બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતીય ટીમમાં એક ડાબોડી ઝડપી બોલરે પોતાનું ડેબ્યુ કર્યું છે. આ બોલર છે ટી નટરાજન. તેમણે આ મેચથી તેમની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

તમને જણાવી દઈએ કે ટી. નટરાજને પોતાની પહેલી ઇનિંગ્સમાં 78 રન આપીને 3 વિકેટ લીધી છે. ત્રણ વિકેટ લેતાની સાથે જ તે ડેબ્યુ મેચમાં સૌથી સફળ બીજો ભારતીય બોલર બની ગયો છે. ભારત માટે ડેબ્યુમાં ડાબોડી ફાસ્ટ બોલર દ્વારા શ્રેષ્ઠ દેખાવનો રેકોર્ડ આરપી સિંહના નામે છે. તેમણે 2005-06માં ફૈસલાબાદમાં પાકિસ્તાન સામે પહેલી ઇનિંગ્સમાં 89 રન આપીને 4 વિકેટ લીધી હતી.
પ્રથમ પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં ડેબ્યું

પરંતુ સૌથી ખાસ વાત એ છે કે, તે પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેમણે એક જ પ્રવાસમાં ટી 20, વનડે અને ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી છે. આ ઘટના ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર બની છે. બીજું કે લગભગ છ વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં કોઈ ડોબોડી ફાસ્ટ બોલર આવ્યો છે. આ પહેલા ઝહિર ખાને 2014 માં ભારત માટે ટેસ્ટ રમી હતી. તેમના ગયા બાદ ટી નટરાજને ડાબોડી બોલર તરીકે ટીમમાં સ્થાન લીધુ છે.
એક સમયે ભારતીય ટીમમાં ત્રણ ડાબોડી ફાસ્ટ બોલર હતા

છેલ્લાં છ વર્ષમાં ભારતીય ટેસ્ટ ટીમમાં કોઈ ડાબોડી ઝડપી બોલર ન હોવો તે એક આશ્ચર્યજનક બાબત છે. કારણ કે એક સમય હતો જ્યારે ભારતીય ટીમમાં એક સાથે ત્રણ-ત્રણ ડાબોડી ફાસ્ટ રમતા હતા. 2006 અને 2010 સુધી ભારત પાસે સારા એવા ડાબા હાથના ઝડપી બોલરો હતા. 2006 ના પાકિસ્તાનના પ્રવાસ પર ટીમમાં ઝહિર ખાન, ઇરફાન પઠાણ અને આરપી સિંઘ જેવા ઝડપી બોલરો હતા. આ ત્રણેય કમાલના બોલરો રહ્યા છે. તેમા ઝહીર ખાનની કારકિર્દી લાંબી ચાલી હતી અને તે ટીમ ઈન્ડિયા તરફથી સતત રમતા રહ્યા હતા. આ સિવાય આશિષ નેહરા, જયદેવ ઉનડકટ પણ ભારત તરફથી ટેસ્ટ રમી ચૂક્યા છે.
સ્પિનરની સામે ફાસ્ટ બોલરોની કમી

તાજેતરના સમયમાં પણ, બરિન્દર સ્રાન, ખલીલ અહેમદ અને એસ. અરવિંદ જેવા ઝડપી બોલરો ઉભરીને આવ્યા છે. પરંતુ આમાંથી કોઈ પણ ટેસ્ટ તો દૂર વનડે અને ટી 20 માં પણ લાંબું ટકી શક્યું નહીં. હવે નટરાજન લાંબી રેસનો ઘોડો લાગી રહ્યો છે. તેમણે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની જાતને સાબિત કરી છે અને ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણને વિવિધતા આપી છે. રસપ્રદ વાત એ છે કે ભારતને સ્પિન વિભાગમાં આવી સમસ્યા આવી નથી. રવિન્દ્ર જાડેજા લાંબા સમયથી ડાબોડી સ્પિનર તરીકે ટીમ સાથે છે. કુલદીપ યાદવ અને હવે વોશિંગ્ટન સુંદર પણ ડાબોડી સ્પિનર છે.
નટરાજને ઇતિહાસ રચ્યો

આ અગાઉ નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયા આવેલા ઝડપી બોલર નટરાજન એક જ પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. તેણે 2 ડિસેમ્બરે કેનબેરામાં બીજી વનડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ભારતે તે મેચ 13 રને જીતી લીધી હતી.
ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કરનાર પ્રથમ ભારતીય

નટરાજને દસ ઓવરમાં 70 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ પછી, તે ત્રણ મેચની ટી -20 શ્રેણીમાં ભારતીય ટીમનો પણ ભાગ હતો. જેમાં તેણે છ વિકેટ લીધી હતી. ભારતે તે શ્રેણી 2-1થી જીતી હતી. આ અંગે આઇસીસીએ પણ ટ્વીટ કર્યું છે. તેમાં લખ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં આપનું સ્વાગત છે. થંગારસુ નટરાજન એક જ પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર પ્રથમ ભારતીય બન્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,