યુવતીઓમાં વધી રહ્યો છે એકલા ફરવાનો ટ્રેન્ડ, પણ રાખો આ વાતનું ધ્યાન…

એ જમાનો ગયો જ્યારે યુવતીઆ પોતાના પાર્ટનર કે પરિવાર વગર એકલા ફરવા ડરતી હતી, તેમનો પરિવાર પણ તેમને એકલા જવાની પરમિશન આપતું ન હતું. હવે તો યુવતીઓ એકલા ફરવાનું વધુ પસંદ કરે છે. અને હવે તો તેમનો પરિવાર પર તેમની દીકરીની વાત માનીને તેમને એકલા ફરવાની પરમિશન આપે છે. કેમ કે યુવતીઓ હવે શિક્ષિત અને સમજદાર થઈ ચૂકી છે. આજકાલ એકલા ફરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. યુવકો જ નહિ, યુવતીઓ પણ સોલો ટ્રાવેલિંગનો ભરપૂર આનંદ લઈ રહી છે. એકલી મુસાફરી દરમિયાન તેમને અનેક નવા અનુભવો મળી રહે છે.

જોકે, સોલો ટ્રાવેલિંગ દરમિયાન જેટલો રોમાંચ હોય છે, તેટલું જોખમ પણ રહેલું છે. તેથી તે આપણને ઘણું બધુ શીખવાડી જાય છે. જેનું ધ્યાન રાખીને આપણે એકલા મુસાફરીનો આનંદ માણવો જોઈએ. માન્યું કે, તમે બહાદુર અને સમજદાર મહિલા છો, પણ એકલા ફરતા દરમિયાન તમારે તમારી સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.

– આ બાબતનું મુખ્ય ઘ્યાન રાખો કે તમે તમારા ફાઈનલ ડેસ્ટિનેશન પર કેટલા વાગે પહોંચશો. પ્રયાસ એમ કરો કે તમે સવારે કે દિવસના સમયમાં તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી જાઓ. રાતના સમયે એકલી યુવતી માટે તે બહુ જ ખતરનાક બની શકે છે. હંમેશા અજાણ લોકોથી ડિસ્ટન્સ બનાવી રાખો.

– નવા લોકોને મળવું, વાત કરવું, બહુ જ જલ્દી તેમની સાથે મિક્સ થવાનું ટાળો. નવા લોકોની સાથે ડ્રિંક પણ ન કરો. જો કોઈ તમને ખાવાની વસ્તુ આપે તો હસતા હસતા ટાળી દો.

– જ્યાં પણ જાઓ ત્યાં તમારુ મોઢું કાતરની જેમ ચલાવો. બહુ જ સવાલો પૂછો, જે હોટલમાં રહો છો, ત્યાંના મેનેજર સાથે, ફરવા ગયા હોય તેની ટેક્સીના ડ્રાઈવર કે લોકલ લોકો સાથે પણ. જ્યાં પણ ફરી રહ્યા છો, તે સ્થળની પૂરતી જાણકારી રાખવી જોઈએ. આવી યુવતીઓને કોઈ તકલીફ નહિ આવે.

– એકલા મુસાફરી કરવા માટે સૌથી પહેલા તમારા મનને થોડું શાંત રાખો. વાત વાત પર ગુસ્સો કરવાની આદતને થોડા દિવસોમાં બાય બાય બોલી દો. જો તમે બ્રેકઅપ કે ઘરની સમસ્યાઓથી ભાગવા માટે ફરવા જઈ રહ્યા છો, તો તમે ત્યાં સારી રીતે એન્જોય નહિ કરી શકો. તેથી તમારા ટેન્શનને ઘર પર જ છોડીને જાઓ.

– ખુદની સાથે વાત કરવાનુ શીખો. કેમકે જ્યારે તમે એકલા ટ્રાવેલ કરી રહ્યા છો, તો અનેકવાર સમય પસાર કરવો બહુ જ મુશ્કેલ બની જાય છે. આવામાં જો તમારો સમય જલ્દી પસાર નથી થતો, તો તમે ગુસ્સો કરશો. તેથી રોજ અરીસા સામે ખુદ સાથે વાત કરવાનું રાખો.

– આ બધા ઉપરાંત એક મહિલા હોવાને નાતે જે સાવધાનીઓ તમારે રાખવી જોઈએ, એ તમે સારી રીતે જાણો જ છો. બસ, તો પછી તમારી બેગ ઉપાડો અને નીકળી પડો અજાણ્યા રસ્તાઓ પર. કેમ કે, ચાલતા રહેવું જ જિંદગીની શીખ છે, રોકાવું તો મોતની નિશાની છે. જો હવે તમારા મનમાં એકલા સફર કરવાનો વિચાર આવો તો વિચાર ન કરતા, બસ નીકળી પડો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવ ઇઅનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, તમારા મિત્રોને પણ આપણું પેજ લાઇક કરવા માટે કહો…

ટીપ્પણી