માત્ર 5 જ દિવસમાં આંગળીઓ પરની કાળાશ દૂર કરવી છે? તો અપનાવો આ ઘરેલુ નુસ્ખાઓ…

છોકરીઓ હાથની આંગળીઓને ખૂબસુરત બનાવવા માટે અનેક પ્રકારના બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ ઘણીવાર આંગળીઓના જોઇન્ટ્સ પર લાગેલી કાળાશ તેમને અનેક શરમમાં મુકી દે છે. આમ, જો તે સારામાં સારી નેઇલ પેન્ટ્સ તેમજ જ્વેલરીનો સારા એવા પ્રમાણમાં યુઝ ના કરે તો તેમના નખ ખૂબ જ ગંદા લાગે છે. જો કે ઘણી છોકરીઓ હાથની આંગળીઓની કાળાશ દૂર કરવા માટે તેઓ અનેક ઘણી ક્રીમનો ઉપયોગ કરતી હોય છે. તમને જણાવી દઇએ કે, જો તમે આ પ્રકારની ક્રીમનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તો તમને લોન્ગ ટાઇમે અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ થાય છે.

આમ, જો તમે તમારી આંગળીઓના જોઇન્ટ્સ પરની કાળાશને દૂર કરવા ઇચ્છતા હોવ તો આ ઘરેલુ નુસ્ખાઓ તમારી માટે એકદમ બેસ્ટ છે. આ ઘરેલુ નુસ્ખાઓ તમારા હાથ પરની આંગળીઓની કાળાશ દૂર કરી દેશે અને સાથે-સાથે ત્વચાને પણ સોફ્ટ બનાવશે અને આંગળીઓ એકદમ વ્હાઇટ પણ લાગશે.

બદામનુ તેલ

બદામના તેલમાં એવા પોષક તત્વો હોય છે જે કાળાશને દૂર કરવામાં મદદ કરે છે. આ પ્રયોગ કરવા માટે તમે ગુલાબજળમાં બદામનુ તેલ મિક્સ કરી લો અને પછી આંગળીઓના જોઇન્ટ્સ પર એપ્લાય કરો. ત્યારબાદ સૂકાઇ ગયા પછી હાથને ગરમ પાણી વડે ધોઇ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં બે વાર કરવાનો રહેશે. આમ, જો તમે બદામના આ તેલનો પ્રયોગ રેગ્યુલરલી કરશો તો તમારા હાથની આંગળીઓ એકદમ ચમકી ઉઠશે અને તમારા હાથ પણ મસ્ત લાગશે.

મધ અને લીંબૂથી કરો બ્લીચ

આંગળીઓની કાળાશને દૂર કરીને ચમક લાવવા માટે લીંબૂ અને મધ એક બેસ્ટ ઉપાય છે. આ પ્રયોગ કરવા માટે લીંબૂના રસમાં જરૂર મુજબ મધ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેને આંગળીઓના જોઇન્ટ્સ પર લાગેલી કાળાશ પર લગાવો અને અડધો કલાક સુધી તેને એમ જ રહેવા દો. ત્યારબાદ હાથને ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ચાર દિવસ કરવાનો રહેશે. આમ, જો તમે આ પ્રયોગ એક દિવસ છોડીને એક દિવસ કરશો તો તમને રિઝલ્ટ વધારે સારુ મળશે.

ખાંડનુ સ્ક્રબ

આંગળીઓ પર ચમક લાવવા માટે ખાંડનુ સ્ક્રબ તમારા માટે ઉત્તમ સાબિત થાય છે. આ દરેક સ્કિન પર સૂટ કરે છે. ખાંડ અને મધને મિક્સ કરીને આંગળીઓ પર લગાવો અને 20 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ આ મિશ્રણને સુકાવા દો અને પછી હાથને હુંફાળા પાણીથી ધોઇ લો. આમ, જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી કરશો તો તમારા હાથ પરની કાળાશ ખૂબ જ જલદી દૂર થઇ જશે.

બેકિંગ સોડાનો કરો ઉપયોગ

હુંફાળા ગરમ પાણીમાં અડધી ટી સ્પૂન બેકિંગ સોડા મિક્સ કરો અને તેમાં હાથને દસ મિનિટ સુધી બોળી રાખો. ત્યારબાદ હાથને ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રોસેસ તમારે સતત 15 દિવસ સુધી કરવાની રહેશે. બેકિંગ સોડા ડેડ સ્કિનને દૂર કરવા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી