આજનું રાશિ ભવિષ્ય, વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ…

મેષ
અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે. તમારી રમૂજવૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.
લકી સંખ્યા: 8

વૃષભ
સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે આથી તમે શું ખાવ-પીઓ છો તે અંગે સાવચેત રહેજો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. ગર્લફ્રૅન્ડ કદાચ તમને છેતરશે. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે.
લકી સંખ્યા: 7

મિથુન
મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. પ્રવાસને કારણે રૉમેન્ટિક સંબંધોને વંગ મળશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો.
લકી સંખ્યા: 5

કર્ક
તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ ાવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે.
લકી સંખ્યા: 9

સિંહ
થોડી મોજ-મજા માટે ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. સાંજે કોઈ જૂના મિત્રનો કૉલ આવશે અને જૂની યાદો તાજી થશે. તમારા પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે.
લકી સંખ્યા: 7

કન્યા
આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે.
લકી સંખ્યા: 5

તુલા
નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલ્કે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.
લકી સંખ્યા: 8

વૃશ્ચિક
ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે.
લકી સંખ્યા: 1

ધનુ
હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.
લકી સંખ્યા: 7

મકર
વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી-પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.
લકી સંખ્યા: 7

કુંભ
તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. સૅક્સ અપીલ વાંછિત ફળ આપશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.
લકી સંખ્યા: 4

મીન
એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.
લકી સંખ્યા: 2

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)
ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

જાન્યુઆરી 21, 2019 – માર્ચ 20, 2019
શનિ તમારા ભાવ સંખ્યા 1 માં છે .
લાંબા ગાળાના નવા સંબંધો- મિત્રતા શરૂ કરવા માટે આ યોગ્ય સમય નથી. વ્યાવસાયિક કે વ્યક્તિગત જીવનમાં કેટલાંક મહત્વનાં મુદ્દા ઊભાં થશે જે બેચેની વધારશે. નિરાશાવાદી બનવા કરતાં આશાવાદી બનવું હંમેશાં સારૂં હોય છે. પ્રેમ અને લાગણીમાં સંકોચન જોવા મળશે જેને કારણે સંતોષનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. સંતાનનો જન્મ તમારા ઘરમાં આનંદ લાવશે. નવા સંબંધોની શુભ શરૂઆતની સામાન્ય કરતાં ઓછી શક્યતા છે, વિવાદો તથા મુદ્દા ઊભા થઈ શકે છે. પવન તથા શરદીને લગતી બીમારીની શક્યતા છે. આ સમયગાળાના છેલ્લા તબક્કામાં સારૂં માનસિક સંતુલન જોવા મળશે.

માર્ચ 20, 2019 – મે 10, 2019
બુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .
આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.

મે 10, 2019 – જૂન 01, 2019
કેતુ તમારા ભાવ સંખ્યા 2 માં છે .
જો તમે નોકરી કરતા હશો તો, આ વર્ષ તમારી માટે ખૂબ જ આક્રમક રીતે શરૂ થશે. ગતિશીલતા તથા વિકાસ રહેશે. જો કે, કાર્યક્ષેત્રનું વાતાવરણ તાણયુક્ત રહેશે તથા ઉપરીઓ સાથે વિવાદો તથા તકરારો થશે. એકંદરે આ સમયગાળો ખાસ સારો નથી કેમ કે નિકટના સાથીદારો, મિત્રો અને પરિવારના સભ્યો તમારાથી અંતર રાખતા હોવાનું લાગશે. પરિવર્તનની બહુ આશા નથી તથા એની ભલામણ પણ કરવામાં આવતી નથી. અપશબ્દો બોલવાની તમારી આદત અને અભિગમને કારણે નિકટની કોઈ વ્યક્તિ કે પ્રિયપાત્ર સાથે સમસ્યા સર્જાઈ શકે છે. આથી, તમારા શબ્દો પર અંકુશ રાખવાની કોશિષ કરજો.

જૂન 01, 2019 – જુલાઈ 31, 2019
શુક્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .
આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.

જુલાઈ 31, 2019 – ઑગસ્ટ 19, 2019
સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .
ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

ઑગસ્ટ 19, 2019 – સપ્ટેમ્બર 18, 2019
ચંદ્ર તમારા ભાવ સંખ્યા 8 માં છે .
વ્યવસાય અથવા નવા સાહસ અંગે કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. જોખમ લેવાનું સદંતર ટાળજો, કેમ કે આ તમારી માટે અનુકુળ સમય નથી. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય તમારી અકળામણ વધારી મુકશે. સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું અન્યથા તેનાથી આર્થિક નુકસાનની શક્યતા છે. પ્રતિસ્પર્ધીઓ તમારી માટે વ્યક્તિગત તથા વ્યાવસાયિક મોરચે સમસ્યાઓ ઊભી કરવાનો પ્રયાસ કરશે. પાણીથી દૂર રહેજો કેમ કે ડૂબવાનો ભય છે. શરદી તથા તાવ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ લાવશે.

સપ્ટેમ્બર 18, 2019 – ઑક્ટોબર 09, 2019
મંગળ તમારા ભાવ સંખ્યા 4 માં છે .
મિત્રો, સંબંધીઓ અથવા સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં સાવચેતી રાખજો, તેમની સાથે વિવાદ કે ઝઘડો થવાની પ્રબળ શક્યતા છે. વ્યવસાય માટે આ સારો સમયગાળો નથી અને અચાનક આર્થિક નુકસાનની શક્યતાઓ જોવાય છે. ગુપ્ત પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. માનસિક તાણ તથા પરિતાપમાંથી પસાર થાવ એવી શક્યતા છે. આ સમયગાળામાં ઈજા થવાની શક્યતા છે, આથી વાહન ચલાવતી વખતે વધારે સંભાળવું.

ઑક્ટોબર 09, 2019 – ડિસેમ્બર 03, 2019
રાહુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .
નવા મૂડી રોકાણો તથા જોખમો સંપૂર્ણપણે ટાળવા. આ તબક્કા દરમિયાન મુશ્કેલીઓ તથા અંતરાયો આવી શકે છે. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હો તો, આ વર્ષ પ્રગતિકારક છે, પણ જો તમે સખત મહેનત કરશો અને લાંબા ગાળાનો તથા સંયમી અભિગમ રાખશો તો. સફળતાનો કોઈ શોર્ટકટ નહીં હોય. સારા પરિણામો માટે તમારે સ્થિર તથા મચી રહેવાનો ગુણધર્મ અપનાવવો પડશે. વર્ષ આગળ વધશે તેમ કાર્યસ્થળનું વાતાવરણ તાણભર્યું અને અનિયમિત થઈ શકે છે. નવા પ્રયાસો તથા વધારે પડતી પ્રવૃત્તિ આ સમયગાળામાં ટાળવી જોઈએ. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને આ સમયગાળમાં તમારા વચનો પૂરાં કરવાની પરવાનગી નહીં આપે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવું તથા તાવને કારણે થતી સમસ્યાઓની ખાસ્સી શક્યતા છે.

ડિસેમ્બર 03, 2019 – જાન્યુઆરી 21, 2020
ગુરુ તમારા ભાવ સંખ્યા 12 માં છે .
પીડાઓ અને નિરાશા તો આવશે જ, અને તેનાથી તમે પરિસ્થિતિને હકારાત્મકતાથી લેતા તથા અને કોઈ પણ બાબતે અધવચ્ચે છોડી ન મૂકવાનું શીખશો. તમારા કાર્યસ્થળે તમારી વ્યસ્તતા સારી એવી રહેશે. અચાનક નુકસાનની શક્યતા નકારી શકાય નહીં. વિદેશમાંના સ્રોતથી ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં ખલેલ નિર્માણ કરી શકે છે. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી માટે આ સમય સારો નથી.