Travel દરમિયાન પ્રેગનેન્ટ મહિલાઓએ આ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ

જ્યારે પણ આપણે ફરવા જઈએ છીએ, ત્યાં બહુ જ સાવચેતી રાખતા હોઈએ છીએ. અનેક બાબતોએ સાવધાની રાખીએ છીએ. સાથે કેટલી વસ્તુઓ છે કે, નહિ તેનું વારંવાર ચેકિંગ કરી લઈએ છીએ. જતા પહેલા સાથે લઈ જવાની વસ્તુઓનુ લિસ્ટ બનાવીએ છીએ, અને ધ્યાન રાખીએ છીએ કે ટ્રાવેલિંગ સમયે આટલી વસ્તુઓ તો સાથે હોય જ. પરંતુ પ્રેગનેન્ટ મહિલાઓના ટ્રાવેલિંગની વાત આવે તો બધા ટેન્શનમાં આવી જાય છે. આજના સમયમાં પ્રેગનેન્ટ મહિલાઓને અનેકવાર ટ્રાવેલિંગ કરવાની જરૂર પડે છે. તેમાં પણ વિદેશ અવરજવર હોય તો ટ્રાવેલિંગ ટાળી શકાતું નથી. પરંતુ પ્રેગનેન્ટ મહિલાઓને ટ્રાવેલિંગ માટે બહુ જ સાવધાની રાખવાની જરૂર પડે છે. જ્યારે પણ પ્રેગનેન્ટ મહિલા બહાર ફરવા જાય તો તેમની સાથે કેટલીક જરૂરી વસ્તુઓ સાથે લઈ જવી જોઈએ. આજે અમે તમને બતાવીશું કે, પ્રેગનેન્ટ મહિલાઓએ ટ્રાવેલિંગ દરમિયાન કઈ કઈ સાવધાની રાખવાની જરૂર હોય છે.

કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો
– ટ્રાવેલ કરતા સમયે પ્રેગનેન્ટ મહિલાઓએ હંમેશા દવાઓ સાથે રાખવી જોઈએ. ટ્રાવેલિંગ કરતા પહેલા ડોક્ટર પાસેથી જરૂરી દવાઓ લઈ લેવી.– ટ્રાવેલિંગ કરતા સમયે પ્રેગનેન્ટ મહિલાઓએ હંમેશા ખાવાનું સાથે રાખવું. તેમણે ક્યારેય બહારના ખાવાનો આગ્રહ ન રાખવો. કારણ કે તેનાથી ગર્ભ પર અસર પડી શકે છે. તેથી હેલ્થી સૂકો નાસ્તો હંમેશા સાથે રાખવો.

– જો લાંબુ ટ્રાવેલિંગ હોય તો તે દરમિયાન પ્રેગનેન્ટ મહિલાઓએ થોડા થોડા સમયે ખાતા રહેવું જોઈએ. લાંબા સમય ભૂખ્યા ન રહેવું.

– પ્રેગનેન્ટ મહિલાઓએ આ દરમિયાન ભરપૂર માત્રામાં પાણી પીતા રહેવું જોઈએ.

– જો તમારી જર્ની લાંબી છે, તો તેની વચ્ચે વચ્ચે રોકાતા રહો. તેનો ફાયદો તમારા બાળક પર થશે, તેનાથી સરક્યુલેશન પણ સારું બની રહેશે.– સફર દરમિયાન સીટ બેલ્ટ જરૂર બાંધીને રાખજો.

– ટ્રાવેલ દરમિયાન થાકને દૂર કરવા માટે સ્નેક્સ ખાતા રહેવું. જેથી થાક દૂર થશે.
– ટ્રાવેલિંગ દરમિયાન એક નાનું અને હળવુ તકિયું હંમેશા સાથે રાખવું.

– ટ્રાવેલિંગમાં બને તો લાબા સમય સુધી બેસી ન રહેવું. તેનાથી બેક પેઈન થઈ શકે છે. તેથી સમયાંતરે ઊંઘી જવું જેથી તેમને આરામ મળશે.– આ ઉપરાંત ટ્રાવેલિંગ કરતા સમયે આવી મહિલાઓએ મેડિકલ કિટ હંમેશા સાથે રાખવી, ગમે ત્યારે કામમાં આવી શકે છે.

કોઈને સાથે રાખો

જ્યારે પણ કોઈ પ્રેગનેન્ટ મહિલા ટ્રાવેલિંગ કરી રહી છે, તો ખાસ ધ્યાન રાખો કે તે એકલી મુસાફરી ન કરે. મહિલાને ભલે ગમે તેટલા મહિનાની પ્રેગનેન્સી હોય પણ તેનું એકલું ટ્રાવેલિંગ કરવું જરા પણ હિતાવહ નથી હોતું. તેથી પરિવારના કોઈ સદસ્ય કે મિત્રને હંમેશા સાથે રાખવું. ઘણી મહિલાઓને વિદેશ જતા સમયે એકલા ટ્રાવેલિંગ કરવાની જરૂર પડે છે. આવા સમયે સફરમાં બીજા કોઈને તેનું ધ્યાન રાખવાનું કહેવું, આ એરેન્જમેન્ટ પહેલેથી જ કરી લેવી, જેથી પ્રેગનેન્ટ મહિલાને કોઈ પ્રકારની તકલીફ ન થાય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર, શેર કરીને મદદરૂપ થાવ દરેક મિત્રોને…

ટીપ્પણી