જલ્સા કરોને જેંતીલાલ

01.10.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, વૃષભ રાશિના જાતકો માટે ખાસ…

1-10-2019

મેષ

આજે તમારે બેસવાની અને આરામ કરવાની-તથા શોખમાં ઓતપ્રોત થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહ-કર્મચારીઓને નહીં ગમે-પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે- તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી- તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે.

લકી સંખ્યા: 7

વૃષભ

તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસ્સા ખુશ રહેશો. આજે કોઈક તમારા વખાણ કરશે. સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

લકી સંખ્યા: 7

મિથુન

નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે.તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલ્કે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. કેટલાક માટે વ્યાવસાયિક ચડતી. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

લકી સંખ્યા: 5

કર્ક

જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિષ કરશે-કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરૂદ્ધ કામ કરી રહી છે-ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ-તમે જો ખરેખર મામલાને અંજામ જ આપવ માગતા હો તો સમજાવટથી મામલો પતાવવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી. આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે, પણ માતા-પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

લકી સંખ્યા: 8

સિંહ

તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. કોઈપણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

લકી સંખ્યા: 7

કન્યા

મોટી ઉંમરના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

લકી સંખ્યા: 5

તુલા

તમારો મૂડ બદલવા માટે કોઈક સામજિક મેળાવડામાં હાજરી આપો. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમારી મહત્વાકાંક્ષા વિશે તમારા માતા-પિતા સામે રહસ્યોદ્ઘાટન માટે સારો સમય. તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે. તેની પ્રાપ્તિ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરવાની જરૂર છે. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા-બહાર નીકળો અને નવી તકોને શોધો. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

લકી સંખ્યા: 7

વૃશ્ચિક

તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

લકી સંખ્યા: 9

ધનુ

ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે-કોઈપણ નિણર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે.

લકી સંખ્યા: 6

મકર

તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ એ નસીબવંત છો. તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે.

લકી સંખ્યા: 6

કુંભ

તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે એ બાબત તમને ચીડવી મુકશે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે. તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં. કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે.

લકી સંખ્યા: 4

મીન

તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જસો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.

લકી સંખ્યા: 2

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

ઑક્ટોબર 1, 2019 – નવેમ્બર 24, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 11 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન બનશો અને ઉચ્ચ સ્તરે પહોંચશો. આ સમયગાળા દરિમયાન તમે વૈવાહિક આનંદને માણશો. વગદાર લોકો સાથેના તમારા સંપર્કો ચોક્કસ વધશે. તમારા શત્રુઓ તમારો સામનો કરવાની હિંમત નહીં કરી શકે. લાંબા અંતરની યાત્રા ફાયદાકારક પુરવાર થશે. પ્રેમ અને રોમાન્સ માટે આ સમયગાળો આશીર્વાદરૂપ પુરવાર થશે. મુશ્કેલીઓનો સામનો તમે ડર્યા વિના કરશો અને તમારા શત્રુઓ સામે વિજયી થશો. નાની-મોટી વ્યાધિઓ થશે. પારિવારિક સંબંધ સંતોષકારક રહેશે. જો કે તમારા સંતાનો સાથેના તમારા સંબંધોમાં સારાસારી નહીં હોય.

નવેમ્બર 24, 2019 – જાન્યુઆરી 12, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

પરિવાર સાથે ઊંડા તાદાત્મય અને લાગણીશીલ જોડાણની ઈચ્છા તમે ધરાવો છો, આ બાબત તમે તમારા માતા-પિતા પાસેથી શીખ્યા છો. પારિવારિક જીવનમાં સુસંવાદિતાની ખાતરી છે. ઉચ્ચ વ્યક્તિગત મૂલ્યો તથા આદર્શવાદી હોવું, એ કેટલાંક કારણો છે જેને કારણે અન્યો તરફથી તમને ભેટો તથા આશીર્વાદ મળી રહ્યા છે. તમારી ઉર્જા તમારા વ્યક્તિગત સંબંધો તથા ભાગીદારીને મળી રહી છે. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. ઉચ્ચ અધિકારીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ સાથે તમે સંપર્કમાં આવશો. તમારી પ્રતિષ્ઠા અને માનમં વધારો થશે, તમે તમારૂં વાહન નફા માટે અથવા વધુ સારૂં વાહન ખરીદવા માટે વેચશો.

જાન્યુઆરી 12, 2020 – માર્ચ 10, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 5 માં છે .

નોકરીને લગતી બાબતો સરેરાશથી ઓછી તથા સદંતરપણે સંતોષકારક કહી શકાય એવી નહીં હોય. આ સમયગાળામાં કાર્યસ્થળનો માહોલ વ્યગ્ર તથા તાણ હેઠળ રહેશે. જોખમ લેવાની વૃત્તિને સંપૂર્ણપણે દબાવવી જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારે મહત્વની પ્રવૃત્તિઓ ટાળવી જોઇએ. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષે તમે કેટલાક પડકારોમાં અંતરાયોનો અનુભવ કરશો. અનિશ્ચતતા તથા કેટલીક બાબતોમાં મૂંઝવણ પ્રવર્તશે. તમારા પોતાના લોકો તરફથી પીઠબળનો સંપૂર્ણ અભાવ જોશો. તમારી સામે કાનૂની પગલાં લેવાય એવી શક્યતા પણ છે. તમારી પ્રિય વ્યક્તિની તબિયત ચિંતા કરાવી શકે છે. આ સમયગાળામાં સંતાનપ્રાપ્તિની બાબતમાં સમસ્યાઓ પેદા થશે. આ સમયગાળામાં ધીરજ રાખવી તથા પરિવર્તન ટાળવું

માર્ચ 10, 2020 – મે 01, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

મુસાફરી રસપ્રદ પુરવાર થશે અને તમને સુસંગત હોય તેવી વ્યક્તિઓ સાથે આકર્ષક સંવાદ માટેનો માર્ગ મોકળો કરશે. વ્યાવસાયિક તથા ઘરની જવબદારીને તમે સમજદારીપૂર્વક સંતુલિત કરી શકશો અને જીવનના આ બંને મહત્વપૂર્ણ પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ મુશ્કેલીથી પૂર્ણ થશે પણ અંતે તે તમને સમૃદ્ધિ, કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતા છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથ મળશે. ઉપરીઓ તથા જવાબદાર તથા વગદાર પદો પરના લોકો તરફથી તમને મદદ મળશે.

મે 01, 2020 – મે 22, 2020

કેતુ તમારા ભાવ સંખ્યા 5 માં છે .

વ્યાવસાયિક તથા વ્યક્તિગત સ્તરે વિઘ્નો જોવાય છે. મુશ્કેલ પરિસ્થિતિને શાંતિ તથા સમજદારીથી સૂલઝાવવાનો પ્રયાસ કરજો કેમ કે ઉતાવળિયાપણું આ સમયગાળમાં તમને જરાય મદદ નહીં કરે. મુસાફરી ફળદાયી નહીં નીવડે, આથી ટાળજો. તમારા પરિવારની બાજુથી તમને પૂરો સહકાર નહીં મળે. સંતતિને લગતી સમસ્યાઓ આ સમયગાળામાં જોવા મળશે. તમારા શત્રુઓ તમને હેરાન કરવામાં કશું જ બાકી નહીં રાખે. આવામાં બિન્ધાસ્ત બનીને પોતાના નિર્ણયને વળગી રહેવું યોગ્ય પુરવાર થશે. પેટને લગતી વ્યાધિ ચિંતાનું કારણ બની શકે છે.

મે 22, 2020 – જુલાઈ 22, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 2 માં છે .

કોઈ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તથા સટ્ટાકીય પ્રવૃત્તિમાં ભાગ્ય તમારા પક્ષે રહેશે. કારકિર્દીમાં સારી પ્રગતિની શક્યતા છે. આ સમયગાળો તમારી માટે શ્રેષ્ઠતમ પુરવાર થઈ શકે છે, શરત એટલી કે તમે એ માટે મહેનત કરવા તૈયાર હો. તમે કેટલીક મિલકત મેળવશો તથા સમજદારીભર્યું રોકાણ કરશો. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથે મળશે. પરિવારિક તરફથી મળતા સહકારમાં વધારો જોવા મળશે. સ્વાદિષ્ટ ભોજન માટેનો ટેસ્ટ વિકસાવશો. ઘરમાં સ્નેહ મિલનની શક્યતા છે.

જુલાઈ 22, 2020 – ઑગસ્ટ 09, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

ઑગસ્ટ 09, 2020 – સપ્ટેમ્બર 08, 2020

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 3 માં છે .

આ સમયગાળો તમારી માટે ઉત્કૃષ્ટ પુરવાર થશે. તમારા વિચારોને લઈને તમે ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવશો તથા તમને પ્રમોશન મળવાની શક્યતા પણ ભારોભાર છે. અચાનક મુસાફરીનો યોગ છે, જે તમારી માટે ફળદાયી સાબિત થશે. ભાઈ-બહેનો તથા વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી આનંદ મળશે. તમારા ભાઈ માટે પણ આ સારો સમય છે. નોકરી-વ્યવસાયનું સ્થળ બદલવાનો વિચાર ટાળવો જોઈએ.

સપ્ટેમ્બર 08, 2020 – સપ્ટેમ્બર 30, 2020

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version