આ આઇડિયા તમારા બાથરૂમને બનાવશે જોરદાર એક્ટ્રેક્ટિવ, ક્લિક કરીને જાણી લો શું ડેકોરેશન ટ્રેન્ડમાં…..

આ આઇડિયા તમારા બાથરૂમને બનાવશે જોરદાર એક્ટ્રેક્ટિવ, ક્લિક કરીને જાણી લો શું ડેકોરેશન ટ્રેન્ડમાં

આજકાલ લોકો જેટલુ ઘર બનાવવામાં ધ્યાન આપે છે તેટલુ જ બાથરૂમ બનાવવા માટે પણ મહત્વ આપતા હોય છે. આમ, બાથરૂમની તમે ગમે તેટલી સફાઇ કરો એટલી ઓછી છે. જો બાથરૂમ તમે ગંદુ રાખો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. આમ, સફાઇની સાથે-સાથે બાથરૂમનું ડેકોરેશન પણ આજના આ સમયમાં એટલુ જ મહત્વ ધરાવે છે. જો કે આજકાલ માર્કેટમાં બાથરૂમને સજાવવા માટે અનેક ઘણી અવનવી વસ્તુઓ મળતી હોય છે. આરામદાયક અને ખૂબસૂરત બાથરૂમ કોઇ પણ વ્યક્તિને ખુશ કરી દે છે. ઘરનું બાથરૂમ એકદમ એક્ટ્રેક્ટિવ હોવુ જોઇએ જેમાં ખાસ કરીને શાવરથી લઇને અનેક પ્રકારની ફેસિલિટી હોય તો તમે આખા દિવસનો થાક તેમાં ઉતારી શકો છો. માટે જો તમે તમારા બાથરૂમને એકદમ સ્ટાઇલિશ અને ડિફરન્ટ બનાવવા ઇચ્છો છો તો આ આઇડિયા તમારા માટે એકદમ બેસ્ટ છે.

કંટેનર્સબાથરૂમમાં શાવર જેલ, શેમ્પૂ, બાથ ઓઇલ જેવી અનેક વસ્તુઓ મુકવા માટે રંગીન અને ખૂબસુરરત કંટેનર્સનો ઉપયોગ કરો. બાથરૂમમાં આ રીતે મુકેલો સામાન દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે. આ સાથે જો તમે બાથરૂમમાં આ રીતે વસ્તુઓ મુકો છો તો તે જલદી મળી પણ જાય છે અને સાથે-સાથે વસ્તુને વાપરવી પણ ગમે છે.

વોટર ફાઉન્ટેનઆજકાલ બાથરૂમમાં વોટર ફાઉન્ટેન મુકવાનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. વોટર ફાઉન્ટેન બાથરૂમની સુંદરતામાં વધારો કરે છે અને આસપાસના વાતાવરણ એકદમ શાંતિમય બનાવી દે છે. જો તમે બાથરૂમ નવુ કરાવવાનુ વિચારી રહ્યા છો તો વોટર ફાઉન્ટેન તમારા માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે, જે તમારા બાથરૂમને એકદમ ડિફરન્ટ લુક આપશે.
શેલ્ફ

જો તમે બાથરૂમમાં શેલ્ફ અને પેબલ્સ લગાવો છો તો બાથરૂમમાં સ્પા રૂમ જેવી ફિલિંગ આવે છે. તમે મોટાભાગના સલૂનમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે, શેલ્ફ સ્પા રૂમને કેવી રીતે ડિફરન્ટ લુક આપે છે. આમ, જો તમે ઇચ્છો તો શેલ્ફ પર મીણબત્તી લગાવીને પણ તેને ડેકોરેટ કરી શકો છો. જો તમે તમારા બાથરૂમમાં આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ડેકોરેટ કરો છો તો તમારું બાથરૂમ બીજાના બાથરૂમ કરતા એકદમ અલગ લાગે છે અને રિચ લુક પણ મળે છે.

ફૂલબાથરૂમમાં મુકવામાં આવતા ફૂલ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના ફુલો એવા મળે છે જેનો ઉપયોગ તમે સ્પેશયલ બાથરૂમ માટે જ કરી શકો છો. બાથરૂમમાં ફૂલ મુકવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેની સુગંધ તમને તાજગી અપાવે છે અને સાથે-સાથે ફ્રેશ ફિલ કરાવે છે. જો તમે બાથરૂમમાં ફૂલ મુકવા ઇચ્છતા હોવ તો તે તમારે વોશ-બેસિંગની પાસે વધેલી જગ્યામાં મુકવા જેથી કરીને તેમાં આખો દિવસ પાણી જાય નહિં અને તે વહેલા ખરાબ પણ ના થઇ જાય.

ફ્રેગરન્સ બાથરૂમ તમે ગમે તેટલુ ક્લિન કરો તો પણ તેમાંથી થોડા સમય બાદ એક ટિપિકલ વાસ આવવા લાગે છે જે તમને ઘણી વાર હેરાન-પરેશાન કરીને મુકી દે છે અને સાથે તમારો મુડ પણ બગડી જાય છે. માટે જો તમે આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા ઇચ્છતા હોવ તો બાથરૂમમાં ફ્રેગરન્સનો ઉપયોગ કરો. ફ્રેગરન્સથી બાથરૂમ સુગંધિત રહે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી