13.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

13-7-2019

મેષ

તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે.

લકી સંખ્યા: 2

વૃષભ

વાહન ચલાવતી વખતે તકેદારી રાખો. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

લકી સંખ્યા: 1

મિથુન

તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

લકી સંખ્યા: 8

કર્ક

યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો.

લકી સંખ્યા: 3

સિંહ

ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ વધારે તકેદારી રાખવી. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. કલ્પનાઓ કે તરંગ-તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો-તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો- એનાથી તમને સારું લાગશે. તમારા પ્રિયપાત્રનું. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાતી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો.

લકી સંખ્યા: 1

કન્યા

તાણથી મુક્ત થવા માટે તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે. કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે, કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે.

લકી સંખ્યા: 9

તુલા

સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

લકી સંખ્યા: 2

વૃશ્ચિક

તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે.

લકી સંખ્યા: 4

ધનુ

તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે.

લકી સંખ્યા: 1

મકર

ખૂલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી. પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટૅન્શનમાં ઓર વધારો થશે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે.

લકી સંખ્યા: 1

કુંભ

હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે.

લકી સંખ્યા: 8

મીન

ગુસ્સાની લહેર આજે વાદ-વિવાદ તથા ઘર્ષણ ભણી દોરી જશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. રૉમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

લકી સંખ્યા: 5

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

જુલાઈ 13, 2019 – સપ્ટેમ્બર 09, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

કાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.

સપ્ટેમ્બર 09, 2019 – ઑક્ટોબર 30, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.

ઑક્ટોબર 30, 2019 – નવેમ્બર 21, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળદાયી છે. માનસિક તાણ અને દબાણને કારણે આ સમયગાળામાં તમારે સહન કરવાનું આવશે. તમારી વ્યાવસાયિક ભાગીદારીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે આ સમયગાળો સારો નથી. મુસાફરી ફળદાયી નહીં નીવડે. જોખમ લેવાની વૃત્તિ પર સંપૂર્ણપણે અંકુશ રાખવું. તમારા નિકટજન અથવા પ્રિયપાત્ર સાથે તમારી તકરાર થઈ શકે છે, આથી આ પ્રકારની પરિસ્થિતિને ટાળવી. પ્રેમ તથા રોમાન્સ માટે આ સારો સમય નથી. પ્રેમ સંબંધ તથા અન્ય સંબંધોમાં તમારે બહુ સાવચેત રહેવું કેમ કે તેનાથી અપમાન થવાની તથા પ્રતિષ્ઠાને નુકસાન થવાની શક્યતા છે.

નવેમ્બર 21, 2019 – જાન્યુઆરી 20, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .

અનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.

જાન્યુઆરી 20, 2020 – ફેબ્રુઆરી 08, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

ફેબ્રુઆરી 08, 2020 – માર્ચ 09, 2020

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 6 માં છે .

શારીરિક તથા માનસિક રીતે આ સમય તમારી માટે ખાસ અનુકુળ નથી. સ્વાસ્થ્યની લગતી સમસ્યાઓથી પીડાશો અને તેનાથી તમારી માનસિક શાંતિ છીનવાઈ જવાની શક્યતા છે. તમારા શત્રુઓ તમારા પરિવાર્‍ અને મિત્રો સામે તમારી છબિને દાગ લગાડવાનો પ્રયાસ કરી શકે છે, આથી તમને સલાહ છે કે શત્રુઓથી બની શકે એટલા દૂર રહો. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની શક્યતા હોવાથી તમારે તકેદારી રાખવી. તમારા જીવનસાથીની સ્વાસ્થ્યની સમસ્યા પણ નકારી શકાય નહીં.

માર્ચ 09, 2020 – માર્ચ 30, 2020

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

માર્ચ 30, 2020 – મે 24, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

તમે નવા ક્ષેત્રમાં કામ કરશો તો તે નુકસાનકારક સાબિત થશે, કેમ કે તેમાં ખર્ચ સાતત્યપણે વધશે, જે સીધા લાભમાં નહીં પરિણમે અથવા તેમં લાંબા ગાળે કશું જ પ્રાપ્ત નહીં થાય. શત્રુઓ તરફથી તકલીફ થશે અને કોર્ટ-કચેરીથી પરેશાન થશો. તમારા વર્તમાન કામને જાળવી રાખી શકશો તથા તમારા દૃષ્ટિકોણમાં સ્થિર અને લો-પ્રોફાઈલ રહી શકશો. મધ્યમ તથા લાંબા ગાળાની યોજના શરૂ કરો. આંખને લગતી સમસ્યા થશે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ સાથેની તમારી મિત્રતા સુમેળભરી નહીં હોય. ઝડપથી નાણાં બનાવવાની યોજનાઓમાં રોકાણ કરતા પૂર્વે પૂરેપૂરી તકેદારી લેજો. તમારા ગર્લ-બોયફ્રેન્ડને સમસ્યા થઈ શકે છે.

મે 24, 2020 – જુલાઈ 12, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 6 માં છે .

આ તમારી માટે ખાસ ઉચિત સમય નથી. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરશે. તમારે બિનફાયદાકારક કામો સાથે સંકળાવું પડશે. આચાનક આર્થિક નુકસાનની શક્યતા છે. જોખમ લેવાની વૃત્તિ પર અંકુશ રાખવો કેમ કે આ તમારી માટે સારો સમય નથી. નાની બાબતોમાં મિત્રો તથા સંબંધીઓ સાથે તકરારની શક્યતા છે. કોઈ મોટા નિર્ણયો ન લેતા, આવું કરવાથી મુશ્કેલીમાં મુકાવાની શક્યતા છે. આ ઉપરાંત તમારે નિરર્થક કામમાં સામેલ થવું પડશે. મહિલાઓ માટે આ સમયગાળામાં માસિકસ્રાવને લગતી સમસ્યાઓ, મરડો તથા આંખની સમસ્યાની શક્યતા છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ