ફોલો કરો આ 6 બાબતો, અને જીવનને બનાવો સરળ અને સુખમય

જીવન સરળ બનાવવા માટેની કેટલીક સારી ટેવો કઈ છે?

image source

આ નાની, સરળ અને અસરકારક વસ્તુઓ કઈ હોવી જોઈએ? અહીં દરરોજ કરવા જેવી કેટલીક સારી વસ્તુઓ છે.

1. દરરોજ એક જ સમયે જાગવું:-

ના, હું તમને કાંઈ સવારે 5 વાગ્યે જાગવાનું કહેતો નથી. કેટલાક લોકો માટે તે અસહજ બાબત હોઈ શકે છે. જો તમે જાણો છો કે તમારે સવારે ક્યારે જાગવાનું છે, તો બાકીના દિવસોમાં શું અને કેમનો વ્યવહાર કરવો એ બાબત વધુ સરળ બની જાય છે. તેમજ વહેલી સવારે નિર્ણય લેવામાં ઓછી અનિશ્ચિતતા રહે છે.

image source

2. તમારી પથારી જાતે જ કરો:-

આ સૌથી સરળ અને સૌથી અસરકારક છે, તમે આ હજાર વાર સાંભળ્યું હશે પણ તે ક્યારેય કર્યું નહીં હોય. કારણ કે મનુષ્ય પરિવર્તનનો પ્રતિકાર કરે છે. આ એક ક્રિયા અઠવાડિયા સુધી સતત કરો. હું તમને વચન આપું છું કે સફળ લોકો આ ટેવ વિશે શા માટે આટલું બોલે છે તે તમે જાણી શકશો.

3. વિરુદ્ધ હાથથી બ્રશ કરો:-

image source

તમે તમારા સંપૂર્ણ જીવનભર તમારા પ્રમુખ હાથથી જ બ્રશ કરો છો, તેના વિપરીત હાથથી બ્રશ કરવાથી શું કોઈ સંભવિત ફાયદો થશે? આ એક વાત સમજી લો, તમારું મન પરિવર્તનનો વિરોધ કરે છે. તેથી, જો આપણે ઈચ્છીએ તો આપણે આપણું જીવન સુધારી શકીએ છીએ. તમારા વિરુદ્ધ હાથથી બ્રશ કરવું તમારા મનને કહેશે કે તમે પરિવર્તન માટે તૈયાર છો, પછી ભલે તે એક અસહજ બાબત હોય. તમારા મનને કહો કે તમે હવે પરિવર્તન માટે તૈયાર છો!

4 . ધ્યાન કેન્દ્રિત કરી તેનો અભ્યાસ કરો:-

image source

તમે કદાચ ધ્યાનનું મહત્વ જાણો છો પરંતુ તેમ છતાં તે સુધારવા માટે તમે કંઈ કરશો નહીં. કેમ? કારણ કે આપણે ધ્યાન કેવી રીતે સુધારવું તે જાણતા નથી, અહીં કોઈ આપણને એક આ સરળ યુક્તિ શીખવતા નથી! અહીં એક સરળ ઉપાય છે. જ્યારે પણ તમે કંઇ કરી રહ્યા નથી, ત્યારે ફક્ત શ્વાસ પર જ ધ્યાન આપો. જો તમે તમારા વિચારોમાં ભટકી જાઓ છો, તો તે સરસ છે. પાછા આવો અને ફરી તમારા શ્વાસ સાંભળો અને તેમાં ધ્યાન કેન્દ્રિત કરો. ફક્ત તમારા મનને કહો કે તમે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે દરરોજ આ કરીને તમારા ધ્યાન કેન્દ્રિત સ્નાયુને મજબૂત કરી શકો છો.

5. તમારી જાત સાથે વાત કરો:-

image source

તમે તમારી જાત સાથે કેટલી વાર વાત કરી છે? તમે જાણો છો, તમે ઇચ્છો છો કે કોઈ તમારી સાથે વાત કરે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કોઈને પણ તમારી સમસ્યાઓની પરવા હોતી નથી. શું કોઈ તમારાથી સારું વ્યક્તિ છે કે તમે તેની સાથે વાત કરી શકો? કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરો કે જે તમને બીજા કોઈ વ્યક્તિ કરતાં વધુ સારી રીતે જાણતું હોય? કે તમે જ એ કોઈ છો! તમારી પ્રશંસા જાતે જ કરો, પોતાની ભૂલો વિશે વાત કરો, તમારી મહત્વાકાંક્ષા વિશે પોસ્ટ શેર કરો.

6. તમારા કાર્ય પર સવાલ ઉઠાવો:-

image source

શું તમે જાણો છો કે તમારા માટે શું સારું છે અને શું ખરાબ? જો તમને પરિણામ ખબર હોય છે તો પણ તમે ખરાબ ટેવો કેમ પસંદ કરો છો? જો તમારી પાસે સારી ટેવો છે, તો તમે આ કેમ કરો છો?

મૂળભૂત રીતે, બધું જ પ્રશ્નો! આ સરળ ક્રિયા તમને તમારી જાતને વધુ સારી રીતે સમજવામાં સહાય કરશે. તમારામાં રહેલી સારી અને ખરાબ બાબત વિશે જાણો. દરેક જવાબ એક સવાલથી જ શરૂ થાય છે.

image source

જીવનનો તમારો હેતુ ફક્ત પોતાને પ્રશ્નો પૂછીને જ જાણી શકાય છે. દરરોજ આનો પ્રયાસ કરો, પરિણામો આશ્ચર્યજનક હશે!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ