21.09.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, કન્યા રાશિના જાતકો માટે ખાસ…

21-9-2019

મેષ

વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. બાળકો તમારૂં ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે. તમારા પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. નજીકના ભૂતકાળમાં જે કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે.

લકી સંખ્યા: 1

વૃષભ

આજે તમારૂં સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે. પણ તમારી દૃઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે.

લકી સંખ્યા: 1

મિથુન

તમારો નિખાલસ તથા નિર્ભિક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે-અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે.

લકી સંખ્યા: 8

કર્ક

લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો કેમ કે તમારા જીવનસાથીનો મૂડ બહુ સારો જણાતો નથી. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 2

સિંહ

તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

લકી સંખ્યા: 9

કન્યા

તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે.

લકી સંખ્યા: 8

તુલા

હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

લકી સંખ્યા: 1

વૃશ્ચિક

આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો. ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાલશો. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે, અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાતઅનુભવ કરો.

લકી સંખ્યા: 3

ધનુ

તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. તમારે તમરી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે , જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

લકી સંખ્યા: 9

મકર

આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

લકી સંખ્યા: 9

કુંભ

તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે.

લકી સંખ્યા: 7

મીન

તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. સાંજે મિત્રો સાથે બહાર જાવ-કેમ કે તે તમારી માટે કશુંક સારૂં કરશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 4

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

સપ્ટેમ્બર 21, 2019 – ઑક્ટોબર 21, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 10 માં છે .

અતિ સફળ અને યથાર્થ સમયગાળો તમારી રાહ જઈ રહ્યો છે. વધારાની આવક માટે રચનાત્મક અભિગમ અને તકો જોવાય છે. તમારા ઉપરીઓ અને સુપરવાઈઝર્સ સાથે તમારી સારાસારી રહેશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. વ્યાપારનો વ્યાપ અને તમારી શાખ બંને વધતા દેખાય છે. એકંદરે આ તબક્કો સફળતા માટેનો છે.

ઑક્ટોબર 21, 2019 – નવેમ્બર 11, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમય એવો છે જે તમને મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્યને લગતી નાનકડી સમસ્યાઓને નજરઅંદાજ ન કરતા કેમ કે તે મોટી થઈ શકે છે. અલ્સર, સંધિવા, ઉલ્ટી, માથા તથા આંખની સમસ્યાઓ, સાંધાના દુખાવા તથા ધાતુની કોઈ વજનદાર ચીજ પડવાથી થતી ઈજા જેવી બાબતો પ્રત્યે ખાસ સાવચેત રહેવું. તમારા માર્ગમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવી શકે છે પણ ખરાબ સમયમાં હિંમત હારશો નહીં, કેમ કે તમારો આત્મવિશ્વાસ તમારી તરફેણમાં કામ કરશે. સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદની શક્યતા છે, આથી તમને સાવધાન રહેવાની સલાહ અપાય છે. સટ્ટા તથા જોખમ લેવા માટે આ અનુકુળ સમય નથી.

નવેમ્બર 11, 2019 – જાન્યુઆરી 05, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 11 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન બનશો અને ઉચ્ચ સ્તરે પહોંચશો. આ સમયગાળા દરિમયાન તમે વૈવાહિક આનંદને માણશો. વગદાર લોકો સાથેના તમારા સંપર્કો ચોક્કસ વધશે. તમારા શત્રુઓ તમારો સામનો કરવાની હિંમત નહીં કરી શકે. લાંબા અંતરની યાત્રા ફાયદાકારક પુરવાર થશે. પ્રેમ અને રોમાન્સ માટે આ સમયગાળો આશીર્વાદરૂપ પુરવાર થશે. મુશ્કેલીઓનો સામનો તમે ડર્યા વિના કરશો અને તમારા શત્રુઓ સામે વિજયી થશો. નાની-મોટી વ્યાધિઓ થશે. પારિવારિક સંબંધ સંતોષકારક રહેશે. જો કે તમારા સંતાનો સાથેના તમારા સંબંધોમાં સારાસારી નહીં હોય.

જાન્યુઆરી 05, 2020 – ફેબ્રુઆરી 23, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

પરિવાર સાથે ઊંડા તાદાત્મય અને લાગણીશીલ જોડાણની ઈચ્છા તમે ધરાવો છો, આ બાબત તમે તમારા માતા-પિતા પાસેથી શીખ્યા છો. પારિવારિક જીવનમાં સુસંવાદિતાની ખાતરી છે. ઉચ્ચ વ્યક્તિગત મૂલ્યો તથા આદર્શવાદી હોવું, એ કેટલાંક કારણો છે જેને કારણે અન્યો તરફથી તમને ભેટો તથા આશીર્વાદ મળી રહ્યા છે. તમારી ઉર્જા તમારા વ્યક્તિગત સંબંધો તથા ભાગીદારીને મળી રહી છે. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. ઉચ્ચ અધિકારીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ સાથે તમે સંપર્કમાં આવશો. તમારી પ્રતિષ્ઠા અને માનમં વધારો થશે, તમે તમારૂં વાહન નફા માટે અથવા વધુ સારૂં વાહન ખરીદવા માટે વેચશો.

ફેબ્રુઆરી 23, 2020 – એપ્રિલ 21, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 5 માં છે .

નોકરીને લગતી બાબતો સરેરાશથી ઓછી તથા સદંતરપણે સંતોષકારક કહી શકાય એવી નહીં હોય. આ સમયગાળામાં કાર્યસ્થળનો માહોલ વ્યગ્ર તથા તાણ હેઠળ રહેશે. જોખમ લેવાની વૃત્તિને સંપૂર્ણપણે દબાવવી જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારે મહત્વની પ્રવૃત્તિઓ ટાળવી જોઇએ. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષે તમે કેટલાક પડકારોમાં અંતરાયોનો અનુભવ કરશો. અનિશ્ચતતા તથા કેટલીક બાબતોમાં મૂંઝવણ પ્રવર્તશે. તમારા પોતાના લોકો તરફથી પીઠબળનો સંપૂર્ણ અભાવ જોશો. તમારી સામે કાનૂની પગલાં લેવાય એવી શક્યતા પણ છે. તમારી પ્રિય વ્યક્તિની તબિયત ચિંતા કરાવી શકે છે. આ સમયગાળામાં સંતાનપ્રાપ્તિની બાબતમાં સમસ્યાઓ પેદા થશે. આ સમયગાળામાં ધીરજ રાખવી તથા પરિવર્તન ટાળવું

એપ્રિલ 21, 2020 – જૂન 11, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.

જૂન 11, 2020 – જુલાઈ 03, 2020

કેતુ તમારા ભાવ સંખ્યા 5 માં છે .

વ્યાવસાયિક તથા વ્યક્તિગત સ્તરે વિઘ્નો જોવાય છે. મુશ્કેલ પરિસ્થિતિને શાંતિ તથા સમજદારીથી સૂલઝાવવાનો પ્રયાસ કરજો કેમ કે ઉતાવળિયાપણું આ સમયગાળમાં તમને જરાય મદદ નહીં કરે. મુસાફરી ફળદાયી નહીં નીવડે, આથી ટાળજો. તમારા પરિવારની બાજુથી તમને પૂરો સહકાર નહીં મળે. સંતતિને લગતી સમસ્યાઓ આ સમયગાળામાં જોવા મળશે. તમારા શત્રુઓ તમને હેરાન કરવામાં કશું જ બાકી નહીં રાખે. આવામાં બિન્ધાસ્ત બનીને પોતાના નિર્ણયને વળગી રહેવું યોગ્ય પુરવાર થશે. પેટને લગતી વ્યાધિ ચિંતાનું કારણ બની શકે છે.

જુલાઈ 03, 2020 – સપ્ટેમ્બર 02, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 2 માં છે .

કોઈ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તથા સટ્ટાકીય પ્રવૃત્તિમાં ભાગ્ય તમારા પક્ષે રહેશે. કારકિર્દીમાં સારી પ્રગતિની શક્યતા છે. આ સમયગાળો તમારી માટે શ્રેષ્ઠતમ પુરવાર થઈ શકે છે, શરત એટલી કે તમે એ માટે મહેનત કરવા તૈયાર હો. તમે કેટલીક મિલકત મેળવશો તથા સમજદારીભર્યું રોકાણ કરશો. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથે મળશે. પરિવારિક તરફથી મળતા સહકારમાં વધારો જોવા મળશે. સ્વાદિષ્ટ ભોજન માટેનો ટેસ્ટ વિકસાવશો. ઘરમાં સ્નેહ મિલનની શક્યતા છે.

સપ્ટેમ્બર 02, 2020 – સપ્ટેમ્બર 20, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ