૧૯.૦૪.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…

કાલ નું ચંદ્ર રાશિ ફળ મેષ (19 એપ્રિલ, 2019)

તબિયત પર ધ્યાન આપવું પડશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

લકી સંખ્યા: 6

કાલ નું ચંદ્ર રાશિ ફળ વૃષભ (19 એપ્રિલ, 2019)

તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે.તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારૂં બધું કૌવત કામે લગાડો. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે.

લકી સંખ્યા: 5

કાલ નું ચંદ્ર રાશિ ફળ મિથુન (19 એપ્રિલ, 2019)

માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે. હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો.

લકી સંખ્યા: 3


કાલ નું ચંદ્ર રાશિ ફળ કર્ક (19 એપ્રિલ, 2019)

અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં- તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મુકશે.

લકી સંખ્યા: 6

કાલ નું ચંદ્ર રાશિ ફળ સિંહ (19 એપ્રિલ, 2019)

તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સાર્મથ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવા નો ઉત્સાહ પૂરો પાડશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે.

લકી સંખ્યા: 5

કાલ નું ચંદ્ર રાશિ ફળ કન્યા (19 એપ્રિલ, 2019)

તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાઈનો પહાડ કરાયો હોય- કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિક્તાની ચકાસણી કરો. તમે જો િમત્રો સાથે સાંજ બહાર જશો તો ઈન્સ્ટન્ટ રૉમાન્સ તમારી તરફ આવી શકે છે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

લકી સંખ્યા: 3

કાલ નું ચંદ્ર રાશિ ફળ તુલા (19 એપ્રિલ, 2019)

તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. તમારો પરિવાર તમારી વહારે આવશે તથા કટોકટીના સમયમાં તમારૂં માર્ગદર્શન કરશે. કોઈ કાયર્યમાં માસ્ટરી હાંસલ કરનારી વ્યક્તિનું નિરીક્ષણ કરી તમે કેટલાક પાઠ સીખી શકો છો. આ બાબત તમારા આત્મવિશ્વાસને દૃઢ બનાવવામાંઅત્યંત મદદરૂપ થઈ શકે છે. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો- તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

લકી સંખ્યા: 5

કાલ નું ચંદ્ર રાશિ ફળ વૃશ્ચિક (19 એપ્રિલ, 2019)

આજે કોઈક તમને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ કરશે, આથી સચેત રહેજો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો. તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતા સારી એવી સરાહના મેળવશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

લકી સંખ્યા: 7

કાલ નું ચંદ્ર રાશિ ફળ ધનુ (19 એપ્રિલ, 2019)

લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

લકી સંખ્યા: 4


કાલ નું ચંદ્ર રાશિ ફળ મકર (19 એપ્રિલ, 2019)

વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે-પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

લકી સંખ્યા: 4

કાલ નું ચંદ્ર રાશિ ફળ કુંભ (19 એપ્રિલ, 2019)

તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચાશક્તિને મંદ પાડી દીધી છે. ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે. તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.
લકી સંખ્યા: 2

કાલ નું ચંદ્ર રાશિ ફળ મીન (19 એપ્રિલ, 2019)

કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે.

લકી સંખ્યા: 9

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.
એપ્રિલ 19, 2019 – મે 10, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

શારીરિક તથા માનસિક રીતે આ સમયગાળા દરમિયાન તમે ખૂબ જ હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ ખૂબ જ સારો તબક્કો છે, ખાસ કરીને તમારા ભાઈઓ પણ વિકાસ સાધશે. તમારી કારકિર્દીમાં પ્રયત્નોની પરાકાષ્ઠા કરજો, કેમ કે આ સમયગાળામાં સફળતાની ખાતરી છે. ભૌતિક બાબતોમાં પણ લાભની શક્યતા છે. તમારા શત્રુઓ તેમની યોજનામાં સફળ નહીં થાય. આ સમયગાળા દરમિયાન તમારી મનોકામના પૂર્ણ થશે. તમે વિજેતા તરીકે સામે આવશો.

મે 10, 2019 – જુલાઈ 04, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

આ સમયગાળાની શરૂઆતમાં કારકિર્દીમાં અસ્થિરતા તથા દિશાવિહિનતા પ્રવર્તશે. આ સમય દરમિયાન તમારે નવા પ્રોજેક્ટ્સ તથા કારકિર્દીમાં કોઈ મોટા ફ્રેરફાર ટાળવા જઈએ. તમારા મિત્રો તથા સંબંધીઓને તમે પહોંચી વળી શકો એવો આ સમય નથી. બિનજરૂરી પરિસ્થિતિઓ ઊભી થશે, જે તમારા જીવનમાં તકરાર, મુશ્કેલીઓ ઊભી કરશે. ઝડપી નાણાં મેળવવા મટે અયોગ્ય માર્ગ અપનાવતા નહીં. કાર્ય તથા નોકરીને લગતી પરિસ્થિતિ સંતોષકારક નહીં હોય. અકસ્માતનો ખતરો છે. આ સમયગાળામાં કેટલીક પ્રતિકુળ પરિસ્થિતિઓ આવશે, તેમનો સામન કરવા માટે તમારો આત્મવિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ કરો. તમને ખાંસીની સમસ્યા થઈ શકે છે, દમને અથવા સંધિવાના દર્દની ફરિયાદ રહેશે.

જુલાઈ 04, 2019 – ઑગસ્ટ 21, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 10 માં છે .

આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે જે યાદગાર બાબતની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કરશો. તમે તમારી જવાબદારીઓ પૂરી કરી શકશો તથા માતા-પિતા, ભાઈ-બહેનો તથા સંબંધીઓ સાથે એ જ નિકટતા જાળવી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે. તમે મૂલ્યવાન ધાતુ, રત્ન અથવા ઘરેણાં ખરીદી શકશો.


ઑગસ્ટ 21, 2019 – ઑક્ટોબર 18, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 10 માં છે .

આ સમયગાળામાં તમારો દૃષ્ટિકોણ સરેરાશ રહેશે. લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા વ્યવસાયને વિકસાવવાની દિશામાં કાર્ય કરજો. આ સમયગાળામાં અંગત મુદ્દાઓ અને સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યાઓ રહેશે જે તમારા કામમાં અંતરાય ઊભા કરશે. પડકારો રહેશે તથા નવી પસંદગી અંગે નિર્ણય વિચારીને લેજો. નવી યોજનાને સદંતર ટાળવી. તમારા સ્વીકાર ન કરવાના સ્વભાવને કારણે તથા કાર્યસ્થળે સ્પર્ધાને કારણે આ સમયગાળામાં તમે વિધ્નો અનુભવશો. જમીન કે મશીનરીની ખરીદી થોડા સમય માટે ટાળવી.

ઑક્ટોબર 18, 2019 – ડિસેમ્બર 09, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

ડિસેમ્બર 09, 2019 – ડિસેમ્બર 30, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 10 માં છે .

તમે તમારા ઉપરીઓ સાથે અરસપરસના સારા સંબંધ જાળવી શકશો, જે તમારી માટે લાંબા ગાળે સારા પુરવાર થશે. આ સમયગાળામાં પદનું નુકસાન જોઈ શકાય છે. તમારૂં મગજ નાવીન્યસભર અને રચનાત્મક પ્રવૃત્તિઓથી છલોછલ હશે, પણ પરિસ્થિતિના સારાં નરસાં પાસાં વિશે જાણ્યા વિના તેમને અમલમાં મુકવાના પ્રયાસો ન કરતા. તમારા ગૃહ જીવન તરફ તમારે વધારે વધારે ધ્યાન આપવું પડશે. મુસાફરીની શક્યતા છે અને આ બાબત તમારી માટે ફળદાયી પુરવાર થશે. તમારા પરિવારના સભ્યની તબિયતને નુકસાન થવાની શક્યતા છે, આથી તેમનું તથા તમારૂં બરાબર ધ્યાન રાખજો.

ડિસેમ્બર 30, 2019 – ફેબ્રુઆરી 29, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .

અનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.

ફેબ્રુઆરી 29, 2020 – માર્ચ 18, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

માર્ચ 18, 2020 – એપ્રિલ 18, 2020

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 7 માં છે .

ઉપરની તરફ પ્રગતિ માટે આ સમયગાળો શ્રેષ્ઠ પગથિયું સાબિત થશે તથા કારકિર્દીમાં પણ ઉપર તરફનું વલણ જોવાય છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી ખુશી મળવાની શક્યતા છે. સહકારીઓ-ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતા છે. પ્રેમ તથા રોમાન્સમાં વધારો થશે. વ્યાપાર તથા વિદેશ યાત્રા દ્વારા લાભ થશે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. સ્વંય-શિસ્ત, સ્વંય-નિયમન તથા તમારા રોજિંદા વ્યવહાર પર અંકુશ તમારી માટે લાભદાયક પુરવાર થશે. તાવ તથા સંધિવાના દર્દથી સાવધ રહેજો. આ સમયગાળો તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યનું સૂચન કરે છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ