ટીના-અનિલ અંબાણીની આ લવ સ્ટોરી એક વાર નહિં પણ વારંવાર વાંચવાની ઇચ્છા થાય તેવી છે..

એક જમાનામાં બોલીવુડની ખૂબસુરત અને દિગ્ગજ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ અભિનેત્રી ટીના મુનીમ એટલે કે ટીના અંબાણી હવે અંબાણી પરિવારનો મહત્વનો ભાગ છે. આજે ૧૧ ફેબ્રુઆરીના ટીના અંબાણીના જન્મદિવસ પર અનિલ અંબાણી સાથે તેમની લવસ્ટોરી વિષે જાણીશું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી સાથે એક બિઝનેસ મેનના આ સંબંધ કોઈ મિસાલ થી ઓછો નથી.

image source

ટીના અંબાણી અને અનિલ અંબાણીની મુલાકાત એક વેડિંગ સેરેમનીમાં થઈ હતી. વેડિંગ દરમિયાન અચાનક અનિલ અંબાણીની નજર બ્લેક સાડી પહેરેલ ટીના મુનીમ પર પડી. ટીના મુનીમના તે ઈન્ડિયન લુક અનિલ અંબાણીને ખૂબ પસંદ આવ્યો.

image source

પરંતુ ટીનાએ તે સમયે અનિલ અંબાણી પર કોઈ ધ્યાન આપ્યું નહિ. સંજોગો મુજબ બંનેની મુલાકાત એકવાર ફરીથી ફિલાડેલ્ફિયામાં થઈ. ફિલાડેલ્ફિયા અનિલ અંબાણી એક કારોબાર સંબંધિત કામથી આવ્યા હતા. ઉપરાંત ટીના મુનીમ પર કોઈ ફંક્શનને અટેન્ડ કરવા પહોંચી હતી. બંને એકબીજા સાથે ફરીથી ટકરાઇ ગયા.

image source

અનિલ અંબાણીએ આ વખતે સમય ગુમાવ્યા વગર ટીના મુનીમને પોતાની સાથે બહાર જવા માટે પૂછ્યું. પરંતુ ટીના મુનિમે અનિલ અંબાણીને ફરીથી નજરઅંદાજ કરી દીધા. ખરેખર ટીના મુનીમને એવું લાગ્યું કે અનિલ અંબાણી પણ એ લોકોમાંથી છે જે તેમને ઇમ્પ્રેસ કરવાના પ્રયત્ન કરતાં હતા. મુલાકાતના અંતમાં ટીના મુનીમે અનિલ અંબાણીને ના કહી દીધું.

image source

એ દિવસોમાં ટીના મુનીમ એક્ટર રાજેશ ખન્ના સાથે લિવ-ઇન રિલેશનશીપમાં હતી. ત્યારબાદ તેમણે પોતાના રસ્તા અલગ કરી લીધા અને અમેરિકા ચાલ્યા જવાનો નિર્ણય કરી લીધો. ટીના મુનીમે પોતાની ફિલ્મ કરિયરને પણ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો.

વર્ષ ૧૯૮૬માં ટીના મુનીમ અને અનિલ અંબાણી ફરીથી મળ્યા. પરંતુ બંનેની રાહ એટલી સરળ ના હતી. કેમકે ટીના મુનીમ ફિલ્મ લાઇનથી જોડાયેલી હતી એટલે માટે પરિવારવાળા મનાવવા અનિલ અંબાણી માટે સરળ ના હતું. બંને એકવાર ફરીથી અલગ થઈ ગયા.

image source

ચાર વર્ષ પછી જ્યારે લોસ એન્જલસમાં ભૂકંપ આવ્યો હતો, ત્યારે અનિલ અંબાણીએ ટીના મુનીમને ભારત પાછા આવવા માટે કહ્યું. આ વખતે અનિલ અને ટીના બંને પોતાના પરિવારને મનાવવામાં સફળ થયા.

image source

વર્ષ ૧૯૯૧ માં ટીના મુનીમ અને અનિલ અંબાણીના લગ્ન થયા. બંનેને જય અનમોલ અને અંશુલ બે દીકરાઓ છે. ૨૯ વર્ષ પછી પણ બંને પોતાની જિંદગીથી ખૂબ જ ખુશ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ