15.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

15-7-2019

મેષ

તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. કારકિર્દીને લગતા તમારા નિર્ણયો તમે જાતે જ લો અને તમને તેના લાભ મળશે. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો.

લકી સંખ્યા: 3

વૃષભ

જીવન તરફ ઉદાર અભિગમ કેળવો. તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો.

લકી સંખ્યા: 2

મિથુન

એક કરતાં વધારે નર્વસબ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે. તમારી જાતને હકારાત્મક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારાર રહસ્યો અન્યો સાથએ શૅર કરવાનું ટાળવું જોઈએ. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે.

લકી સંખ્યા: 9

કર્ક

કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે. તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. લોકોનો ચંચૂપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.

લકી સંખ્યા: 3

સિંહ

તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. લોકો તમને નવી આશાઓ તથા સપનાં આપશે-પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે.

લકી સંખ્યા: 2

કન્યા

તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમે જેમની સાથે પ્રેમ કરો છો એવા લાકા સાથેની ગેરસમજ દૂર થશે. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

લકી સંખ્યા: 9

તુલા

શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે.

લકી સંખ્યા: 3

વૃશ્ચિક

આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જસો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો. રૉમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે. કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટૅન્શન લાવશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

લકી સંખ્યા: 4

ધનુ

તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો, અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે, પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

લકી સંખ્યા: 1

મકર

તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

લકી સંખ્યા: 1

કુંભ

તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. કારકિર્દીને લગતા તમારા નિર્ણયો તમે જાતે જ લો અને તમને તેના લાભ મળશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી, ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં.

લકી સંખ્યા: 8

મીન

ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. તમારા માતા-પિતા તેમનું વચન ન પાળે તે હતાશ થતા નહીં- મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે તમે એ અનુભવશો કે અદભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે.

લકી સંખ્યા: 6

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

જુલાઈ 15, 2019 – ઑગસ્ટ 05, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળદાયી છે. માનસિક તાણ અને દબાણને કારણે આ સમયગાળામાં તમારે સહન કરવાનું આવશે. તમારી વ્યાવસાયિક ભાગીદારીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે આ સમયગાળો સારો નથી. મુસાફરી ફળદાયી નહીં નીવડે. જોખમ લેવાની વૃત્તિ પર સંપૂર્ણપણે અંકુશ રાખવું. તમારા નિકટજન અથવા પ્રિયપાત્ર સાથે તમારી તકરાર થઈ શકે છે, આથી આ પ્રકારની પરિસ્થિતિને ટાળવી. પ્રેમ તથા રોમાન્સ માટે આ સારો સમય નથી. પ્રેમ સંબંધ તથા અન્ય સંબંધોમાં તમારે બહુ સાવચેત રહેવું કેમ કે તેનાથી અપમાન થવાની તથા પ્રતિષ્ઠાને નુકસાન થવાની શક્યતા છે.

ઑગસ્ટ 05, 2019 – ઑક્ટોબર 05, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .

અનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.

ઑક્ટોબર 05, 2019 – ઑક્ટોબર 23, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

ઑક્ટોબર 23, 2019 – નવેમ્બર 23, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 7 માં છે .

ઉપરની તરફ પ્રગતિ માટે આ સમયગાળો શ્રેષ્ઠ પગથિયું સાબિત થશે તથા કારકિર્દીમાં પણ ઉપર તરફનું વલણ જોવાય છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી ખુશી મળવાની શક્યતા છે. સહકારીઓ-ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતા છે. પ્રેમ તથા રોમાન્સમાં વધારો થશે. વ્યાપાર તથા વિદેશ યાત્રા દ્વારા લાભ થશે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. સ્વંય-શિસ્ત, સ્વંય-નિયમન તથા તમારા રોજિંદા વ્યવહાર પર અંકુશ તમારી માટે લાભદાયક પુરવાર થશે. તાવ તથા સંધિવાના દર્દથી સાવધ રહેજો. આ સમયગાળો તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યનું સૂચન કરે છે.

નવેમ્બર 23, 2019 – ડિસેમ્બર 14, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

ડિસેમ્બર 14, 2019 – ફેબ્રુઆરી 07, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

તમે નવા ક્ષેત્રમાં કામ કરશો તો તે નુકસાનકારક સાબિત થશે, કેમ કે તેમાં ખર્ચ સાતત્યપણે વધશે, જે સીધા લાભમાં નહીં પરિણમે અથવા તેમં લાંબા ગાળે કશું જ પ્રાપ્ત નહીં થાય. શત્રુઓ તરફથી તકલીફ થશે અને કોર્ટ-કચેરીથી પરેશાન થશો. તમારા વર્તમાન કામને જાળવી રાખી શકશો તથા તમારા દૃષ્ટિકોણમાં સ્થિર અને લો-પ્રોફાઈલ રહી શકશો. મધ્યમ તથા લાંબા ગાળાની યોજના શરૂ કરો. આંખને લગતી સમસ્યા થશે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ સાથેની તમારી મિત્રતા સુમેળભરી નહીં હોય. ઝડપથી નાણાં બનાવવાની યોજનાઓમાં રોકાણ કરતા પૂર્વે પૂરેપૂરી તકેદારી લેજો. તમારા ગર્લ-બોયફ્રેન્ડને સમસ્યા થઈ શકે છે.

ફેબ્રુઆરી 07, 2020 – માર્ચ 26, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 6 માં છે .

આ તમારી માટે ખાસ ઉચિત સમય નથી. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરશે. તમારે બિનફાયદાકારક કામો સાથે સંકળાવું પડશે. આચાનક આર્થિક નુકસાનની શક્યતા છે. જોખમ લેવાની વૃત્તિ પર અંકુશ રાખવો કેમ કે આ તમારી માટે સારો સમય નથી. નાની બાબતોમાં મિત્રો તથા સંબંધીઓ સાથે તકરારની શક્યતા છે. કોઈ મોટા નિર્ણયો ન લેતા, આવું કરવાથી મુશ્કેલીમાં મુકાવાની શક્યતા છે. આ ઉપરાંત તમારે નિરર્થક કામમાં સામેલ થવું પડશે. મહિલાઓ માટે આ સમયગાળામાં માસિકસ્રાવને લગતી સમસ્યાઓ, મરડો તથા આંખની સમસ્યાની શક્યતા છે.

માર્ચ 26, 2020 – મે 23, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

કાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.

મે 23, 2020 – જુલાઈ 14, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ