વાળ ખરવાની સમસ્યાથી ત્રાસી ગયા છો, તો લ્યો આ ટીપ્સ અપનાવો

છોકરીઓને હેરફોલની સમસ્યા બહુ જ નડતી હોય છે. તેમાં પણ ક્યારેક હેરસ્ટાઈલ કે બીજા શેમ્પૂ વાપરી નાખે તો વાળને નુકશાન થવાની શક્યતાઓ વધી જાય છે. કેટલીક યુવતીઓને તો એટલા પ્રમાણમાં હેરફોલ થાય છે, કે તમને ડર લાગે છે કે, તેઓ જલ્દી ટાલિયા તો નહિ થઈ જાય છે. પરંતુ જો તમારે હેરફોલથી બચવા માટે કોઈ ડોક્ટર પાસે જવું ન હોય, કોઈ જ પ્રકારની દવા ન કરવી હોય છે, તો અહી બતાવેલી આ સિમ્પલ ટિપ્સ અપનાવો. આ ટિપ્સથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે.

તુટતા રોકવા માટે પોતાની ચોટી બાંધવા માટે એવી વસ્તુઓનો ઉપયોગ કરો કે જેમાં કોઈ પ્રકારનાં ધાતુનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. પોતાનાં વાળ બાંધવા માટે સ્કાર્ફનો ઉપયોગ કરવો સૌથી સલામત રીત હોઈ શકે છે.

જો આપે પોતાના વાળ બાંધવા માટે કોઇક વસ્તુનો ઉપયોગ કરવો જ હોય, તો તેને બહુ ટાઇટ ન બાંધો. તેની જગ્યાએ આપ પોતાનાં વાળ વાળીને એક ઢીલો અંબોડો બનાવી શકો છો અને તેને ખુલવાથી બચાવવા માટે એક ક્લિપ લગાવી શકો છો.

જ્યારે આપનાં વાળ ભીના હોય, તો તેમને બાંધવાથી બચો. ભીના વાળમાં ઇલાસ્ટિક બૅંડ લગાવવાથી આપનાં વાળ તુટી શકે છે.


ઇલાસ્ટિકથી પોતાનાં વાળને સુરક્ષિત રાખવા માટે થોડુંક હૅર સિરમ લગાવી શકો છો અને તેમને તુટવાથી રોકવા માટે આપ એક ઊંચી પોનીટેલ બનાવી શકો છો.

કોશિશ કરો કે આપ પોતાનાં વાળને ખુલ્લા રાખો, ખાસ કરીને સૂતી વખતે કે જેથી ઓશિકા પર માતુ ફેરવતા આપનાં વાળને ઘર્ષણ ન થાય અને તે તુટવાથી બચી જાય.


વાળને બહુ વાર સુધી ટાઇટ અંબોડો બાંધી રાખવાનાં કારણે હૅરફૉલની સમસ્યામાં વધારો થયો છે. આ કારણે છોકરીઓ જલ્દીથી હૅરફૉનો ભોગ બને છે. તેથી બને ત્યા સુધી તમારા વાળને અંબોડો બનાવવાનું ટાળો.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

ગ્લેમર અને સ્વાસ્થ્યને લગતી માહિતી વાંચવા માટે  લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”  

ટીપ્પણી