આજનો દિવસ :- ૧૭ નવેમ્બર, રાષ્ટ્રીય અપસ્માર (વાઇ) દિવસ. અચૂક વાંચજો.. ઉપયોગી માહિતી છે..

? આજનો દિવસ :-

૧૭ નવેમ્બર

રાષ્ટ્રીય અપસ્માર (વાઇ) દિવસ

? સૌ પ્રથમ એક પ્રસંગ જોઇએ.

અમારે શાળામાઁ દર ગુરુવારે “સઁમેલન” નામે એક તાસ ગોઠવવામાઁ આવતો હતો. વિશાલ બાવળ(એવી જ્ગ્યા કે જ્યાઁ બહોળી સઁખ્યામાઁ બાળકોને સમાવી શકાય.)માઁ બધી જ કક્ષાના બાળકો ભેગા થયા હોય. વ્યવસ્થિત હરોળબઁધ બેસેલ હોય. આ તાસ એક કલાક નો રહેતો. આ તાસમાઁ દરેક વિધ્યાર્થીએ સ્ટેજ પર ઉભા થઇને રમુજ, શાયરી, કવિતા, જાણવા જેવુ કે વ્યક્તવ્ય આપવાનુ રહેતુ. એક વખત એવુ બન્યુ કે બાવળમાઁ સઁમેલન ચાલી રહ્યુ હતુ. ઉપર બીજા વિધ્યાર્થીઓને ગુજરાતીનો તાસ ચાલી રહ્યો હતો. અચાનક એ વર્ગખઁડમાઁથી કેટલાક વિધ્યાર્થીઓ ટોળા રુપે “એ ભુત, એ ભુત” એવી બુમો મારતા બહારની લોબીમાઁ દૌડતા દૌડતા બહાર આવી ગયા. હુ પોતે બાવળમાઁ બેસેલો. પરઁતુ આખુ દ્રશ્ય મારી સામે જ થય રહ્યુ હતુ. કેટલાક મુખ્ય શિક્ષકો તાત્કાલીક ઉપર તરફ દૌડી ગયા. સઁમેલન સ્થિગત કરવામાઁ આવ્યો. દરેક વિધ્યાર્થીને પોત પોતાના વર્ગમાઁ મોકવામાઁ આવ્યા. વિધ્યાર્થી વર્તુળમાઁ ફક્ત એક જ ચર્ચાનો વિષય હતો કે શુ ખરેખર પેલા વિધ્યાર્થીઓએ ભુત જોયુ હશે ? રીસેસમાઁ જયારે હુ એ વિધ્યાર્થીઓમાઁથી એક વિધ્યાર્થેને મળેલોવિધ્યાર્થેને ત્યારે ફક્ત એટલુ જ જાણવા મળ્યુ કે ગુજરાતી વિષયના શિક્ષક ભણાવતા ભણાવતા બેભાન થઇ ગયા હતા એટલે અમે બધા ગભરાયને બહાર નીકળી ગયા હતા. બીજા દિવસે વિજ્ઞાનના શિક્ષકે અમને ગુજરાતી વિષયના શિક્ષકને “વાઇ” આવી હોવાનુ જણાવ્યુ અને “વાઇ” અઁગે પ્રાથમિક માહિતી આપી હતી. ઇ.સ. ૨૦૦૧ નો બનાવ.

? બીજો પ્રસઁગ :-

હુ નવરાશના સમયમાઁ બજારમાઁ આટો મારવા જાવ. બજારમાઁ પિતાના મિત્રની દુકાન પર થોડીવાર ઊભો રહુ. એક વખત એવુ બન્યુ કે હુ ત્યાઁ ઉભો હતો. બે-ચાર ગ્રાહકો જીવન જરુરીયાનની ચીજ-વસ્તુ ખરીદી રહ્યા હતા. થોડીવારમાઁ શરીરે હૃષ્ટપુષ્ટ વ્યકિત અચાનક પડીને બેભાન થઇ ગયો. ઘડીબેઘડીમાઁ તો બજારમાઁ ટોળુ ભેગુ થઇ ગયુ. કોઇ કહે,”કાકાને બુટ સુઁઘાડો, કોઇ કહે,”ડુઁગળી સુઁઘાડો, તો કોઇ કહે,”ભાઇને વાઇ આવી છે, બુટનુ મોઁજુ સુઘાવો.” આ શોરબકોરથી જ કાકા ભાનમાઁ આવી ગયા. બેસાડીને પાણી પીવડાવીને એમને એમની ચીજ-વસ્તુઓ સાથે રવાના કર્યા. ઇ.સ. ૨૦૦૭ નો બનાવ.

આ બઁન્ને પ્રસઁગો યાદ આવવાનુ કારણ ફકત એટલુ જ કે આજે ૧૭ નવેમ્બર એટલે કે રાષ્ટ્રીય એપિલેપ્સી કે અપસ્માર (વાઇ) દિવસ છે. ભારતમાઁ દર વર્ષે ૧૭ નવેમ્બરના રોજ વાઇની જનજાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય વાઇ દિવસની ઉજવણી કરવામાઁ આવે છે. વાઇ એ મગજની એક સ્થિતિ કહી શકાય કે જેમાઁ મગજના કોષોમાઁ અતિશય ઇલેક્ટ્રીકલ એનર્જી ઉત્તન્ન થાય છે. વાઇ એ બહારથી તઁદુરસ્ત દેખાતા વ્યક્તિને પણ હોય શકે છે. વાઇને મગજનો હુમલો કે ખેઁચ માઁ વર્ગીકૃત કરવામાઁ આવ્યુ છે. ભારતમાઁ દસ લાખથી વધુ લોકો આ બિમારીથી પીડાય છે. આ બિમારીનો ઇલાજ શક્ય છે.

? લક્ષણો :-

૧. હાથ અને પગની સ્થિતિસ્થાપકતા ગુમાવવી.
૨. ચેતાતઁતુઓ નબળા પડવા.
હાથ અને પગમાઁ કઁપન વાળુ કળતર થવુ.
૩. હાથ અને પગના સ્નાયુમાઁ જડતા આવવી.

? ધ્યાન રાખવા જેવી બાબતો :-

સ્વિમિઁગ ન કરવુ.
વાહન ન ચલાવવુ.
અગ્નિ સાથે સઁકળાયેલ પ્રવૃત્તિઓથી દુર રહેવુ.

? વાઇના કારણો :-

જન્મજાત વિકૃતિઓ
મગજમાઁ ચેપ લાગવો
માથામાઁ ઇજા કે અકસ્માત
બાળપણમાઁ લાઁબા સમય સુધી તાવ આવવો.
મગજમાઁ રાસાયણિક તત્ત્વોનુ અસઁતુલન
મગજમાઁ ગાઁઠ

? વાઇ આવે ત્યારે :-

દર્દીની આસપાસ ટોળે ન વળવુ.
દર્દીને મુકત શ્વસન કરી શકે એવી રીતે તકેદારી લેવી.
દર્દીને એક પડખે સુવડાવી દેવો.
ખેઁચ આવતી હોય તો એને રોકવાના પ્રયત્નો કરવા નહીઁ.
દર્દી ભાનમાઁ આવે ત્યારે એને મીઠી ચા આપવી.

? સાવચેતી :-

જો વાઇ આવતી બઁધ થઇ જાય તો પણ ડોકટરની સલાહ મુજબ દવાઓ નિયમિત શરુ જ રાખવી.
કોઇપણ પ્રકારની નવી દવાઓ લેતા પહેલા એ અઁગેની આડઅસરો અઁગે ડોકટર પાસે સલાહ લેવી.
દારુ કે નશીલા દ્રવ્યોથી દુર રહેવુ.

? આ માહિતી પ્રાથમિક છે.

? માહિતી સૌજન્ય :ઇન્ટરનેટ

સંકલન : Vasim Landa

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા ફેસબુક પર કોઈને મદદ મળી રેહશે.

ટીપ્પણી