આ રાજ્ય ચર્ચાયું આખા ભારતમાં, લાગુ કર્યો નવો નિયમ, નોકરી કરવા માટે જરૂરી છે તમાકુ સેવન નહીંનું સોગંદનામું

હાલમાં કેટલાક સમય પહેલાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એના પરિણામ અનુસાર જો વાત કરવામાં આવે તો વિશ્વભરમાં ધૂમાડારહિત તંબાકૂના પ્રયોગથી થતી બીમારીઓના 70 ટકા રોગી એકલા ભારતમાં જ છે. એટલે તમે સમજી શકો કે આ વ્યસ્ન હવે લોકોમાં કેટલી હદે ચડી રહ્યું છે. ત્યારે ભારતના એક શહેરમાં જોરદાર નિયમ લાગુ કરવામાં આવશે. તો આવો વિગતે વાત કરીએ કે આ નિયમ શું છે. હવે જો ઝારખંડમાં સરકારી નોકરી કરવી હશે તો ઉમેદવારે તમાકુનું સેવન નથી કરતા તેવું સોગંદનામું રજૂ કરવું પડશે. આ સાથે જ લાઈસન્સ વગર પાન, સિગારેટ, તમાકુ જેવા પદાર્થ વેચી શકાશે નહીં. જે દુકાનોમાં તમાકુ જેવી નશાકારક ચીજવસ્તુ વેચાતી હશે ત્યાં બિસ્કિટ, ચા કે અન્ય ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ થઈ શકશે નહીં.

image soucre

વિગતે વાત કરવામાં આવે તો આગામી તારીખ 1 એપ્રિલ 2021થી આ જોગવાઈ લાગુ પડશે. આ ઉપરાંત રાજ્યના 5 જિલ્લા રાંચી, ધનબાદ, બોકારો, ખૂંટી અને સરાયકેલા, હજારીબાગ, પૂર્વ સિંહભૂમના શહેરી વિસ્તારોને ધૂમ્રપાન મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધુમાડારહિત તંબાકૂના સેવનથી દુનિયાભરમાં થતા મોતના મામલાની સંખ્યા સાત વર્ષમાં ત્રણ ગણી વધીને લગભગ ત્રણ લાખ પચાસ હજાર થઈ ગઈ છે. એક અભ્યાસમાં આ જાણકારી સામે આવી છે. અભ્યાસ અનુસાર, વિશ્વભરમાં ધૂમાડારહિત તંબાકૂના પ્રયોગથી થતી બીમારીઓના 70 ટકા રોગી ભારતમાં છે. અભ્યાસમાં બ્રિટનના યોર્ક વિશ્વવિદ્યાલયના અનુસંધાનકર્તા સહિત અન્ય વૈજ્ઞાનિક સામેલ છે. અનુસંધાનકર્તાઓએ કહ્યું કે, આ શોધ એવા સમયે થઈ છે, જ્યારે સામાન્ય રીતે તંબાકૂ ચાવવા અને થૂંકવાવાળા લોકોની આદતથી કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો છે.

image soucre

બીએમસી મેડિસિન નામની શોધ પત્રિકામાં પ્રકાશિત અભ્યાસમાં સરકારી અને જન સ્વાસ્થ્ય સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે, તે ધુમાડારહિત તંબાકૂ ઉત્પાદન અને વિક્રય પર લગામ લગાવે. વૈજ્ઞાનિકો અનુસાર, સાર્વજિક સ્થાનો પર થૂંકવા પર પ્રતિબંધ લગાવાવથી ધૂમાડા રહિત તંબાકૂના પ્રયોગમાં ઘટાડો નોંધાશે અને કોવિડ-19ના પ્રસારને ઘટાડી શકાશે. યોર્ક વિશ્વવિદ્યાલયના કામરાન સિદ્દીકીએ કહ્યું કે, આ અભ્યાસ એવા સમયે સામે આવ્યો કે, જ્યારે કોવિડ-19 આપણા જીવનના તમામ પક્ષોને પ્રભાવિત કરી રહ્યો છે. તંબાકૂ ચાવવાથી લાર વધારે બને છે અને તેના કારણે થૂકવું પડે છે, જેનાથી વાયરસ ફેલાવવાનો ખતરો વધારે છે. અભ્યાસ કહેવામાં આવ્યું છે કે, ધુમાડારહિત તંબાકૂ સેવનથી મોંઢામાં, શ્વાસનળી અને ભોજનની નળીમાં કેન્સર થવાના એકલા 2017માં 90 હજારથી વધારે લોકોના મોત થયા છે. આ સિવાય હૃદયની બીમારીથી 2,58,000 લોકોના પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

image soucre

દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતની જ એકલાની 70 ટકા ભાગીદારીસિદ્દિકીએ કહ્યું કે, વિશ્વભરમાં ધૂમાડારહિત તંબાકુથી થતી બીમારીઓમાં દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતની 70 ટકા ભાગીદારી છે. તેમણે કહ્યું કે, આ સિવાય પાકિસ્તાનની સાત ટકા ભાગીદારી, અને બાંગ્લાદેશની પાંચ ટકા ભાગીદારી છે. કોરોના મહામારીથી લડતા ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. દુનિયાની મોટી ખતરનાક બીમારી કેન્સર ધીમે ધીમે દેશને જકડી રહી છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ અને નેશનલ સેન્ટર ફોર ડિસીસ ઈન્ફોમેટીકસ એન્ડ રિસર્ચ બેંગ્લોર એ ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી નેશનલ કેન્સર રજીસ્ટ્રી પ્રોગ્રામની રીપોર્ટમાં આપવામાં આવી છે. રીપોર્ટ અનુસાર આગામી પાંચ વર્ષમાં કેન્સરની ઝડપ વધુ વધશે.

image soucre

કેન્સર મહિલાઓ પુરુષો સહીત બાળકોને વધુ અસર કરશે. આ રીપોર્ટ 28 જનસંખ્યા આધારીત કેન્સર કેસો અને 58 હોસ્પીટલો આધારીત કેસના આંકડાઓ મુજબ તૈયાર કરાય છે. નેશનલ કેન્સર રજીસ્ટ્રી પ્રોગ્રામની રીપોર્ટ મુજબ વર્ષ 2025 સુધી ભારતમાં કેન્સરના કેસોમાં 12 ટકા વધારો થશે. આ વર્ષના અંત સુધીમાં ભારતમાં દર્દીઓની સંખ્યા 14 લાખની પાર થઈ જશે. જે 2025 સુધીમાં 16 લાખે પહોંચી શકે છે. આઈસીએમઆર અનુસાર આ વર્ષે દેશમાં કેન્સરના કુલ કેસોમાં 27.1 ટકા (અંદાજે 3.77 લાખ) કેસો, તંબાકુથી થતા કેન્સર, 19.8 ટકા (અંદાજે 2.73 લાખ) કેસો પેટના કેન્સરના 14.8 ટકા (અંદાજે બે લાખ) કેસો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના અને 5.4 ટકા (75 હજાર કેસો) સર્વિકસ કેન્સરના દેવાનો અંદાજ છે.

image soucre

રિપોર્ટ અનુસાર આગામી સમયમાં પુરુષોમાં ફેફસા, મોઢા, પેટ, આંતરડાના કેન્સર અને મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વિકસ કેન્સર વધુ ઝડપથી વધશે. તેનું મુખ્ય કારણ તંબાકુ રહેશે. પુર્વોતર રાજયોમાં ઝડપથી પગપેસારો કરતુ કેન્સર ચિંતાનું મોટુ કારણ બની રહ્યું છે. સૌથી વધુ ચોંકાવનારી રીપોર્ટ દિલ્હીની છે. દેશની રાજધાની દિલ્હીમાં બાળકોના કેન્સરના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (દિલ્હી એનસીઆર)માં 19 વર્ષ સુધીના છોકરા-છોકરીઓમાં કેન્સરનો દર દેશમાં સૌથી વધુ છે.

image soucre

દેશના કેન્સરના કુલ કેસોમાં 3.7 ટકા કેસ માત્ર દિલ્હી એનસીઆરમાં 0થી14 વર્ષ સુધીના બાળકોના છે. આ રીતે કુલ કેસોમાંથી 4.9 ટકા કેન્સર કેસ દિલ્હી એનસીઆરમાં 0થી19 વર્ષ સુધીના બાળકોના છે. દિલ્હી એનસીઆરના બાળકો સૌથી વધુ લ્યુક્રેમીયાથી પિડીત છે અને તેમાં છોકરા અને છોકરીઓની સંખ્યા અંદાજે સરખી છે. નેશનલ કેન્સર રજીસ્ટ્રી પ્રોગ્રામની રિપોર્ટમાં કેન્સરથી બચવાના ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે.

image soucre

તેમાં કેન્સર પ્રત્યે જાગૃતતા, સ્વસ્થ જીવન અને નિયમીત સ્ક્રીનીંગને સૌથી વધુ મહત્વનું જણાવ્યું છે. આ ઉપરાંત સારી ડાયટ, નીયમીત વ્યાયામ અને જરૂરી સારવાર કરવાથી કેન્સરથી બચી શકાય છે. સાથે જ કેન્સરથી બચવા માટે બીડી-સિગારેટ-ગુટકા અને અન્ય તંબાકુ ઉત્પાદક અને શરાબનું સેવન બંધ કરવું જોઈએ. ફરીદાબાદ સ્થિત એશિયન હોસ્પીટલમાં ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડો. પ્રવીન બંસલના જણાવ્યા અનુસાર દેશમાં કેન્સર બીમારીને લઈ હજુ સુધી જાગૃતતા આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ