સાસુ કોકિલાબેનના જન્મ દિવસ પર વહુ ટીના અંબાણીએ લખી હૃદયસ્પર્શી પોસ્ટ, કહ્યું…’થેંક્યું મમ્મી…’

સાસુ કોકિલાબેનના જન્મ દિવસ પર વહુ ટીના અંબાણીએ લખી હૃદયસ્પર્શી પોસ્ટ, કહ્યું “થેંક્યું મમ્મી…”

દુનિયાની સૌથી મોટી બિઝનેસ ફેમિલીને અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ટીના પોતાના દરેક સુખ દુઃખ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. એટલું જ નહીં, એ પોતાના દરેક ખાસ વ્યક્તિના બર્થડે પર પોસ્ટ શેર કરવાનું પણ નથી ભૂલતી.અને જ્યારે અવસર એમની સાસુ માઁ અને અંબાણી ફેમિલીની મુખીયા કોકિલાબેન અંબાણીના બર્થડેનો હોય તો તો પછી વાત જ શુ પૂછવાની.

image source

આજે એટલે કે 24 ફેબ્રુઆરીએ ધીરુભાઈ અંબાણીની પત્ની કોકિલાબેન અંબાણી પોતાનો 87મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ અવસર પર એમની વહુ ટીના અંબાણીએ એમને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ આપી છે.

વાત જાણે એમ છે કે ટીના અંબાણીએ 24 ફેબ્રુઆરી 2021એ પોતાના સાસુ માઁના 87માં જન્મદિવસ પર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓર એમની સાથે પોતાની ફેમિલીના કેટલાક ફોટા શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

શેર કરેલા પહેલા ફોટામાં કોકિલાબેન અંબાણીની સાથે ટીના અંબાણી, એમના બે દીકરા જય અનમોલ અને જય અંશુલ અને પતિ અનિલ અંબાણી દેખાઈ રહ્યા છે. બીજા ફોટામાં ટીના પોતાના સાસુ માઁ સાથે કેમેરાની સામે પોઝ આપતી દેખાઈ રહી છે. ત્રીજા અને છેલ્લા ફોટામાં ટીના અને અનિલ કોકિલા અંબાણીનો હાથ પકડેલા દેખાઈ રહ્યા છે.

આ ફોટાઓ શેર કરતા ટીના અંબાણીએ એક સ્પેશિયલ નોટ પણ લખી છે. એમને કેપ્સનમાં લખ્યું છે કે ” અમે જે કરીએ છીએ તમે એમાં અમને ગાઈડ, ઇન્સપાયર અને મોટીવેટ કરતી રહો.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

પેઢીઓમાં એક રોલ મોડલ, શક્તિ અને સમર્થનનો સ્ત્રોત, પરંપરા અને આધુનિકતાનું એક અવિશ્વસનીય મિશ્રણ, એક સ્ત્રી જેની પાસે હું દરરોજ કંઈક નવું શીખું છું. પરિવારની આધારશીલા રહેવા માટે આભાર મમ્મી. તમારા જન્મદિવસ પર અમે તમને સ્વાસ્થ્ય, ખુશી અને ઘણા બધા પ્રેમની કામના કરીએ છીએ” આ પોસ્ટ સામે આવ્યા પછી બધા એના પર કમેન્ટ કરીને કોકિલાબેન અંબાણીને બર્થડે વિશ કરી રહ્યા છે.

ગયા વર્ષે આવી રીતે કહ્યું હતું વિશ.

વર્ષ 2020માં કોકિલાબેન અંબાણીના જન્મદિવસ પર ટીના અંબાણીએ એક પોસ્ટ શેર કરીને બતાવ્યું હતું કે કેવી રીતે એમની સાસુ માઁ એમના માટે પ્રેરણા રહી છે. આ અવસર પર એમને કોકિલાબેન સાથે થોડા ફોટા પણ શેર કર્યા હતા અને લખ્યું હતું “મમ્મી, તમે બધા માટે પ્રેરણા છો, દરેક દિવસે, અસંખ્ય રીતે જન્મદિવસની શુભકામનાઓ.”

image source

મધર્સ ડે પર શેર કર્યો હતો સાસુ અને પોતાની માતાનો ફોટો.

10 મેં 2020એ મધર્સ ડેના દિવસે ટીના અંબાણીએ પોતાની માતા મીનાક્ષી મુનિમ અને સાસુ કોકિલા અંબાણીના ફોટા શેર કર્યા હતા. એ સાથે જ એમને એક ઇમોશનલ નોટ પણ લખી હતી. એમને લખ્યું હતું કે “એક માતાનો પ્રેમ શરત વગરનો, અને અનંતકાળ સુધીનો હોય છે. આજે તમે દરેક દિવસે મમ્મીને મિસ કરો છો. તમે માતૃત્વ વિશે ઘણું શીખવ્યું છે. તમારો અને કોકિલા મમ્મીજીનો આભાર”

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

કોકિલાબેન અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “એ પોતાની વહુઓ નીતા અંબાણી અને ટીના અંબાણીને કેટલો પ્રેમ કરે છે અને એમને પોતાના દીકરા મુકેશ અને અનિલ વિશે પણ વાત કરી હતી. એમને કહ્યું હતું કે “હું મારી બંને વહુઓનો પ્રેમ કરું છું.એ વિચારશીલ અને કાળજી રાખનાર છે. હું રોજ અનિલને જોવા જાઉં છું. નીતા પાસે ખૂબ જ સરસ જિમ છે. હું ત્યાં અઠવાડિયામાં ત્રણવાર મસાજ માટે જઉં છું. મારા બાળકો મારી સારી રીતે સંભાળ રાખે છે. ફરિયાદ કરવા માટે કઈ જ નથી. અનિલ ધીરુભાઈ જેવો જ છે. એમની બેચેન પ્રકૃતિ મને એમના પિતાને યાદ અપાવે છે.”

કોકિલાબેન અંબાણીનો જન્મ જામનગર ગુજરાતમાં થયો હતો. એમને ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા અને 21 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગઈ, જ્યાં આજે એ પોતાના મોટા દીકરા મુકેશ અંબાણી સાથે રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ