દરેકને પોતાના વાળ વ્હાલા જ હોય છે તો પછી આટલું તો કરી જ શકીએ…

હેલ્મેટને કારણે ખરતા વાળને અટકાવવા+ગ્રોથ વધારવા આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપાયો

દિવસે દિવસે જ્યારે ટ્રાફિકના નિયમો કડક થતા જાય છે ત્યારે અનેક લોકો નિયમોને ફોલો કરતા થઇ ગયા છે. ટ્રાફિકના નિયમોની વાત કરીએ તો તેમાં હેલ્મેટ પહેરવું પણ એક ફરજીયાત છે. જો કે હેલ્મેટ પહેરાવાના અનેક ઘણા ફાયદાઓ છો. જો તમે હેલ્મેટ પહેરીને વેહીકલ ચલાવો છો તો તમારી સેફ્ટી ચાર ગણી વધી જાય છે. આમ, જો હેલ્મેટની વાત કરીએ તો અનેક મહિલાઓ તેમજ પુરુષોની ફરિયાદ હોય છે કે, હેલ્મેટ પહેરવાથી તેમના વાળ ખરવા લાગે છે અને વાળનો ગ્રોથ પણ થતો નથી. જો કે આજકાલ વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગના લોકો હેરાન-પરેશાન થઇ જતા હોય છે. જો તમે પણ હેલ્મેટ પહેરો છો અને તમારા વાળ વધુ પ્રમાણમાં ખરે છે તેમજ હેર ગ્રોથ થતો નથી તો આ ઘરેલુ ઉપાયો તમારા માટે એકદમ બેસ્ટ છે. પરંતુ તમને જણાવી દઇએ કે, જો તમે હેલ્મેટ વગર વેહીકલ ડ્રાઇવ કરો છો તો તમારે તમારી આ આદતને સુધારવાની જરૂર છે કારણકે હેલ્મેટ વગર વેહીકલ ચલાવવાથી વ્યક્તિને અનેક ઘણું નુકશાન થાય છે.

– બદામનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. બદામના તેલમાં વિટામીન ઇ વધુ પ્રમાણમાં હોવાથી તે વાળને મજબૂત અને શાઈની બનાવવાનું કામ કરે છે તેમજ વાળને તૂટતા ઓછા કરે છે.– અઠવાડિયામાં એક વખત માથાના વાળમાં ઇંડુ નાખો. વાળમાં ઇંડુ નાખવાથી વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે જેથી વાળ ખરતા બંધ થઇ જાય છે અને વાળનો ગ્રોથ પણ એકદમ મસ્ત રીતે વધે છે.

– વાળને ખરતા અટકાવવા માટે ગ્રીન ટીનો ઉપયોગ પણ ખૂબ ફાયદાકારક નીવડે છે. ગ્રીન ટીને એક કપ પાણીમાં નાખી થોડી ગરમ કરી લેવી ત્યારબાદ તેને વાળમાં એપ્લાય કરો અને એક કલાક રાખી હેર વોશ કરી લેવા. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ વધુ હોવાથી તે ખરતા વાળને અટકાવે છે.– અઠવાડિયામાં ત્રણ વાર હેર ઓઇલ કરો. વાળમાં તેલ નાખવાથી વાળ સિલ્કી થાય છે અને વાળનો ગ્રોથ વધે છે. તમને જણાવી દઇએ કે, વાળમાં તમે જ્યારે હેર ઓઇલ કરો ત્યારે તેના બીજા જ દિવસે હેર વોશ કરી લેવા. ઘણા લોકોને એવી આદત હોય છે કે હેર ઓઇલ કર્યાના બે દિવસ પછી હેર વોશ કરે છે જેથી કરીને વાળમાં બહારની ધૂળ અને પોલ્યુશન લાગે છે જેથી વાળ ડેમેજ થાય છે.

– ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળમાં ચમક આવે છે. ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી તે કન્ડિશનરનું કામ કરે છે. જ્યારે તમે ડુંગળીનો રસ વાળમાં લગાવો છો ત્યારે તેના 15 મિનીટ પછી વાળને સામાન્ય પાણીથી ધોઈ લેવા. જો તમે દરરોજ હેલ્મેટ પહેરો છો તો આ પ્રયોગ તમારે અવશ્ય કરવો જોઇએ. – વાળ ખરતા હોય તો વાળમાં લસણ, ડુંગળી અથવા આદુનો રસ રાત્રે સુતી વખતે લગાવી દેવો અને સવારે ઠંડાં પાણીથી વાળને ધોઇ લેવા. જો તમે અઠવાડિયામાં બે વાર આ પ્રોસેસ કરો છો ખરતા વાળ અટકે છે અને સાથે-સાથે વાળનો ગ્રોથ વધે છે તેમજ વાળ સિલ્કી પણ થાય છે.

– એલોવેરા માત્ર ચહેરા પર જ નહીં વાળમાં પણ ચમક લાવે છે. એલોવેરાની પત્તીને વચ્ચેથી કાપીને તેના રસને વાળમાં લગાવો. પછી મસાજ કરો. જો એવું નથી કરીશકતા તો એલોવેરા યુક્ત શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય છે.

– લસણ વાળનો ગ્રોથ વધારવા માટે એકદમ બેસ્ટ છે. આ પ્રયોગ કરવા માટે લસણનો રસ કાઢીને તેને વાળમાં લગાવી દો. આનાથી વાળમાં ચમક આવે છે અને વાળ મજબૂત પણ થાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી