તારક મહેતાના આ ડાયલોગ અને સ્ટીકર્સ તમે પણ કરી શકશો Whatsapp પર શેર

તમારી પસંદગીના ડાયલોગ્સથી હવે તમે તમારી જાતને વ્હોટ્સએપ પર ઓર વધારે સારી રીતે વ્યક્ત કરી શખશો, તારક મેહતાના મનપસંદ ડાયલોગ દ્વારા તમારી જાતને વ્યક્ત કરો, વ્હોટ્સએપ લાવી રહ્યું છે નવું ફિચર

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ લોકોને સતત અગિયાર વર્ષથી મનોરંજન પુરી પાડી રહી છે. હાલમાં તો આ શો દયા એટલે કે સિરિયલની લીડ એક્ટ્રેસ દીશા વાકાણીના શોમાં પુનરાગમનના કારણે ભારે ચર્ચામાં રહ્યો છે. અને તેના કારણે કેટલાક વાદવિવાદો પણ ઉભા થયા હતા. અને આજે પણ દયાના ફેન્સ તેના શોમાં પાછા આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

image source

પણ આ વખતે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો એક નવા જ કારણસર સમાચારમાં છે. અને આ સમાચાર શોના ફેન્સમાં એક્સાઇટમેન્ટ અને ઉત્સાહ વધારનારા છે. વાસ્તવમાં તમે હવે માત્ર તારક મેહતા… જોઈ જ નહીં શકો પણ તેને તમારા રોજિંદા જીવનની વાતચિતના ઉપયોગમાં પણ લઈ શકશો.

image source

તમને થતું હશે આ વળી શું ? પણ વાસ્તવમાં હવે તમારું ચેટિંગ ઓર વધારે એક્સપ્રેસિવ થવા જઈ રહ્યું છે. તમને થતું હશે કેવી રીતે ? તો અમે તમને જણાવી કે તમે તમારા મિત્રો, સગા સંબંધીઓ, પત્ની, પતિ તેમજ બાળકો સાથે વ્હોટ્સ એપ પર ચેટિંગ તો ખુબ કરતા હશો. અને તમારી આ જ રોજિંદા વપરાશની એપમાં તારક મેહતા..ની એન્ટ્રી થઈ રહી છે.

image source

વાસ્તવમાં આ શો સાથે જોડાયેલા કેટલાક સ્ટિકર્સ વ્હોટ્સએપમાં એડ કરવામાં આવનાર છે. જેનો તમે તમારી ચેટમાં રમુજી રીતે ઉપયોગ કરી શકશો. અત્યારે વ્હોટ્સએપના સ્ટિકર ફિચર્સમાં ઘણી બધી જાણીતી હસ્તીઓના સ્ટિકર્સ આવી ગયા છે. અને આ જ સ્ટિકરમાં હવે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો પણ સમાવેશ થઈ ગયો છે અને માટે જ તમારા ફોનના સ્ક્રીન પર તમે હવે દયા અને જેઠાલાલના ચિત્રો સાથે તેમના દ્વારા બોલવામા આવેલા ડાયલોગ વાળા સ્ટિકર પણ તમારા ચેટિંગમાં એડ કરી શકશો. એમ પણ તમે આ સ્ટિકર્સનો ઉપયોગ તો અવારનવાર તમારા ચેટિંગમાં કરતા જ હશો. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ઘણી બધી જાણીતી હસ્તીઓના સ્ટિકર્સ લોન્ચ થઈ ચુક્યા છે. અને હવે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ફેમસલ ડાયલોગ્સનો વારો આવ્યો છે.

image source

આમ પણ સોશિયલ મિડિયા પર તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ઘણા બધા મિમ્સ વાયરલ થયેલા જ છે. પણ હવે તેનો ઉપયોગ વ્યક્તિગત રીતે પણ તમે કરી શકશો. આ સ્ટિકર્સમાં તારક મેહતા…ના ફેમસ અને સિગ્નેચર ડાલોગ્સ પણ મુકવામા આવશે જે ટુંક જ સમયમાં વ્હોટ્સએપ પર રિલીઝ થવા જઈ રહ્યા છે.

image source

મળતી માહિતિ પ્રમાણે આ સ્ટિકર્સમાં બબીતાની ‘હાઈ’, તો સોઢીની ‘બલ્લે બલ્લે’ બાવરીની ‘ગલતી સે મિસ્ટેક હો ગયા’ તો દયાનો ફેમસ ડાયલોગ ‘હે માં… માતાજી’નાં પણ સ્ટિકર્સ વ્હોટ્સએપ યુઝર્સ માટે અવેલેબલ હશે. તો વળી કેટલાક સ્લોગન્સ પણ સ્ટીકર્સ સાથે મુકવામાં આવશે જેમ કે જેઠા લાલનું ‘નોનસેન્સ’. તો હવેથી તમારી જાતને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડાલોગ્સ દ્વારા વ્હોટ્સ એપ પર વ્યક્ત કરો અને તમારા જીવનને બનાવો હળવું ફુલ.

image source

આ સમાચારથી એક્સાઇટ થતાં શોમાં ટપ્પુનો રોલ નિભાવનાર રાજ અનડકટે પણ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “ખુબ જ કુલ કહેવાય, હવે ટપ્પુ સેના વ્હોટ્સ એપ પર છે. અમારા પરિવાર અને મિત્રો દ્વારા હવે અમારા સ્ટીકર્સ પણ શેર કરવામા આવશે. અને તે જોવા માટે અમે ખુબ જ ઉત્સાહિત છે. મને તો બધા જ સ્ટિકર્સ ખુબ જ પસંદ છે પણ તેમાં કોઈ જ શંકા નથી કે ટપ્પુ સેના બેસ્ટ છે.”

image source

તમને જણાવી દઈએ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો 2008થી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યો છે. હાલ શોએ અગિયાર વર્ષ પુરા કરીને 12માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અત્યાર સુધીમાં શોના 2800 કરતા પણ વધારે એપિસોડ્ટ ટેલીકાસ્ટ થઈ ચુક્યા છે. શોમાં ઘણા બધા કીરદારોના ચહેરા બદલાયા પણ તેની લોકપ્રિયતામાં તો કોઈ જ ફરક નથી આવ્યો. આજે ઘરે ઘરે નાનાથી લઈને વડીલો સુધી બધાને તારક મેહતા..ના પાત્રો પ્રિય થઈ ગયા છે તો વ્હોટ્સએપના આ સ્ટિકર્સ પણ ચોક્કસ હીટ જવાના તેમાં કોઈ જ શંકા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ