‘તારક મહેતા..’ની આ કલાકારે શોને કહી દીધુ અલવિદા, જાણો શું છે સાચુ કારણ…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના ચાહકો માટે હજી એક મોટો ઝટકો, બાવરીએ શોને અલવિદા કહી છે.

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ભારતીય ટેલિવિજનનો પ્રસિદ્ધ કોમેડી શો છે. આ શોએ પોતાના કન્ટેન્ટથી છેલ્લા દસ વર્ષથી દર્શકોને હાસ્યનું મનોરંજન કરી રહી છે. ત્યારે આ શોમાં આવતા કેટલાક કલાકારો છેલ્લા એક-બે વર્ષથી કોઈ કારણસર શોને છોડીને જઈ રહ્યા છે. ટપ્પુની ભૂમિકા ભજવતા ભવ્ય ગાંધીએ થોડા સમય પહેલા જ શો છોડી દીધો હતો.

image source

જ્યારે દિશા વાકાણીએ પોતાની પ્રેગ્નેન્સીના કારણે શો કરી શકે તેમ ના હતી ને હવે તેની દીકરી નાની છે એટલે તે હમણાં ના પાડી રહી છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. એટલા માં જ બાવરીની ભૂમિકા ભજવતી અભિનેત્રી મોનીકા ભદોરીયા પણ શોને ગુડબાય કહી દીધું છે.

image source

સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ મોનિકાને પોતાની ફીમાં વધારો જોઈતો હતો. મોનીકાની આ બાબતે મેકર્સ સાથે ઘણી વાર વાત થઈ પણ મેકર્સ માન્યા નહિ આથી મોનિકાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દેવાનું નક્કી કરી લીધું.

image source

મોનીકા ભદોરીયા આ શો છેલ્લા છ વર્ષથી કરી રહી છે. મોનીકા પોતાનો છેલ્લું શૂટિંગ ૨૦ ઓક્ટોબરના દિવસે કર્યું હતું. એટલે કે મોનિકાએ આ શો છોડયાને એક મહિનો થઈ ગયો છે. મોનિકાનું પાત્ર જેઠાલાલની દુકાનમાં કામ કરતા બાઘાની ગર્લફ્રેંડ બની હતી.

image source

એક રિપોર્ટ મુજબ મોનિકાને આટલો લાંબો રોલ આ શો એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં મળ્યો હતો. આ પહેલા તે અન્ય ટીવી સિરિયલમાં પણ થોડાક સમય માટે કામ કરી ચુકી છે. જો કે છ વર્ષ સુધી એક જ શોમાં કામ કરી રહી હોવાથી તે થોડી ભાવુક થઈ ગઈ હતી. ઉપરાંત તેને આ વિશે વધુ વાત કરવાની ના પાડી દીધી છે.

image source

ઉલ્લેખનીય વાત એ છે કે આ પહેલા સોનુ ઉર્ફ નિધિ ભાનુશાલી શો છોડી ચુક્યા છે. તેમજ આ શોની સૌથી જાણીતી દયાબેન એટલે કે દિશા વાકાણી વિશે પણ અનેક અફવાઓ મળી રહી છે પણ હજી સુધી દયા બેનના પાછા ફરવાની કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ