જલ્સા કરોને જેંતીલાલ

પ્રેગનેન્સી ટેસ્ટ કરાવવનો સૌથી સારો ટાઇમ છે આ, જાણો તમે પણ

પ્રેગ્નન્સી ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ? જાણો પ્રેગ્નન્સી ટેસ્ટ માટેનો યોગ્ય સમય પ્રેગ્નન્સી એ ક્યારેક ચકિત કરી મુકે છે એટલે કે તમારા પ્લાનિંગ બહાર જ તમારો ગર્ભ રહી જાય છે અને કેટલીકવાર તમે મહિનાઓ સુધી પ્લાનિંગ કર્યા બાદ તમારો ગર્ભ રહેતો હોય છે.

આમ ક્યારેક તમે નથી ઇચ્છતા કે તમે પ્રેગ્નન્ટ હોવ અને ક્યારેક તમે તેની આતુરતાથી રાહ જુઓ છો ! આમ બન્ને સંજોગોમાં પ્રેગ્નન્સી ટેસ્ટ તમારા માટે મહત્ત્વનો બની જાય છે. ટુંકમાં આ પ્રેગ્નન્સી ટેસ્ટ દ્વારા તમે તમારી બધી જ શંકાઓને દૂર કરવા માગતા હોવ છો.

image source

જો કે તમારામાંના ઘણા લોકોને પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાનો યોગ્ય સમય નથી ખબર હોતી. તો ચાલો જાણીએ તે વિષે.

તમારે ક્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ લેવો કે કરાવવો જોઈએ ?

image source

સામાન્ય રીતે તમારો પિરિયડ મિસ થાય ત્યારે તમે તરત જ પ્રેગ્નન્સી ટેસ્ટ વિશે વિચારવા લાગો છો. તેમ છતાં તમારે પ્રેગ્નન્સી ટેસ્ટ લેતા પહેલાં એક ચોક્કસ સમય માટે રાહ જોવી જોઈએ.

તમારે શારીરિક સંબંધ બાંધ્યાના એક કે બે અઠવાડિયા બાદ ટેસ્ટ કરાવવો જોઈએ. અથવા તો તમે પિરિયડ મિસ કર્યો તેના દસ દિવસ બાદ તમારે ટેસ્ટ કરવો જોઈએ જેથી કરીન તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો.

image source

આટલી રાહ જોવા પાછળ કારણ એ છે કે જરૂરી પ્રેગ્નન્સી હોર્મોન, જેને hCG કહે છે તેને ડીટેક્ટ કરવા પડે છે અને તે સામાન્ય રીતે 7થી 12 દિવસ બાદ એગ્સ ફર્ટીલાઇઝ્ડ થાય છે અને ત્યાર બાદ આરોપણ ચક્ર પુર્ણ થાય છે.

અને આમ થતાં જ દર 48 કલાકે હોર્મોન્સ બેવડાવા લાગે છે અને આ સંજોગોમાં તમેને ટેસ્ટનું ચોક્કસ પરિણામ મળે છે.

અને જો તમે વહેલું ટેસ્ટ કરાવી લો તેનું પરિણામ નેગેટિવ આવશે પછી તમે પ્રેગ્નન્ટ હશો તો પણ, કારણ કે hCG હોર્મોન્સનું સ્તર તે વખતે ઉંચું ન આવ્યું હોય.

image source

hCG સ્તર આ રીતે તપાસો

એચસીજી સ્તરને તપાસવું એ તમારા ટેસ્ટ પર નિર્ભર છે. કેટલાકમાં તમને વેહલું પરિણામ જાણવા મળે છે. જેમ કે કેટલાક હોમ પ્રેગ્નન્સી ટેસ્ટ સેન્સીટીવ હોય છે જે એચસીજી સ્તરને વહેલા જ એટલે કે તમારા પિરિયડના ચાર દિવસ પહેલાં જ ડીટેક્ટ કરી લે છે.

image source

દીવસના કયા સમયે પ્રેગ્નન્સી ટેસ્ટ લેવો જોઈએ.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે તેમજ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટના રેપર પર જણાવ્યા પ્રમાણે વહેલી સવારે એટલે કે દીવસના પ્રથમ પેશાબથી પ્રેગ્નન્સી ટેસ્ટ લેવો જોઈએ.

તે તમને સૌથી વધારે ચોક્કસ પરિણામ બતાવે છે. કારણ કે રાત્રીના સમય કરતાં સવારના પેશાબમાં વધારે પ્રમાણમાં એચસીજી હોર્મોન્સ રહેલા હોય છે.

image source

પણ કેટલાકને એવો ભ્રમ હોય છે કે તે પહેલાં તમારે બહુ પાણી પીવું જોઈએ પણ તેવું નથી કરવાનું તેમ કરવાથી તમારો પેશાબ ડાઇલ્યુટ થઈ જશે અને તેમાં એચસીજીનુ પ્રમાણ ઓછું જણાશે અને તેના કારણે પરિમામ અચોક્કસ આવવાનો ભય રહે છે.

જો તમને પરિણામ પર શંકા હોય તો તમે બીજીવાર ટેસ્ટ કરી શકો છો.

લોહી થકી પ્રેગ્નન્સી ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ ?

image source

જ્યારે તમે ઘણીબધી વાર હોમ પ્રેગ્નન્સી ટેસ્ટ લઈ ચુક્યા હોવ અને તેમાં સતત નેગેટિવ રિઝલ્ટ મળ્યું હોય તેમ છતાં તમને એવું લાગતું હોય કે તમે પ્રેગ્નન્ટ છો ત્યારે તમારે બ્લડ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવો જોઈએ.

bતેમ છતા તમારે આ ટેસ્ટ પણ ઉપર જણાવ્યું તે પ્રમાણે થોડા દિવસ બાદ જ કરાવવો જોઈએ.

image source

એવી સ્ત્રીઓ કે જેમને ભૂતકાળમાં મિસકેરેજનો અથવા તો કેમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સીનો અનુભવ થયો હોય તેમણે બ્લડ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવો જોઈએ. જેથી કરીને તમારી પ્રેગ્નન્સીના જે સૌથી મહત્ત્વના શરૂઆતના અઠવાડિયા છે તેનું બારીક નિરિક્ષણ થઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version