સૈફ અલી ખાનને બાથરૂમ જતો જોઇ તૈમુર દોડવા લાગ્યો પાછળ-પાછળ, જોઇ લો તસવીરોમાં તમે પણ

પિતાને બાથરૂમ જતો જોઈ તૈમુર દોડ્યો પાછળ – જુઓ ક્યૂટ તસ્વીર

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબુર બન્યા છે અને તેમાં દેશના સેલેબ્રીટીઓનો પણ સમાવેશ થાય છે. અને જે એક દિવસનું લૉકડાઉન રવિવાર માટે જાહેર કરવામાં આવ્યું હતું તેને હવે લંબાવીને 21 દિવસનું કરી દેવામાં આવ્યું છે. અને વડાપ્રધાન દ્વારા જાહેર કરવામા આવેલા આ લૉકડાઉનનું લગભગ બધાં જ દેશવાસીઓ સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છે. અને લોકોએ પોતાની જાતને ઘરમાં જ પુરી રાખ્યા છે.

image source

જો કે આ દરમિયાન લોકો સોશિયલ મડિયા પર ખૂબ એક્ટિવ થઈ ગયા છે ખાસ કરીને આપણા સેલેબ્રીટીઝ. તેઓ ક્વોરેન્ટાઇન દરમિયાનની પોતાની પ્રવૃત્તિઓની તસ્વીરો તેમજ વિડિયો પોતાના સોશિયલ મિડયા અકાઉન્ટ પર શેર કરી રહ્યા છે. તાજેતરમાં કરીના કપૂરે પણ એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સૈફ અલી ખાન વ્હાઇટ રંગના રોબમાં બાથરૂમ તરફ જઈ રહ્યો છે અને તેની પાછળ પાછળ તૈમુર અલી ખાન ક્રીમ રંગના રોબમાં દોડી રહ્યો છે. તો વળી કરીના જાણે આખાએ વર્ષની ઉંઘ લઈ રહી હોય તેમ મજાથી ઉંઘ લઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના દ્વારા દીકરા તૈમુરની શેર કરેલી આ તસ્વીર પર લોકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક ફેને કમેન્ટસ કરીને લખ્યું બડા નવાબ અને છોટા નવાબ. તો વળી કેટલાકે કરીનાના ઘરના વખાણ કર્યા છે. આ ફોટો શેર કરતી વખતે કરીનાએ કેપ્શન લખ્યું છે – ‘વાહલા ભારત, ચાલો આ કરીએ. જવાબદાર બનીએ. ઘરે રહીએ. સુવરક્ષિત રહીએ #21DayLockdown#InThisTogether’

 

View this post on Instagram

 

Friends that nap together, stay forever 💪🏻💪🏻💪🏻💪🏻

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

થોડા દિવસ પહેલાં કરીનાએ દીકરાની સાથે એક તસ્વીર શેર કરી હતી – તેમાં તેણીએ પોતાના દીકરા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં લખ્યું હતું, ‘આ એકલો જ એવો છે જેને હું મારી ફ્રેમ ચોરવાની પરવાનગી આપી શકું છું.’ કરીનાની આ તસ્વીરને પણ લોકોએ ખૂબ પસંદ કરી અને તેના પર ખૂબ કમેન્ટ્સ પણ કરી હતી. જો કે કેટલાક એવા લોકો પણ હતાં જેમાં કરીનાના દેખાવની નિંદા કરી હતી. અને આવા જ લોકોને અર્જુન કપૂરે પાઠ પણ ભણાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

તૈમુરને લોકો તેના માતાપિતા જેટલા જ પસંદ કરે છે. સોશિયલ મિડિયા પર તૈમુરની તસ્વીરો ગરમા ગરમ ભજીયા વેચાય તેમ વેચાય છે. સૈફ અલી ખાને કોફી વિથ કરનમાં એકવાર જણાવ્યું હતું કે તેના દીકરાની એક તસ્વીર 1500 રૂપિયામાં વેચાય છે. હવે આ વાત કેટલી હદે સાચી છે તે તો આપણે નથી કહી શકતાં પણ એટલુ ચોક્કસ માનવું પડશે કે તૈમુરની ક્યુટનેસને કારણે તેની તસ્વીરો થોડીક જ મિનિટોમાં સોશિયલ મડિયા પર વાયરલ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

જો કે તમને જણાવી દઈએ કે હાલ તૈમુર પ્લેસ્કૂલમાં જાય છે જ્યાં તેણે અઠવાડિયાનું માત્ર એક જ દિવસ ભણવાનું હોય છે બાકી બધા દીવસ તેની પાસે ઇત્તરપ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. પણ પટૌડી ખાનદાનની પરંપરા પ્રમાણે અને તૈમુરને લાઇમલાઇટથી દૂર રાખવા માટે સૈફ અને કરીના તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલશે. જો કે કરીના તે બાબતે હજુ પણ ખચકાઈ રહી છે. તૈમુરની પોપ્યુલારીટીને લઈને કરીનાની સાસુ અને સૈફની માતા અને વિતેલા જમાનાની સુપરહીટ અભિનેત્રી શર્મિલા ટેગોરે જણાવ્યું હતું કે તેણીનો પૌત્ર તૈમુર તેના કરતાં પણ વધારે પોપ્યુલર છે.

 

View this post on Instagram

 

Me… when someone tries to shake my hand these days! #StayHome #StaySafe #SocialDistancing

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના પોતાના દીકરાને સ્ટાઇલ કરવાનું ખૂબ પસંદ કરે છે તેણીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેણી તૈમુરને સામાન્ય વસ્ત્રો જ પહેરાવે છે. તેણીના જણાવ્યા પ્રમાણે તેણી તૈમુર માટે ઝારા, એડિડાસ તેમજ એચએન્ડએમમાંથી શોપિંગ કરે છે. તેણી તેના માટે ગુચી કે પ્રાડાની બ્રાન્ડના વસ્ત્રો નથી ખરીદતી. તેણીએ જણાવ્યું હતું, ‘હાલ તો તે પૈસા નથી કમાતો અને તેના માતાપિતાએ તેના વસ્ત્રો માટે ખૂબ મહેનત કરવી પડે છે. અને આવા સંજોગોમાં મોંઘા વસ્ત્રો પહેરવા ન મળે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ