હિરોઇન સાથે લગ્ન કરવાના વિરોધમાં હતો અંબાણી પરિવાર, જો કે અનિલ સાથે લગ્ન માટે ટીના મુનિમે છોડવી પડી ફિલ્મી દુનિયા, વાંચો આ લવ સ્ટોરી તમે પણ

બોલિવુડની ઘણી અભિનેત્રીઓએ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે અને આ લિસ્ટમાં 80ના દાયકાની અભિનેત્રી ટીના મુનિમની નામ પણ સામેલ છે. આજે આપણે એક્ટ્રેસ ટીના મુનિમને ટીના અંબાણીના નામે પણ ઓળખીએ છીએ. ટીના અંબાણીએ બિઝનેસમેન અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા અને પછી એને ફિલ્મોની દુનિયાને અલવિદા કહી દીધું.। પણ એક સમય હતો જ્યારે ટીના પોતાના એક્ટિંગના જાદુના કારણે લોકોના દિલો પર રાજ કરતી હતી. એટલું જ નહીં એમને વર્ષ 1975માં ફેમિના ટીન પ્રિન્સેસનો ક્રાઉન પણ મેળવ્યો હતો. ટીના અંબાણીના ફિલ્મી કરિયરની સાથે જ એમની રિલેશનશિપ પણ ઘણી ચર્ચામાં રહી છે. ટીનાનું નામ બોલિવુડના એક એવા અભિનેતા સાથે જોડાયું હતું જેના ઘણા અફેર્સ ચર્ચામાં રહ્યા હતા.

image source

એક્ટ્રેસ ટીનાના અફેરની ચર્ચા જે એકટર સાથે થઈ એ અન્ય કોઈ નહિ પણ સંજય દત્ત છે. સંજય દત્તની પહેલી ફિલ્મ રોકીમાં સંજય અને ટીનાએ સાથે કામ કર્યું હતું અને બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ પણ કરી હતી. ફિલ્મમાં કામ કરવા દરમિયાન જ બંને એકબીજાની નજીક આવ્યા અને પછી એમને પ્રેમ થઈ ગયો.પણ આ રિલેશનશિપ વધુ સમય સુધી ન ટકી.

image source

ફિલ્મ રોકી દરમિયાન જ સંજય દત્તને નશાની ખોટી લત લાગી ગઈ હતી અને એવામાં એ પોતાના કરિયર અને રિલેશનશિપ પર બિલકુલ ધ્યાન નહોતા આપી રહ્યા. સંજયે પોતાના નશાની લત વિશે ટીનાને ક્યારેય નહોતું જણાવ્યું. એ સાથે જ એ ટીનાને લઈને કઈક વધારે પડતા જ પઝેસિવ હતા. એકવાર સંજય દત્ત પોતાના મિત્ર અને એકટર ગુલશન ગ્રોવર સાથે એકટર ઋષિ કપૂરના ઘરે લડવા પહોંચી ગયા હતા. સંજયને શક હતો કે કદાચ ઋષિ કપૂરનું ટીના સાથે અફેર છે. પછી શું હતું સંજયનો આવો વ્યવહાર અને એમના નશાની લતના કારણે ટીના અને એમના સંબંધ પુરા થઈ ગયા

image source

જો કે ટીના અને અનિલ અંબાણીની લવ સ્ટોરી પણ કઈ ઓછી રસપ્રદ નહોતી. અનિલ અંબાણીએ ટીના મુનિમને પહેલી વાર એક લગ્નમાં જોઈ હતી. ટીના બ્લેક સાડીમાં અનિલ અંબાણીને ખૂબ જ આકર્ષક લાગી. કહેવામાં આવે છે કે એ કાર્યક્રમમાં ટીના એકલી હતી જેને બ્લેક સાડી પહેરી હતી. એ પછી બંનેની મુલાકાત ફિલાડેલફિયામાં થઈ હતી. એ દરમિયાન કોઈએ બંનેનો પરિચય કરાવ્યો હતો. ત્યારે અનિલે ટીનાને ડેટ પર આવવા માટે કહ્યું હતું પણ ટીનાએ ના પાડી દીધી હતી. એ સમયે ટીનાને રીલાયન્સ ખાનદાન વિશે કોઈ જાણકારી નહોતી.

image source

એ પછી ટીનાના ભત્રીજાએ એમની મુલાકાત ફરી એકવાર અનિલ અંબાણી સાથે કરાવી. મળતા પહેલા ટીનાએ ઘણી તારીખો આપી પણ આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે બંનેની મુલાકાત થઈ અને પ્રેમનો સિલસિલો આગળ વધ્યો. એક ઇન્ટરવ્યૂમાં અનિલ અંબાણીની સદગીને લઈને ટીનાએ કહ્યું હતું કે “પહેલીવાર જ્યારે હું એમને મળી તો એમની સાદગીથી પ્રભાવિત થઈ. મેં એમને ખૂબ જ વાસ્તવિક અને ખુલીને વાત કરતા જોયા. એ એ પુરુષો જેવા નહોતા જેની સાથે મારી એ પહેલાં મુલાકાત થઈ હતી. એટલે સુધી કે અમે એકબીજા સાથે ગુજરાતીમાં જ વાત કરતા હતા.”

image source

કહેવામા આવે છે કે અંબાણી પરિવારને ટીનાનું એક્ટ્રેસ હોવું પસંદ નહોતું અને પરિવારના કારણે ટીના અને અનિલ એકબીજાની દૂર પણ થઈ ગયા પણ બંનેની કિસ્મતમાં મળવાનું લખ્યું હતું. ટીના અમેરિકા જતી રહી હતી અને એ વર્ષે લોસ એન્જેલ્સમાં ભૂકંપ આવ્યો હતો એ દરમિયાન ટીના ત્યાં ફસાઈ ગઈ હતી. એવામાં અનિલે ટીનાનો નંબર શોધ્યો અને એમને ફોન કરીને એમના હાલચાલ પૂછ્યા અને બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ. એ પછી અંબાણી પરિવાર બંનેના લગ્ન માટે તૈયાર થઈ ગયો હતો અને વર્ષ 1991માં અનિલ અંબાણી અને ટીના મુનિમના લગ્ન થઈ ગયા. લગ્ન પછી ટીનાએ ફિલ્મી દુનિયામાં પગ ન મુક્યો અને એમને પોતાની સરનેમ મુનિમથી બદલીને અંબાણી કરી દીધી. અનિલ અને ટીનાના બે બાળકો છે જેમનું નામ છે અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.

image source

એક્ટ્રેસ ટીનાએ ફિલ્મ દેશ પરદેશથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં દેવાનંદ એમની સાથે હીરોના રોલમાં હતા. એ પછી અભિનેત્રીએ લૂંટમાર, મનપસંદ, રોકી, સોતન, કર્ઝ, બાતો બાતો મેં, બડે દિલવાળા, ઇજાજત જેવી ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ