૦૨.૦૫.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…

મેષ

તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. વ્યાજબી રહેવાનો પ્રયાસ કરજો ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. વૅબ ડિઝાઈનર્સ માટે સારો દિવસ. તમારા ઝળકવાની શક્યતા છે આથી તમારૂં તમામ ધ્યાન કેન્દ્રિત કરો. કેટલાકને વિદેશ જવાની તક પણ મળી શકે છે. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. સવારના સમયે પાવર-કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારાર જીવનસાથી તમારી મદદે આવશે.

લકી સંખ્યા: 1

વૃષભ

ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમારામાંના કેટલાક દાગીના અથવા હૉમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે.

લકી સંખ્યા: 9

મિથુન

સ્વયં-સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે-તમને તમારી જાત માટે સારૂં લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. મિત્રો મદદરૂપ અને ખાસ્સા ઉપયોગી સાબિત થશે. પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે. તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો.

લકી સંખ્યા: 7

કર્ક

તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે-કેમ કે તમારૂં પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. કોઈ મહત્વની ફાઈલ તમારા બૉસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

લકી સંખ્યા: 1

સિંહ

મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી ખરેખર અદભુત હોય તો જીવન સુખદ અમુભૂતિ બની જાય છે. આજે તમને આ વાતનો અનુભવ થશે.

લકી સંખ્યા: 9

કન્યા

સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વનું સાબિત થાય એવો દિવસ. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. તમે જો વિદેશમાં નોકરી માટે અરજી કરવાનુ વિચારતા હો તો – આજનો દિવસ શુકનવંતો જણાય છે. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

લકી સંખ્યા: 7

તુલા

અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. રૉમાન્સ માટે સારો દિવસ. તમારો સ્પધર્ધાત્મક સ્વભાવ તમને અન્યો કરતાં આગળ રહેવામાં મદદ કરશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો.

લકી સંખ્યા: 1

વૃશ્ચિક

તમારૂં અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો. બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો કેમ કે તમારા જીવનસાથીનો મૂડ બહુ સારો જણાતો નથી. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 2

ધનુ

અંતરાય ઊભા કરનારી તમારી લાગણીઓને અંકુશમાં રાખો. તમારી જૂનવાણી વિચારધારા-જૂના વિચારો તમારા વિકાસને અવરોધે છે-તેઓ વિકાસને ગૂંગળાવી નાખે છે તથા આગળ વધવાના માર્ગમાં બાધાઓ ઉત્પન્ન કરે છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જસો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હૅલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

લકી સંખ્યા: 8

મકર

આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. તમે જો ખુલલું મન રાખશો તો કેટલીક સારી તકો તમારી સામે આવશે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમારૂં લગ્નજીવન આજે એક અદભુત તબક્કો જોશે.

લકી સંખ્યા: 8

કુંભ

બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. વૅબ ડિઝાઈનર્સ માટે સારો દિવસ. તમારા ઝળકવાની શક્યતા છે આથી તમારૂં તમામ ધ્યાન કેન્દ્રિત કરો. કેટલાકને વિદેશ જવાની તક પણ મળી શકે છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે. સારૂં ભોજન, સુગંધ,ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો.

લકી સંખ્યા: 6

મીન

તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. ઘરના બાકી રહેલા કામ આટાપવા માટે તમારા જીવનસાથી સાથે વ્યવસ્થા કરો. તમારા પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે.

લકી સંખ્યા: 4

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

મે 2, 2019 – જૂન 29, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 9 માં છે .

આ સમયગાળાને સારા તબક્કાનું પ્રભાત કહી શકાય. તમે સારા કાર્યો સાથે સંકળાશો. આ સમયગાળા દરમિયાન તમે અતિ આનંદમાં રહેશો. તમામ વિપરિત પરિસ્થિતિઓને તમે સારી રીતે સંભાળી લેશો. પારિવારિક ખુશીની ખાતરી છે. જો કે, તમારા ભાઈ-બહેનોને કેટલીક સમસ્યા થશે. તમારા પોતાના પ્રયત્નોને કારણે તમારી આવકમાં વધારો થશે. તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. સ્વાસ્થ્યને લગતી નાની-મોટી ચિંતાઓ રહેશે. તમારા પ્રયાસોમાં મિત્રો તથા સાથીદારોની મદદ મળશે.

જૂન 29, 2019 – ઑગસ્ટ 19, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમય તમારી માટે બહુ સંતોષજનક નથી. અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયાસોમાં નિષ્ફળતા તમારી હતાશા વધારી મુકશે. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. તમે બિનજરૂરી ખર્ચ કરશો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમને હેરાન કરશે. ખાસ કરીને વૃદ્ધોને મોતિયો તથા કફને લગતી સમસ્યાઓ નડશે.

ઑગસ્ટ 19, 2019 – સપ્ટેમ્બર 10, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 9 માં છે .

તમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગ યોજાવાની શક્યતા છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, જે તમારી માટે અસાધારણ સાબિત થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે અને તમે તમારા વેપાર સબંધિત મુસાફરી કરશો જે ફળદાયી તથા સારી પુરવાર થશે. આ અદભુત સમયગાળનો મહત્તમ ઉપયોગ કરો. તમે કેટલાંક ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપશો તથા કોઈક માનનીય ધાર્મિક વ્યક્તિના સંપર્કમાં આવશો.

સપ્ટેમ્બર 10, 2019 – નવેમ્બર 09, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.

નવેમ્બર 09, 2019 – નવેમ્બર 28, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

નવેમ્બર 28, 2019 – ડિસેમ્બર 28, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .

બિનજરૂરી ખર્ચ થશે. પ્રેમ, રોમાન્સ અને જીવન પ્રત્યેનો અભિગમ બહુ ઉત્સાહજનક નથી. જીવનની વિવિધ પરિસ્થિતિઓ પ્રત્યેના તમારા દૃષ્ટિકોણમાં તમને શાંત અને સંતુલિત રહેવાની સલાહ છે. અંદાજો લગાડીને આગળ વધવાની વૃત્તિ તમને અત્યારે કામ નહીં આવે માટે આ બાબતથી દૂર રહેજો. આંખ, બરોળને લગતી મંદ સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે. ખોટું બોલીને તમે તમારી જાત માટે સમસ્યાઓ ઊભી કરશો.

ડિસેમ્બર 28, 2019 – જાન્યુઆરી 18, 2020

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

જાન્યુઆરી 18, 2020 – માર્ચ 13, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

ઉપરીઓ તથા જવાબદારીભર્યા અથવા વગદાર પદ પરના લોકોનો સંપૂર્ણ સહકાર મળશે. વ્યાવસાયિક રીતે તમે સારી પ્રગતિ કરશો. વ્યાપાર-ધંધાને લગતી શક્યતાઓ સારી રહેશે, જો તમે નોકરી કરતા હો તો પ્રમોશનની શક્યતા પણ નકારી શકાય નહીં. કારકિર્દી તથા ઘરના મોરચે તમારે મહત્વની જવાબદારીનો ભાર ઉપડવાનો થશે. તમારી સત્તાવાર ફરજ-પ્રવાસ દરમિયાન સુસંગત વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાની સારી શક્યતા છે. તમારા ભાઈ-બહેન સાથેના તમારા સંબંધોમાં સારાસારી રહેશે. જો કે, તમારા ભાઈ-ભાંડુને તકલીફ થઈ શકે છે.

માર્ચ 13, 2020 – મે 01, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .

અત્યારે પોતાનું ધ્યાન રાખો અને તમારા પર બોજો ન વધે તેની તકેદારી રાખજો, આ રીતે તમે તમારી જાતને લાંબા સમય સુધી આગળ વધવા પ્રેરી શકશો. કેટલીક નિરાશા જોવા મળશે. તમારી હિંમત અને દૃઢતા તમારા શ્રેષ્ઠ ગુણો છે, પણ વધારે પડતા અડિયલ કે જક્કી થવાથી નુકસાન થઈ શકે છે. તમારા મિત્રો તથા સાથીદારો તરફથી જોઈતું પીઠબળ નહીં મળે. પરિવારના સભ્યોનો અભિગમ ખાસ્સો અલગ હશે. સ્વાસ્થ્ય તમને પરેશાન કરશે, ચક્કર તથા ઉલ્ટી, તાવના હુમલા, કાનનો ચેપ અને ઉલ્ટીથી પરેશાન થશો.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ