૧૧.૦૩.૧૯ – આજનું રાશિફળ, વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ
જાતે જ પોતાની દવા કરવી એ બાબત ડ્રગ ડિપેન્ડન્સીનું કારણ બની શકે છે. કોઈપણ દવા લેવા પૂર્વે ફિઝિશિયનની સલાહ લો અન્યથા ડ્રગ ડિપેન્ડ્ન્સીની શક્યતા ખાસ્સી વધારે છે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈપણ નિણર્ણય થોપવાનો પ્રયાસ કરશો-તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો-ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકુળ પરિણામો તરફ દોરી જશે. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

લકી સંખ્યા: 6
વૃષભ
છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે. પણ તમારે નાની ચણભણમાં મગજ પરનો કાબુ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

લકી સંખ્યા: 5
મિથુન
જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે.

લકી સંખ્યા: 3

કર્ક
મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે.

લકી સંખ્યા: 7
સિંહ
તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે.

લકી સંખ્યા: 5
કન્યા
તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

લકી સંખ્યા: 3
તુલા
તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે. મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. પરિવાર,બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

લકી સંખ્યા: 6
વૃશ્ચિક
આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે. પ્રેમ એ ઈન્દ્રિઓની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઈન્દ્રિઓ પ્રેમના અતિઆનંદની અનુભૂતિ કરશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો.

લકી સંખ્યા: 7
ધનુ
આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. પ્રેમ જીવન આશા લાવશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે.

લકી સંખ્યા: 4
મકર
તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને સાલશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

લકી સંખ્યા: 4
કુંભ
પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે.પણ હિંમત હારતા નહીં. ઐશ્વર્ય મનને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે. તમારી હિંમત પ્રેમ અપાવશે. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

લકી સંખ્યા: 2
મીન
તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

લકી સંખ્યા: 9

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)
ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

માર્ચ 11, 2019 – મે 11, 2019
શુક્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .
અનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.

મે 11, 2019 – મે 29, 2019
સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .
ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

મે 29, 2019 – જૂન 28, 2019
ચંદ્ર તમારા ભાવ સંખ્યા 4 માં છે .
આ સમય તમારી માટે સમૃદ્ધિભર્યો બની રહેશે. તમને અનેક આશ્ચર્યો મળશે, તેમાંના મોટા ભાગના સુખદ હશે. પતિ-પત્ની અથવા સગાં તરફથી આનંદની પ્રાપ્તિ થશે. વિવાદો તથા કોર્ટ-કચેરીને લગતા કામોમાં સફળતા મળશે. નવું ઘર અથવા વાહન ખરીદશો. તમારા કોન્ટ્રાક્ટસ તથા કરારો દ્વારા સારો નફો મેળવશો. તમારા શત્રુઓ પર તમારૂં પ્રભુત્વ રહેશે. નાણાંકીય બાબતોનો સવાલ છે ત્યાં સુધી આ હકારાત્મક સમય છે.

જૂન 28, 2019 – જુલાઈ 20, 2019
મંગળ તમારા ભાવ સંખ્યા 4 માં છે .
મિત્રો, સંબંધીઓ અથવા સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં સાવચેતી રાખજો, તેમની સાથે વિવાદ કે ઝઘડો થવાની પ્રબળ શક્યતા છે. વ્યવસાય માટે આ સારો સમયગાળો નથી અને અચાનક આર્થિક નુકસાનની શક્યતાઓ જોવાય છે. ગુપ્ત પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. માનસિક તાણ તથા પરિતાપમાંથી પસાર થાવ એવી શક્યતા છે. આ સમયગાળામાં ઈજા થવાની શક્યતા છે, આથી વાહન ચલાવતી વખતે વધારે સંભાળવું.

જુલાઈ 20, 2019 – સપ્ટેમ્બર 12, 2019
રાહુ તમારા ભાવ સંખ્યા 6 માં છે .
લાભદાયક સોદો પાર પડવાની ભારે શકયતા છે. તમે જો લોન માટે અરજી કરી હોય તો તમને નાણાંકીય મદદ મળશે. સ્વાસ્થ્યને લગતી નાની વ્યાધિઓ કનડશે. વ્યાવસાયિક તથા ઘરને લગતી જવાબદારીઓ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સાધી તમે જીવનના આ બે મહત્વનાં પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ ભારે મુશ્કેલી બાદ પૂરી થશે પણ અંતે તે સમૃદ્ધિ,કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. સ્પર્ધામાં તમે વિજેતા તરીકે સામે આવશો તથા ઈન્ટરવ્યૂઝમાં પણ સફળતા હાંસલ કરશો.

સપ્ટેમ્બર 12, 2019 – ઑક્ટોબર 31, 2019
ગુરુ તમારા ભાવ સંખ્યા 11 માં છે .
કોઈક રીતે, સમય અને ભાગ્ય તમારા તથા તમારી પ્રવૃત્તિઓ તરફ સ્પોટલાઈટ નાખશે. તમારા કામ માટે તમને શ્રેય તથા અન્ય સ્વીકૃતિ મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે તમને મળે તે માટેનો આ સમય છે. કહેવાની જરૂર ખરી કે અંગત સંબંધોમાં ઉત્સાહ વધશે. બાળકો આનંદ લાવશે. પ્રવાસ અનિવાર્ય છે અને લોકો તમને મળવા તત્પર રહેશે. આ સમયગાળો તમને ધ્યાન કરવા તથા માનવ અસ્તિત્વ પાછળના સત્યો તથા વાસ્તવિક્તાઓ વિશે તપાસ કરવા પ્રેરશે, મોંઘી તથા વિરલ ચીજની ખરીદી કરશો. એકંદરે, આ સમયગાળો ઉચ્ચ ફળ આપનારો છે.

ઑક્ટોબર 31, 2019 – ડિસેમ્બર 28, 2019
શનિ તમારા ભાવ સંખ્યા 12 માં છે .
આ તમારી માટે ખાસ સંતોષકારક સમય નથી. આર્થિક રીતે તમારે અચાનક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ-કચેરી તથા તકરારોને કારણે નાણાંકીય નુકસાન થશે. તમારે ખૂબ મહેનત કરવી પડશે. પારિવારિક જીવન પણ તાણ વધારશે. ધંધાકીય બાબતમાં જોખમ લેવાના પ્રયાસ કરતા નહીં, કેમ કે તમારી માટે આ સમય સારો નથી. તમારા શત્રુઓ તમારી છબિને હાનિ પહોંચાડવાના પ્રયાસ કરશે. નાણાંકીય નુકસાનની સ્પષ્ટ શક્યતા છે.

ડિસેમ્બર 28, 2019 – ફેબ્રુઆરી 17, 2020
બુધ તમારા ભાવ સંખ્યા 3 માં છે .
મુસાફરી રસપ્રદ પુરવાર થશે અને તમને સુસંગત હોય તેવી વ્યક્તિઓ સાથે આકર્ષક સંવાદ માટેનો માર્ગ મોકળો કરશે. વ્યાવસાયિક તથા ઘરની જવબદારીને તમે સમજદારીપૂર્વક સંતુલિત કરી શકશો અને જીવનના આ બંને મહત્વપૂર્ણ પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ મુશ્કેલીથી પૂર્ણ થશે પણ અંતે તે તમને સમૃદ્ધિ, કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતા છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથ મળશે. ઉપરીઓ તથા જવાબદાર તથા વગદાર પદો પરના લોકો તરફથી તમને મદદ મળશે.

ફેબ્રુઆરી 17, 2020 – માર્ચ 10, 2020
કેતુ તમારા ભાવ સંખ્યા 12 માં છે .
આ સમય તમારી માટે ઝાઝી સફળતા અપાવનારો નથી. બિનજરૂરી ખર્ચ થશે, પણ તમારે તેના પર અંકુશ મુકવું પડશે. તમામ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. પારિવારિક વાતાવરણમાં સંવાદિતાનો અભાવ જણાય. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમારી અસ્વસ્થતા વધારી મુકશે. મંત્ર તથા આધ્યાત્મિક બાબતો તરફ તમારો ઝુકાવ વધશે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.