૧૪.૦૫.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…

મેષ

મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે. આ બાબત તમને મદહોશ બનાવી દેશે.

લકી સંખ્યા: 7

વૃષભ

તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસ્સા ખુશ રહેશો. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે. પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

લકી સંખ્યા: 6

મિથુન

આજે તમારૂં સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે. પણ તમારી દૃઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

લકી સંખ્યા: 4

કર્ક

શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો-થોડો આરમ તથા પોષચ આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે.

લકી સંખ્યા: 8

સિંહ

તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. તમે જે હંમેશાં કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

લકી સંખ્યા: 6

કન્યા

ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમને એકલવાયું લાગે ત્યારે તમારા પરિવારની મદદ લો. એ તમને હતાશાથી બચાવશે. વળી, એ તમને સમજદારીભર્યા નિર્ણયો લેવામાં પણ મદદ કરશે. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

લકી સંખ્યા: 4

તુલા

તમારો મૂડ બદલવા માટે કોઈક સામજિક મેળાવડામાં હાજરી આપો. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા-પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. તમારે તમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે. બધાને આહત કરવા કરતાં કહ્યાગરા બનવું સારૂં. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

લકી સંખ્યા: 7

વૃશ્ચિક

તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

લકી સંખ્યા: 9

ધનુ

વધુ પડતી કૅલૅરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે.

લકી સંખ્યા: 6

મકર

શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે. તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈપણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો. પૂરતો આરામ લેવાનું યાદ રાખજો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ. દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો.

લકી સંખ્યા: 6

કુંભ

અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. રૉમાન્સ માટે સારો દિવસ. તમને લાભ થવાની શક્યતા છે- જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે.

લકી સંખ્યા: 3

મીન

બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે-જે તમારો ગુસ્સો વધારી મુકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જસો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો.

લકી સંખ્યા: 1

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

મે 14, 2019 – જુલાઈ 14, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .

અનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.

જુલાઈ 14, 2019 – ઑગસ્ટ 01, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

ઑગસ્ટ 01, 2019 – ઑગસ્ટ 31, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 5 માં છે .

તમારી યોજનાઓ પર કામ કરવા માટેનો આ શ્રેષ્ઠતમ સમય છે. વૈવાહિક સુખ તથા લગ્નજીવન માણવા માટે ગ્રહો તમારી માટે અત્યંત અનુકૂળ છે. આધ્યાત્મિક વિશ્વ તમારી માટે પોતાના દરવાજા ઉઘાડશે, પણ તકોનો ઉપયોગ કરતા પૂર્વે કેટલીક તૈયારીઓ કરવી જરૂરી છે. તમે જો સંતાનની વાટ જોઈ રહ્યા હો તો સુખરૂપ સુવાવડ થશે. તમારા લેખન કાર્ય માટે તમને વાહ-વાહી મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શૈક્ષણિક શ્રેષ્ઠતાનો છે અને તેઓ અભ્યાસમાં શ્રેષ્ઠતાની પ્રાપ્તિ કરશે. આ સમયગાળા દરમિયાન બાળજન્મની શક્યતા છે, ખાસ કરીને કન્યારત્નનો જન્મ થવાના યોગ છે.

ઑગસ્ટ 31, 2019 – સપ્ટેમ્બર 22, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

શારીરિક તથા માનસિક રીતે આ સમયગાળા દરમિયાન તમે ખૂબ જ હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ ખૂબ જ સારો તબક્કો છે, ખાસ કરીને તમારા ભાઈઓ પણ વિકાસ સાધશે. તમારી કારકિર્દીમાં પ્રયત્નોની પરાકાષ્ઠા કરજો, કેમ કે આ સમયગાળામાં સફળતાની ખાતરી છે. ભૌતિક બાબતોમાં પણ લાભની શક્યતા છે. તમારા શત્રુઓ તેમની યોજનામાં સફળ નહીં થાય. આ સમયગાળા દરમિયાન તમારી મનોકામના પૂર્ણ થશે. તમે વિજેતા તરીકે સામે આવશો.

સપ્ટેમ્બર 22, 2019 – નવેમ્બર 15, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

ઉપરીઓ તથા જવાબદારીભર્યા અથવા વગદાર પદ પરના લોકોનો સંપૂર્ણ સહકાર મળશે. વ્યાવસાયિક રીતે તમે સારી પ્રગતિ કરશો. વ્યાપાર-ધંધાને લગતી શક્યતાઓ સારી રહેશે, જો તમે નોકરી કરતા હો તો પ્રમોશનની શક્યતા પણ નકારી શકાય નહીં. કારકિર્દી તથા ઘરના મોરચે તમારે મહત્વની જવાબદારીનો ભાર ઉપડવાનો થશે. તમારી સત્તાવાર ફરજ-પ્રવાસ દરમિયાન સુસંગત વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાની સારી શક્યતા છે. તમારા ભાઈ-બહેન સાથેના તમારા સંબંધોમાં સારાસારી રહેશે. જો કે, તમારા ભાઈ-ભાંડુને તકલીફ થઈ શકે છે.

નવેમ્બર 15, 2019 – જાન્યુઆરી 03, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .

અત્યારે પોતાનું ધ્યાન રાખો અને તમારા પર બોજો ન વધે તેની તકેદારી રાખજો, આ રીતે તમે તમારી જાતને લાંબા સમય સુધી આગળ વધવા પ્રેરી શકશો. કેટલીક નિરાશા જોવા મળશે. તમારી હિંમત અને દૃઢતા તમારા શ્રેષ્ઠ ગુણો છે, પણ વધારે પડતા અડિયલ કે જક્કી થવાથી નુકસાન થઈ શકે છે. તમારા મિત્રો તથા સાથીદારો તરફથી જોઈતું પીઠબળ નહીં મળે. પરિવારના સભ્યોનો અભિગમ ખાસ્સો અલગ હશે. સ્વાસ્થ્ય તમને પરેશાન કરશે, ચક્કર તથા ઉલ્ટી, તાવના હુમલા, કાનનો ચેપ અને ઉલ્ટીથી પરેશાન થશો.

જાન્યુઆરી 03, 2020 – માર્ચ 01, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 9 માં છે .

આ સમયગાળાને સારા તબક્કાનું પ્રભાત કહી શકાય. તમે સારા કાર્યો સાથે સંકળાશો. આ સમયગાળા દરમિયાન તમે અતિ આનંદમાં રહેશો. તમામ વિપરિત પરિસ્થિતિઓને તમે સારી રીતે સંભાળી લેશો. પારિવારિક ખુશીની ખાતરી છે. જો કે, તમારા ભાઈ-બહેનોને કેટલીક સમસ્યા થશે. તમારા પોતાના પ્રયત્નોને કારણે તમારી આવકમાં વધારો થશે. તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. સ્વાસ્થ્યને લગતી નાની-મોટી ચિંતાઓ રહેશે. તમારા પ્રયાસોમાં મિત્રો તથા સાથીદારોની મદદ મળશે.

માર્ચ 01, 2020 – એપ્રિલ 21, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

એપ્રિલ 21, 2020 – મે 13, 2020

કેતુ તમારા ભાવ સંખ્યા 9 માં છે .

તમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગ યોજાવાની શક્યતા છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, જે તમારી માટે અસાધારણ સાબિત થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે અને તમે તમારા વેપાર સબંધિત મુસાફરી કરશો જે ફળદાયી તથા સારી પુરવાર થશે. આ અદભુત સમયગાળનો મહત્તમ ઉપયોગ કરો. તમે કેટલાંક ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપશો તથા કોઈક માનનીય ધાર્મિક વ્યક્તિના સંપર્કમાં આવશો.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ