જલ્સા કરોને જેંતીલાલ

20.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો વૃષિક રાશિના જાતકો માટે ખાસ…

20-7-2019

મેષ

દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે. પણ તમારે નાની ચણભણમાં મગજ પરનો કાબુ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે.

લકી સંખ્યા: 8

વૃષભ

સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

લકી સંખ્યા: 7

મિથુન

આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમને એકલવાયું લાગે ત્યારે તમારા પરિવારની મદદ લો. એ તમને હતાશાથી બચાવશે. વળી, એ તમને સમજદારીભર્યા નિર્ણયો લેવામાં પણ મદદ કરશે. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

લકી સંખ્યા: 5

કર્ક

સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે. પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

લકી સંખ્યા: 9

સિંહ

ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે અને શક્ય હોય તો ધૂમ્રપાન કરતા મિત્ર સાથે ઊભાં ન રહો કેમ કે તે તમારા ભાવિ બાળક માટે જોખમી પુરવાર થઈ શકે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમારા વર્તનમાં અસ્થિર થતાં નહીં-ખાસ કરીને તમારા જીવનસાથી સાથે- અન્‍યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મુકશો-તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

લકી સંખ્યા: 7

કન્યા

તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારામાંના કેટલાક દાગીના અથવા હૉમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. કોઈ સ્વાદિષ્ટ વાનગી ખવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે.

લકી સંખ્યા: 5

તુલા

આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવનસંગિની માટે તમારૂં મહત્વ કેટલું છે.

લકી સંખ્યા: 8

વૃશ્ચિક

આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે.

લકી સંખ્યા: 1

ધનુ

તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે.

લકી સંખ્યા: 7

મકર

બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મુકશો-તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

લકી સંખ્યા: 7

કુંભ

સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે જીવન ખરેખર અદભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું છે.

લકી સંખ્યા: 4

મીન

તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં. અન્યોની જરૂરિયાતો તથા હિતોના સંદર્ભમાં પણ વિચારો એનાથી તમને અનહદ આનંદ મળશે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે.

લકી સંખ્યા: 2

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

જુલાઈ 20, 2019 – સપ્ટેમ્બર 12, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

તમે નવા ક્ષેત્રમાં કામ કરશો તો તે નુકસાનકારક સાબિત થશે, કેમ કે તેમાં ખર્ચ સાતત્યપણે વધશે, જે સીધા લાભમાં નહીં પરિણમે અથવા તેમં લાંબા ગાળે કશું જ પ્રાપ્ત નહીં થાય. શત્રુઓ તરફથી તકલીફ થશે અને કોર્ટ-કચેરીથી પરેશાન થશો. તમારા વર્તમાન કામને જાળવી રાખી શકશો તથા તમારા દૃષ્ટિકોણમાં સ્થિર અને લો-પ્રોફાઈલ રહી શકશો. મધ્યમ તથા લાંબા ગાળાની યોજના શરૂ કરો. આંખને લગતી સમસ્યા થશે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ સાથેની તમારી મિત્રતા સુમેળભરી નહીં હોય. ઝડપથી નાણાં બનાવવાની યોજનાઓમાં રોકાણ કરતા પૂર્વે પૂરેપૂરી તકેદારી લેજો. તમારા ગર્લ-બોયફ્રેન્ડને સમસ્યા થઈ શકે છે.

સપ્ટેમ્બર 12, 2019 – ઑક્ટોબર 31, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 6 માં છે .

આ તમારી માટે ખાસ ઉચિત સમય નથી. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરશે. તમારે બિનફાયદાકારક કામો સાથે સંકળાવું પડશે. આચાનક આર્થિક નુકસાનની શક્યતા છે. જોખમ લેવાની વૃત્તિ પર અંકુશ રાખવો કેમ કે આ તમારી માટે સારો સમય નથી. નાની બાબતોમાં મિત્રો તથા સંબંધીઓ સાથે તકરારની શક્યતા છે. કોઈ મોટા નિર્ણયો ન લેતા, આવું કરવાથી મુશ્કેલીમાં મુકાવાની શક્યતા છે. આ ઉપરાંત તમારે નિરર્થક કામમાં સામેલ થવું પડશે. મહિલાઓ માટે આ સમયગાળામાં માસિકસ્રાવને લગતી સમસ્યાઓ, મરડો તથા આંખની સમસ્યાની શક્યતા છે.

ઑક્ટોબર 31, 2019 – ડિસેમ્બર 28, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

કાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.

ડિસેમ્બર 28, 2019 – ફેબ્રુઆરી 18, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.

ફેબ્રુઆરી 18, 2020 – માર્ચ 10, 2020

કેતુ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળદાયી છે. માનસિક તાણ અને દબાણને કારણે આ સમયગાળામાં તમારે સહન કરવાનું આવશે. તમારી વ્યાવસાયિક ભાગીદારીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે આ સમયગાળો સારો નથી. મુસાફરી ફળદાયી નહીં નીવડે. જોખમ લેવાની વૃત્તિ પર સંપૂર્ણપણે અંકુશ રાખવું. તમારા નિકટજન અથવા પ્રિયપાત્ર સાથે તમારી તકરાર થઈ શકે છે, આથી આ પ્રકારની પરિસ્થિતિને ટાળવી. પ્રેમ તથા રોમાન્સ માટે આ સારો સમય નથી. પ્રેમ સંબંધ તથા અન્ય સંબંધોમાં તમારે બહુ સાવચેત રહેવું કેમ કે તેનાથી અપમાન થવાની તથા પ્રતિષ્ઠાને નુકસાન થવાની શક્યતા છે.

માર્ચ 10, 2020 – મે 10, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .

અનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.

મે 10, 2020 – મે 28, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

મે 28, 2020 – જૂન 27, 2020

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 9 માં છે .

પારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારી પ્રર્વતશે. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા માટે આ સારો સમય છે, સહકર્મચારીઓ પાસેથી કશુંક નવું શીખી શકશો. મિત્રો તથા વિદેશીઓ સાથેના સારા સંબંધો ફળદાયી સાબિત થશે. જમીન મેળવશો. તમારા હાથે સખાવતી પ્રવૃત્તિઓ થશે. તમારા સંતાનો પણ સફળતા પ્રાપ્ત કરશે અને તમારી માટે ખુશી લાવશે. સુંદર જીવન તમારી રાહ જોઈ રહ્યું છે.

જૂન 27, 2020 – જુલાઈ 19, 2020

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version