૦૪.૦૫.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…

મેષ : તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી- કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

લકી સંખ્યા: 2

વૃષભ : ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે.

લકી સંખ્યા: 1

મિથુન : સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

લકી સંખ્યા: 8

કર્ક : તાણની અવગણના કરતા નહીં. તે ઝડપથી તંબાકુ અને આલ્કોહૉલ જેવો રોગચાળો બની રહ્યું છે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

લકી સંખ્યા: 3

સિંહ : લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈભર્યા રહો-તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

લકી સંખ્યા: 1

કન્યા : તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાલશો. બૉસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો.

લકી સંખ્યા: 8

તુલા : તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. નવા પ્રસ્તાવો લલચાવનારા હશે પણ કોઈ ઉતાવળા નિણર્ણયો ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે-અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં. દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાતી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો.

લકી સંખ્યા: 2

વૃશ્ચિક : વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે.

લકી સંખ્યા: 4

ધનુ : તમે નવરાશની લહેજત માણવાના છો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે.

લકી સંખ્યા: 1

મકર : અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. મહેમાનોની સંગત માણવા માટે અદભુત દિવસ. તમારા સગાં-સંબંધીઓ સાથે કોઈક ખાસ યોજના ઘડો. તેઓ પણ આ બાબતને ચોક્કસ જ બિરદાવશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે.

લકી સંખ્યા: 9

કુંભ : તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો. પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં. તમારૂં પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે. બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો કેમ કે તમારા જીવનસાથીનો મૂડ બહુ સારો જણાતો નથી. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.

લકી સંખ્યા: 7

મીન : આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે.

લકી સંખ્યા: 5

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

મે 3, 2019 – જૂન 23, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમય તમારી માટે બહુ સંતોષજનક નથી. અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયાસોમાં નિષ્ફળતા તમારી હતાશા વધારી મુકશે. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. તમે બિનજરૂરી ખર્ચ કરશો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમને હેરાન કરશે. ખાસ કરીને વૃદ્ધોને મોતિયો તથા કફને લગતી સમસ્યાઓ નડશે.

જૂન 23, 2019 – જુલાઈ 15, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 9 માં છે .

તમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગ યોજાવાની શક્યતા છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, જે તમારી માટે અસાધારણ સાબિત થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે અને તમે તમારા વેપાર સબંધિત મુસાફરી કરશો જે ફળદાયી તથા સારી પુરવાર થશે. આ અદભુત સમયગાળનો મહત્તમ ઉપયોગ કરો. તમે કેટલાંક ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપશો તથા કોઈક માનનીય ધાર્મિક વ્યક્તિના સંપર્કમાં આવશો.

જુલાઈ 15, 2019 – સપ્ટેમ્બર 14, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.

સપ્ટેમ્બર 14, 2019 – ઑક્ટોબર 02, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

ઑક્ટોબર 02, 2019 – નવેમ્બર 01, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .

બિનજરૂરી ખર્ચ થશે. પ્રેમ, રોમાન્સ અને જીવન પ્રત્યેનો અભિગમ બહુ ઉત્સાહજનક નથી. જીવનની વિવિધ પરિસ્થિતિઓ પ્રત્યેના તમારા દૃષ્ટિકોણમાં તમને શાંત અને સંતુલિત રહેવાની સલાહ છે. અંદાજો લગાડીને આગળ વધવાની વૃત્તિ તમને અત્યારે કામ નહીં આવે માટે આ બાબતથી દૂર રહેજો. આંખ, બરોળને લગતી મંદ સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે. ખોટું બોલીને તમે તમારી જાત માટે સમસ્યાઓ ઊભી કરશો.

નવેમ્બર 01, 2019 – નવેમ્બર 23, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

નવેમ્બર 23, 2019 – જાન્યુઆરી 16, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

ઉપરીઓ તથા જવાબદારીભર્યા અથવા વગદાર પદ પરના લોકોનો સંપૂર્ણ સહકાર મળશે. વ્યાવસાયિક રીતે તમે સારી પ્રગતિ કરશો. વ્યાપાર-ધંધાને લગતી શક્યતાઓ સારી રહેશે, જો તમે નોકરી કરતા હો તો પ્રમોશનની શક્યતા પણ નકારી શકાય નહીં. કારકિર્દી તથા ઘરના મોરચે તમારે મહત્વની જવાબદારીનો ભાર ઉપડવાનો થશે. તમારી સત્તાવાર ફરજ-પ્રવાસ દરમિયાન સુસંગત વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાની સારી શક્યતા છે. તમારા ભાઈ-બહેન સાથેના તમારા સંબંધોમાં સારાસારી રહેશે. જો કે, તમારા ભાઈ-ભાંડુને તકલીફ થઈ શકે છે.

જાન્યુઆરી 16, 2020 – માર્ચ 05, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .

અત્યારે પોતાનું ધ્યાન રાખો અને તમારા પર બોજો ન વધે તેની તકેદારી રાખજો, આ રીતે તમે તમારી જાતને લાંબા સમય સુધી આગળ વધવા પ્રેરી શકશો. કેટલીક નિરાશા જોવા મળશે. તમારી હિંમત અને દૃઢતા તમારા શ્રેષ્ઠ ગુણો છે, પણ વધારે પડતા અડિયલ કે જક્કી થવાથી નુકસાન થઈ શકે છે. તમારા મિત્રો તથા સાથીદારો તરફથી જોઈતું પીઠબળ નહીં મળે. પરિવારના સભ્યોનો અભિગમ ખાસ્સો અલગ હશે. સ્વાસ્થ્ય તમને પરેશાન કરશે, ચક્કર તથા ઉલ્ટી, તાવના હુમલા, કાનનો ચેપ અને ઉલ્ટીથી પરેશાન થશો.

માર્ચ 05, 2020 – મે 02, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 9 માં છે .

આ સમયગાળાને સારા તબક્કાનું પ્રભાત કહી શકાય. તમે સારા કાર્યો સાથે સંકળાશો. આ સમયગાળા દરમિયાન તમે અતિ આનંદમાં રહેશો. તમામ વિપરિત પરિસ્થિતિઓને તમે સારી રીતે સંભાળી લેશો. પારિવારિક ખુશીની ખાતરી છે. જો કે, તમારા ભાઈ-બહેનોને કેટલીક સમસ્યા થશે. તમારા પોતાના પ્રયત્નોને કારણે તમારી આવકમાં વધારો થશે. તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. સ્વાસ્થ્યને લગતી નાની-મોટી ચિંતાઓ રહેશે. તમારા પ્રયાસોમાં મિત્રો તથા સાથીદારોની મદદ મળશે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ