04.08.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો મીન રાશિના જાતકો માટે ખાસ…

4-8-2019

મેષ

તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે.

લકી સંખ્યા: 3

વૃષભ

તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

લકી સંખ્યા: 2

મિથુન

તમારો હકારાત્મક દૃષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.

લકી સંખ્યા: 9

કર્ક

ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે. તે સ્વયંસ્ફૂરિતાને મારી નાખે છે-જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાન પંગુ બનાવે છે-આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. મહેમાનોની સંગત માણવા માટે અદભુત દિવસ. તમારા સગાં-સંબંધીઓ સાથે કોઈક ખાસ યોજના ઘડો. તેઓ પણ આ બાબતને ચોક્કસ જ બિરદાવશે. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે.

લકી સંખ્યા: 4

સિંહ

જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

લકી સંખ્યા: 2

કન્યા

બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો, એ તમને માનસિક દૃઢતા બક્ષશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

લકી સંખ્યા: 9

તુલા

આજે તમારૂં સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે. પણ તમારી દૃઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે.

લકી સંખ્યા: 3

વૃશ્ચિક

આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. કોઈક અંગત સમસ્યા સૂલઝાવવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે. તમારા રૉમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો, તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે.

લકી સંખ્યા: 5

ધનુ

કશુંક કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. એવો દિવસ જ્યારે તમારી માટે ખરાબ લાગણી ધરાવનારી વ્યક્તિ તમારી સાથેની ગેરસમજ દૂર કરવાનો તથા તમારી સાથે સમાધાન સાધવાનો પ્રયાસ કરશે. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબચની જરૂરૂ નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે, તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.

લકી સંખ્યા: 2

મકર

લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

લકી સંખ્યા: 2

કુંભ

રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે. આવા સંબંધીઓ મેળવવા બદ્લ તમે નસીબદાર છો. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો.

લકી સંખ્યા: 8

મીન

તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. બાળકના અભ્યાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ ક્ષણે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પણ આ બધું ક્ષણિક છે અને સમય સાથે દૂર થઈ જશે. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે, પણ આજે તમે તમારા જીવનસાથીની અદભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

લકી સંખ્યા: 6

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

ઑગસ્ટ 4, 2019 – ઑગસ્ટ 22, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

ઑગસ્ટ 22, 2019 – સપ્ટેમ્બર 21, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આ તમારી માટે અતિશય સારો સમય છે, આથી તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરજો. કેટલાક સુખદ આશ્ચર્યો તથા કૌટુંબિક અથવા સંબંધીઓના સ્નેહમિલનના પ્રસંગોની શક્યતા છે. સ્ત્રીઓ તરફથી લાભ અને ઉપરીઓ તરફથી તરફેણની શક્યતા છે. જ્યાં સુધી આર્થિક બાબતોનો પ્રશ્ન છે, આ સમયગાળો ફળદાયી છે.

સપ્ટેમ્બર 21, 2019 – ઑક્ટોબર 13, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમય એવો છે જે તમને મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્યને લગતી નાનકડી સમસ્યાઓને નજરઅંદાજ ન કરતા કેમ કે તે મોટી થઈ શકે છે. અલ્સર, સંધિવા, ઉલ્ટી, માથા તથા આંખની સમસ્યાઓ, સાંધાના દુખાવા તથા ધાતુની કોઈ વજનદાર ચીજ પડવાથી થતી ઈજા જેવી બાબતો પ્રત્યે ખાસ સાવચેત રહેવું. તમારા માર્ગમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવી શકે છે પણ ખરાબ સમયમાં હિંમત હારશો નહીં, કેમ કે તમારો આત્મવિશ્વાસ તમારી તરફેણમાં કામ કરશે. સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદની શક્યતા છે, આથી તમને સાવધાન રહેવાની સલાહ અપાય છે. સટ્ટા તથા જોખમ લેવા માટે આ અનુકુળ સમય નથી.

ઑક્ટોબર 13, 2019 – ડિસેમ્બર 06, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળો સ્થાન પરિવર્તન તથા નોકરીમાં બદલાવનું સૂચન કરે છે. માનસિક અસ્વસ્થતાથી પીડાશો. તમારી માનસિક શાંતિ હણાઈ જશે. પરિવારના સભ્યોનો અભિગમ સદંતર અલગ રહેશે. મોટું રોકાણ ન કરતા કેમ કે બધું જ તમારી ધારણા મુજબ પાર પડે તેવી શક્યતાઓ ઓછી છે. તમારા મિત્રો અને સાથીદારો તેમના વચનો પાળશે નહીં. તમારા દુરાચારી મિત્રોથી સાવચેત રહેજો, કેમ કે તેમના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની દરકાર લેજો , કેમ કે તેમની તબિયતમાં બગાડો થઈ શકે છે. આથી, અત્યારથી કોઈ મુસાફરીની યોજના બનાવતા નહીં. શારીરિક વ્યાધિઓની પણ શક્યતા છે.

ડિસેમ્બર 06, 2019 – જાન્યુઆરી 24, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 5 માં છે .

તમારા વ્યક્તિત્વમાં, કાર્યસ્થળે, મિત્રો અને પરિવારમાં સંવાદિતા કઈ રીતે જાળવવી તેના નવા માર્ગ વિશે તમે શીખી રહ્યા છો. તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાની રીતો શીખીને તથા તમારી જાત સાથે તથા તમારી અંગત જરૂરિયાત સાથે એકનિષ્ઠ રહીને તમે સારૂં એવું વળતર મેળવશો. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. તમારા સારા પ્રયત્નોને અત્યાર સુધી જે લોકો નજરઅંદાજ કરી રહ્યા હોવાનું તમે વિચારી રહ્યા છો, એ જ લોકો તમારા સોથી સબળ ટેકેદાર તરીકે સામે આવશો. પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની શક્યતા છે. આ સમયગાળો તમારા સંતાનો માટે સમૃદ્ધિ, ખુશી અને સફળતા લાવશે.

જાન્યુઆરી 24, 2020 – માર્ચ 22, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 6 માં છે .

તમે ઉર્જાથી છલોછલ છો અને આ બાબત ચોક્કસ જ તમને પીઠબળ આપનારા લોકોને તમારા જીવનમાં આકર્ષશે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે. આર્થિક રીતે તમારી માટે આ સરસ સમય છે. તમારા વ્યક્તિત્વમાં તથા કાર્યક્ષેત્રે તથા મિત્રો અને પરિવારમાં સુમેળ જાળવવાના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. તમે તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાનું શીખી રહ્યા છો તથા તમારી અંગત જરૂરિયાતો તથા તમારી જાત સાથે તાદાત્મ્ય સાધવાના મોટા લાભ તમને મળશે. નોકરીમાં તમારૂં સ્તર જરૂર સુધરશે. તમારા સહ-કર્મચારીઓ તથા નીચે કામ કરતા લોકો પાસેથી સંપૂર્ણ સહકાર મેળવશો. આ સમયગાળામાં તમે જમીન અથવા મશીનરી ખરીદશો. તમારા સ્વાસ્થ્યની સંભાળ લેજો.

માર્ચ 22, 2020 – મે 13, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

મે 13, 2020 – જૂન 03, 2020

કેતુ તમારા ભાવ સંખ્યા 6 માં છે .

આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. તમે ઉદાર બનશો અને લોકોને મદદ કરશો. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે, તેનાથી લાભ થવાની શક્યતા છે. જો તમે નોકરિયાત હો તો, નોકરીના સ્થળે તમારી પરિસ્થિતિમાં સુધારો થશે.

જૂન 03, 2020 – ઑગસ્ટ 03, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .

અનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ