શું તમે જાણો છો તમારા નખ તમારા સ્વાસ્થ્યની ચાડી ખાય છે ?

સામાન્ય રીતે તમે તમારા નખ પર ખાસ કરીને સ્ત્રીઓ માત્ર મેની-પેડી ક્યોર પુરતું જ ધ્યાન આપતા હશો અને તેના પર વિવિધ પ્રકારની નેઇલ પોલીશ લગાવીને તેને સુંદર બનાવવામાં રચ્યા પચ્યા રહેતા હશો. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે તમારા નખ એ માત્ર તમારી શારીરિક સ્વચ્છતાની જ નહીં પણ તમારા સ્વાસ્થ્યની પણ ચાડી ખાય છે.

તમારા આ નખ તે તમે ધારો છો તેના કરતાં ક્યાંય વધારે તમને કહેવા માગે છે. તેનો આકાર, તેનું ટેક્સચર, તેનો કલર અને તેની સ્થીતી તમારા શરીરમાં છેલ્લા છ મહિનામાં શું ચાલી રહ્યું હતું તે તરફ તમને સંકેત આપે છે.આજના આ લેખમાં અમે તમને એવી જ કેટલીક જાણકારી આપીશું જે તમને આ મહિને બ્યૂટીપાર્લર તરફ નહીં પણ ડોક્ટરના દરવાજા ખખડાવવા પ્રેરશે.

તો ચાલો આજના આ લેખમાં તમારા નખની સ્થિતિ વિષે જાણીએનબળા, નાજુક, વિભાજીત નખજો તમે ખુબ જ સરળતાથી તમારા નખને તોડી તેમજ વાળી શકતા હોવ અથવા તો તેના ઉપરના પડને અલગ કરી શકતા હોવ તો તે નબળા, નાજુક અને વિભાજીત નખ છે. તે તમને થાઇરોઇડ ડિસઓર્ડરસ તરફ ઇશારો કેર છે. જે તમારા મેટાબોલિઝમને અસર કરે છે અને તેના કારણે તમારા નખની વૃદ્ધિ પણ ધીમી થઈ જાય છે.

તેનો અર્થ એ થાય છે કે નાજુક નખ મોટે ભાગે વધતી ઉંમર તરફ ઇશારો કરે છે. જો એમ ન હોય તો બની શકે કે તમે તમારા નખ પર સતત પોલીશ કરો છો માટે તેને સામાન્ય વાતાવરણનું એક્સપોઝર નથી મળતું. તો તમારે માત્ર એટલુ જ કરવાનું છે. થોડો વખત તમારા નખને ખુલ્લામાં શ્વાસ લેવા દો એટલે કે તેને પોલીશ કરવાનું ટાળો.

તમારા આવા નખ પાછળ ઘણા બધા કારણ હોઈ શકે એક તો તમે વધારે પડતી નેઇલ પોલીશ વાપરતા હોવ, બીજું તમારા નખ માટે જરૂરી વિટામીન્સ જેમ કે એ, સી, અથવા તો બાયોટીન જે વિટામીન બી છે તેની ઉણપ હોય માટે તમારે તેવો ખોરાક ખાવો જોઈએ જેમાં આ વિટામીન્સ હાજર હોય જેથી કરીને તમને સ્વસ્થ નખની સાથે સાથે સ્વસ્થ શરીર પણ મળે.

સફેદ ડાઘનખ પર ના સફેદ ડાઘા શરીરમાં વેટામિનની કમી અથવા તો કોઈક પ્રકારના એલર્જિક રિએક્શન તરફ નિર્દેશ કરે છે. આ ઉપરાંત તમારી આંગળીઓના ટેરવા સુધી લોહી નથી પહોંચી રહ્યું તેનો પણ સંકેત કરે છે. આ ઉપરાંત તે, ડાયાબીટીસ, લિવર, કિડની અથવા હૃદય ભંગાણ થવાનો પણ સંકેત કરે છે. આ ઉપરાંત તે કીમોથેરાપીનું પણ રિએક્સન હોઈ શકે છે. તેમ જ ઓવરએક્ટીવ થાયરોઇડ, આયર્નની ખોટ તેમજ કુપોષણવાળુ શરીર હોવાનો સંકેત પણ કરે છે.

શું કરવુઃજો ફુગનો ચેપ લાગ્યો હોય તો તે માટે એન્ટી-ફંગલ ટેબલેટ લેવી પડે છે, અને જો તેમ છતાં તમને તે બાબતે ચિંતા થતી હોય તો તમારે

તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ખાડાવાળા નખઃ જો તમે જાણવા માગતા હોવ કે તમારા નખ ખાડાવાળા છે કે નહીં તો તે માટે તમારે એક ડ્રોપર લેવાનું છે તેમાં પાણી લઈ તમારા નખ પર એક-બે ટીપાં નાકવાના છે જો તે તેમાં રહી જાય તો સમજવું કે તે ખાડવાળા છે. ખાડાવાળા નખ એ હૃદયની બિમારી અથવા હાઇપોથાઇરોડિઝમ તરફ ઇશારો કરે છે. આ ઉપરાંત તેની પાછળ તમારા શરીરમાં લાલ રક્ત કણોની કમીના કારણે ઉભી થતી આયર્નની કમી તરફ પણ ઇશારો કરે છે.

શું કરવુઃ સૌ પ્રથમ તો તમારા ડોક્ટર પાસે જઈ તમારું બ્લડ ટેસ્ટ કરાવવું જોઈએ. જો તમારામાં આયર્નની કમી હોય તેવો રિપોર્ટ આવે તો તમારે આયર્નના સપ્લીમેન્ટની દવાઓ લેવા કરતાં તેને ખોરાક જેવા કે સિરીયલ, ઘઉંના લોટની બ્રેડ, સુકો મેવો, પાલકની ભાજી દ્વારા તે કમીને દૂર કરવી જોઈએ.

નખ પર આડી રેખાઓ ઉપસી આવવીઃ

જો તમારા નખ પર આડી રેખાઓ ઉપસી આવતી હોય તો તે તમને તમારા શરીરમાં ઝિંકની ઉણપ તરફ ઇશારો કરે છે. કોઈ જાતની બિમારી, ઘા અથવા સતત નીચું તાપમાન, ખાસ કરીને જો તમને રેનાઉડ્સ ડિસીઝ હોય તો તે તરફ ઇશારો કરે છે.

શું કરવુઃ

શરીરને ઝીંકની જરૂર હોય છે. માટે તમારે તમારા શરીર માટે ઝિંકની રોજિંદી જરૂરીયાત પૂરી કરવી જોઈએ. જે તમને દૂધ, ઇંડા, ચીઝ, નટ્સ, દાળ, આખા અનાજ વિગેરેમાંથી મળી રહે છે.

પીળા નખ

જો તમારા નખની અંદરનો ભાગ કે જ્યાં અર્ધચંદ્રાકાર હોય છે તે ફીક્કો પડી ગયો હોય તે ડાયાબિટીસ, નખની કીનારીઓ પીળી પડી ગઈ હોય તો તે ફંગલ ઇન્ફેક્શન તરફ ઇશારો કરે છે.

જો તમારા નખના અર્ધચંદ્રાકાર ભાગ તેમજ તેની આસપાસનો નખ ભૂરો થઈ ગયો હોય તો તે ફેફસા તેમજ રક્તપરિભ્રણની સમસ્યા તરફ નિર્દેશ કરે છે. તેમજ શરીરના અંગોને પુરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો તે તરફ નિર્દેશ કરે છે.

તેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોઈ શકે છે તે કોઈક જાતની નખની ફુગ તેમજ ધૂમ્રપાનના ડાઘ પણ હોઈ શકે છે. સોરાઇસીસના દર્દીઓમાં પણ આ લક્ષણ જોવા મળે છે જે કેટલીક દવાઓની આડ અસરના કારણે હોય છે.

શું કરવુઃજો તમારા નખ સતત નેઇલ પોલીશ લગાવવાના કારણે પીળા થઈ ગયા હોય તો તમારે હુંફાળા પાણીમાં આંગળીઓ બોળી ટુથબ્રશથી તે પરની નેઇલ પોલીશ દૂર કરી લેવી જોઈએ. તે પાણીમાં તમે બ્લિચ માટે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. આથી વધારે જો તમને તમારા નખ પ્રત્યે ચિંતા સતાવતી હોય તો તે માટે તમારે તમારા ડોક્ટરનો
સંપર્ક કરવો જોઈએ.

જાડા નખ

જાડા નખ તમને ફંગલ ઇન્ફેક્શન તરફ ઇશારો કરે છે, આ ઉપરાંત આ સમસ્યા મોટી ઉંમરવાળા લોકોમાં વધારે જોવા મળે છે.

શું કરવુઃ
જો જાડા નખ ફુગના ચેપના કારણે હોય તો તમારે તમારા ડોક્ટરને મળીને તે માટે દવા કરાવવી જોઈએ.

આ ઉપરાંત પણ નખ વિષે કેટલીક જાણવા જેવી બાબતોઃ

– જો તમારી આંગળીઓ પર કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો અર્ધચંદ્રાકાર જોવા ન મળતો હોય તો તે નબળા થાઇરોઇડ તરફ ઇશારો કરે છે. જે નિરાશા, મૂડ સ્વિંગ્સ, વજન વધવું અને વાળ પાતળા થવા તરફ દોરી જાય છે.

– જો તમારા નખ પર ઉભી રેખાઓ ઉપસી આવી હોય તો તે તમારા હોર્મોનલ ચેન્જિસ, થાઇરોઇડ સમસ્યા, માનસિક તાણ તેમજ ડાયાબિટીસ તરફ ઇશારો કરે છે.

– ઘોળા નખ લીવરની સમસ્યા જેમ કે હેપેટાઇટીસ અથવા જોન્ડિસ એટલે કે કમળા તરફ નિર્દેશ કરે છે.

– જો તમારા અંગુઠાના નખ પર અર્ધચંદ્રાકાર સફેદ ભાગ બનતો હોય તો તમે સારી થાઇરોય હેલ્ધ અને પાચનશક્તિ ધરાવો છો તેવો અર્થ થાય.

– જો તમારી આંગળીઓના નખ પર ખુબ જ નાનો સફેદ ચંદ્રાકાર ભાગ દેખાય તો તે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિ અને પાચનની સમસ્યા દર્શાવે છે. તે બની શકે કે ધીમા ચયાપચય એટલે કે સ્લો મેટાબોલીઝમ અને શરીરમાં ઝેરના ભરાવાના કારણે હોઈ શકે.

– જો તમારા નખ પર કાળી રેખાઓ હોય તો બની શકે કે તમને ત્વચાનું કેન્સર હોય.

– આંગળીઓના નખ પર તીરાડો પડી હોય તો તે ત્વચાના રોગો તરફ નિર્દેશ કરે છે.

– જો નખ વળી ગયા હોય તો તે વિટામિન બી 12 અને આયર્નની ઉણપ તરફ નિર્દેશ કરે છે.