શું તમે જાણો છો દરેક વાહનના ટાયરનો રંગ કાળો જ કેમ હોય છે ? આ રહ્યું કારણ

આમ તો કોઈપણ વાહન હોય તેનો નાનામાં નાનો પાર્ટ વાહન માટે મહત્વપૂર્ણ જ હોય છે. પરંતુ એક પાર્ટ એવું પણ છે જે સૌથી મહત્વપૂર્ણ છે.

image source

તમારી પાસે સાઇકલ હોય કે ટુ વહીલર બાઇક, ફોર વહીલ વાળી ગાડી હોય કે હેવી ટ્રક લગભગ બધા વાહનોમાં એક સામ્યતા જોવા મળશે અને તે છે ટાયર. જી હા, ભલે ગમે તેવી કિંમતી કે ભારે ગાડી હોય તેમાં ટાયર તો રબરના જ હોય.

અને રબરના ટાયરમાં પણ વધુ એક સામ્યતા જોવા મળે છે. અને એ છે ટાયરનો રંગ. રોડ રસ્તા પર ચાલતા પ્રત્યેક વાહનોમાં રહેલા ટાયરનો રંગ એક સરખો જ હોય છે કાળો. ટાયરનો રંગ કાળો જ કેમ રાખવામાં આવે છે તેની પાછળ પણ એક ખાસ કારણ છે.

image source

અસલમાં ટાયર બનાવતા સમયે ટાયરનો રંગ બદલવામાં આવે છે. શરૂઆતમાં ટાયર પહેલા સ્લેટી રંગનું હોય છે ત્યારબાદ તે કાળો રંગ ધારણ કરે છે. ટાયર બનાવવાની આ પ્રક્રિયાને વલકેનાઇઝેશન કહેવાય છે. આ પ્રક્રિયા દરમિયાન ટાયરમાં કાર્બન ભેળવવામાં આવે છે. આ કાર્બન ભેળવવા પાછળનો હેતુ એ હોય છે કે ટાયરમાં ઘસારો ઓછો લાગે.

image source

જો તમે સાદા રબરનું ટાયર એટલે કે કાર્બન ભેળવ્યા વિનાનું ટાયર તમારી ગાડીમાં નાખશો તો વધુમાં વધુ તે 10 હજાર કિલોમીટર સુધી ચાલી શકશે. જ્યારે કાર્બન ભેળવીને બનાવાયેલા ટાયર 1 લાખ કિલોમીટર સુધી કે એથી પણ વધુ સમય સુધી ચાલી શકે છે. આમ ટાયરની આવરદા વધારવા માટે તેમાં કાળા રંગનો કાર્બન અને સલ્ફર ભેળવવામાં આવે છે. સલ્ફર વિશે પણ જાણવા જેવી વાત એ છે કે તે એટલે કે સલ્ફર અને કાર્બનનું મિશ્રણ ટાયરને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે છે.

image source

વળી, કાળા રંગના આ કાર્બનની પણ ઘણી જાતો આવે છે. અને કઈ જાતનું કાર્બન ક્યા ટાયરમાં વાપરવું તે ટાયરના કડક અને મુલાયમ હોવા પર આધારિત છે. ઓછી પ્લાય અને મુલાયમ રબરના ટાયરની પકડ અને સ્થિરતા રસ્તા પર સારું પ્રદર્શન કરે છે અને ટાયરને કારણે થતા વાહન અકસ્માતનું જોખમ ઘટાડે છે. જો કે મુલાયમ ટાયરની આવરદા બહુ લાંબી નથી હોતી. બીજી બાજુ કડક રબરના ટાયર જલ્દી ઘસાઈ જતા નથી અને લાંબા સમય સુધી ચાલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ