગાળો છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી આશાઓ તથા મહત્વાકાંક્ષાઓ પર કામ કરી શકો છો અને તેને યોગ્ય આકાર આપી શકો છો. પ્રેમ તથા રોમાન્સ માટે અનુકુળ સમય છે. તમે નવી મિત્રતા વિકસાવશો, જે ફળદાયી અને મદદરૂપ સાબિત થશે. વિદ્વાનો તરફથી તમે માન તથા સન્માન મેળવશો અને વિરૂદ્ધ જાતિની વ્યક્તિઓ વચ્ચે પણ તમે ખાસ્સા લોકપ્રિય થશો. લાંબા અંતરના પ્રવાસોની શક્યતા છે.

સપ્ટેમ્બર 23, 2019 – ઑક્ટોબર 14, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

ઑક્ટોબર 14, 2019 – ડિસેમ્બર 08, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળો સ્થાન પરિવર્તન તથા નોકરીમાં બદલાવનું સૂચન કરે છે. માનસિક અસ્વસ્થતાથી પીડાશો. તમારી માનસિક શાંતિ હણાઈ જશે. પરિવારના સભ્યોનો અભિગમ સદંતર અલગ રહેશે. મોટું રોકાણ ન કરતા કેમ કે બધું જ તમારી ધારણા મુજબ પાર પડે તેવી શક્યતાઓ ઓછી છે. તમારા મિત્રો અને સાથીદારો તેમના વચનો પાળશે નહીં. તમારા દુરાચારી મિત્રોથી સાવચેત રહેજો, કેમ કે તેમના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની દરકાર લેજો , કેમ કે તેમની તબિયતમાં બગાડો થઈ શકે છે. આથી, અત્યારથી કોઈ મુસાફરીની યોજના બનાવતા નહીં. શારીરિક વ્યાધિઓની પણ શક્યતા છે.

ડિસેમ્બર 08, 2019 – જાન્યુઆરી 26, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 5 માં છે .

તમારા વ્યક્તિત્વમાં, કાર્યસ્થળે, મિત્રો અને પરિવારમાં સંવાદિતા કઈ રીતે જાળવવી તેના નવા માર્ગ વિશે તમે શીખી રહ્યા છો. તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાની રીતો શીખીને તથા તમારી જાત સાથે તથા તમારી અંગત જરૂરિયાત સાથે એકનિષ્ઠ રહીને તમે સારૂં એવું વળતર મેળવશો. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. તમારા સારા પ્રયત્નોને અત્યાર સુધી જે લોકો નજરઅંદાજ કરી રહ્યા હોવાનું તમે વિચારી રહ્યા છો, એ જ લોકો તમારા સોથી સબળ ટેકેદાર તરીકે સામે આવશો. પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની શક્યતા છે. આ સમયગાળો તમારા સંતાનો માટે સમૃદ્ધિ, ખુશી અને સફળતા લાવશે.

જાન્યુઆરી 26, 2020 – માર્ચ 24, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 6 માં છે .

તમે ઉર્જાથી છલોછલ છો અને આ બાબત ચોક્કસ જ તમને પીઠબળ આપનારા લોકોને તમારા જીવનમાં આકર્ષશે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે. આર્થિક રીતે તમારી માટે આ સરસ સમય છે. તમારા વ્યક્તિત્વમાં તથા કાર્યક્ષેત્રે તથા મિત્રો અને પરિવારમાં સુમેળ જાળવવાના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. તમે તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાનું શીખી રહ્યા છો તથા તમારી અંગત જરૂરિયાતો તથા તમારી જાત સાથે તાદાત્મ્ય સાધવાના મોટા લાભ તમને મળશે. નોકરીમાં તમારૂં સ્તર જરૂર સુધરશે. તમારા સહ-કર્મચારીઓ તથા નીચે કામ કરતા લોકો પાસેથી સંપૂર્ણ સહકાર મેળવશો. આ સમયગાળામાં તમે જમીન અથવા મશીનરી ખરીદશો. તમારા સ્વાસ્થ્યની સંભાળ લેજો.

માર્ચ 24, 2020 – મે 14, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

મે 14, 2020 – જૂન 05, 2020

કેતુ તમારા ભાવ સંખ્યા 6 માં છે .

આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. તમે ઉદાર બનશો અને લોકોને મદદ કરશો. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે, તેનાથી લાભ થવાની શક્યતા છે. જો તમે નોકરિયાત હો તો, નોકરીના સ્થળે તમારી પરિસ્થિતિમાં સુધારો થશે.

જૂન 05, 2020 – ઑગસ્ટ 05, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 2 માં છે .

કોઈ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તથા સટ્ટાકીય પ્રવૃત્તિમાં ભાગ્ય તમારા પક્ષે રહેશે. કારકિર્દીમાં સારી પ્રગતિની શક્યતા છે. આ સમયગાળો તમારી માટે શ્રેષ્ઠતમ પુરવાર થઈ શકે છે, શરત એટલી કે તમે એ માટે મહેનત કરવા તૈયાર હો. તમે કેટલીક મિલકત મેળવશો તથા સમજદારીભર્યું રોકાણ કરશો. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથે મળશે. પરિવારિક તરફથી મળતા સહકારમાં વધારો જોવા મળશે. સ્વાદિષ્ટ ભોજન માટેનો ટેસ્ટ વિકસાવશો. ઘરમાં સ્નેહ મિલનની શક્યતા છે.

ઑગસ્ટ 05, 2020 – ઑગસ્ટ 23, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ